નાનકડા અબરામે કર્યુ આવુ જોરદાર કામ, શાહરુખ પણ તેની આગળ પડ્યો પાછો,PICS

દીકરાએ કર્યું એવું કામ કે શાહરુખની છાતી ગર્વથી ફુલી ગઈ !

image source

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન આજકાલ પોતાના સૌથી નાના દીકરા અબ્રામ સાથે ખુબ સમય પસાર કરી રહ્યો છે.

એવું લાગે છે કે તેણે અભિનયમાંથી બ્રેક એટલા માટે જ લીધો છે કે જેથી કરીને તે પોતાના કુટુંબ સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી શકે. થોડા સમય પહેલાં તે અબ્રામના એન્યુઅલ ફંક્શનમાં પણ પત્ની સાથે હાજરી આપવા આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shahrukh khan (@shahrukh_khan510) on

તાજેતરમાં શાહ રુખે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. વાસ્તવમાં શાહ રુખના નાના દીકરા અબરામે સ્પોર્ટ્સ ડેમાં ભાગ લીધો હતો.

અને તે વખતની આ તસ્વીર છે. તેણે આ ફોટો શેર કરીને ટ્વીટ કર્યું છે, ‘આજના દિવસે… મારા નાનકડા ગોલ્ડ મેડલે દોડ હરીફાઈમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે !!’

શાહ રુખની આ તસ્વીર તેના પોતાના દીકરા સાથેના બોન્ડિંગને દર્શાવી રહી છે. બન્ને આ તસ્વીરમાં મીઠું સ્મિત આપતા જોઈ શકાય છે.

image source

તમને જણાવી દઈ કે અબરામ ખાન ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે અને તાજેતરમાં શાળામાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામા આવ્યું હતું અને તેમાં દોડ હરિફાઈમાં અબરામે બે મેડલ જીત્યા છે. તમે આ તસ્વીરમાં તેના ગળામાં બે મેડલ અને હાથમાં સર્ટીફીકેટ પણ જોઈ શકો છો.

image source

શાહરુખની વાત કરીએ તો હાલ તેણે અભિનયમાંથી થોડો સમય વિરામ લીધો છે અને તે વધારે લાઇમલાઇટમાં જોવામાં પણ નથી આવતો પણ તાજેતરમાં ડીરેક્ટર અલી અબ્બાસ ઝફરના જન્મ દિવસે તેને જોવામાં આવ્યો હતો અને તે બ્લેક સૂટમાં ઘણો ડેપર લાગી રહ્યો હતો.

image source

આ પાર્ટીમાં વિકી કૌશલ, અનન્યા પાંડે, કેટરીના કૈફ, કાર્તિક આર્યાન, હુમા કુરેશી, સિદ્ધાર્થ રોય કપૂર, અલવીરા ખાન અગ્નિહોત્રી, વિદ્યા બાલન, સુનીલ ગ્રોવર અને કૃતી સેનન પણ હાજર રહ્યા હતા.

આ બર્થડે બેશની કેટલીક વિડિયોઝ પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં કેટરીના કૈફ અલી અબ્બાસને કેક કટ કરવામાં મદદ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

આ ઉપરાંત હાલ એમેઝોન કંપનીના CEO પણ ભારતમાં છે અને તેમની મુલાકાત પણ શાહરુખે લીધી હતી અને તેની પણ કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે.

શાહરુખના કામની વાત કરીએ તો હાલ તો તે કઈ ફિલ્મો પર કામ કરવાનો છે તેવા કોઈ અહેવાલ નથી. પણ તેની છેલ્લી ફિલ્મ ઝીરોના ફ્લોપ ગયા બાદ તેણે અભિનય ક્ષેત્રે થોડો વિરામ લેવાનું નક્કી કર્યું હતું અને ફેમિલિ સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું છે.

image source

જો કે તેના ફેન્સ તેની આવનારી ફિલ્મોની ઘોષણાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બની શકે કે તે ફરી એકવાર ડોન સીરીઝમાં જોવા મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ