શાહરુખ ખાનના મન્નત બંગલા કરતા પણ સુંદર છે તેનું આ અમેરિકાનું ઘર, જુઓ ફોટો.

શાહરુખ ખાન થોડાક દિવસોથી ફિલ્મોથી દૂર રહીને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

image source

તાજેતરમાં શાહરૂખે એક બિગ બજેટની ફિલ્મ સાઈન કરી છે.

જે કોમેડી, એક્શન અને થ્રિલર એમ ત્રણ વસ્તુઓનો એકસાથે મજા આપશે. તે ફિલ્મનું નિર્દેશન રાજ નિદીમોરું અને કૃષ્ણા ડિકે કરશે.

image source

આ ફિલ્મ આગલા વર્ષે ફ્લોર પર આવી જશે. શાહરુખ આ ફિલ્મ પહેલા શાંતિની પળો માણવા માટે પત્ની ગૌરી ખાન સાથે યુએસ પહોંચી ગયા છે.

શાહરુખ ખાને લોસ એન્જલસથી પોતાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

image source

આ પોસ્ટમાં શાહરુખ ખાને પોતાના વિલાના કેટલાક ફોટો દેખાઈ રહ્યા છે. ફોટો શેર કરતા શાહરુખ ખાન લખે છે કે ‘અખિરકાર કેલીફોર્નિયા મેં સૂરજ નિકલ આયા. યે પુલ ખેલને કા સમય હૈ મેં અપને લોસ એન્જલસ કે વિલા મેં.

શાહરુખ ખાનનું આ ઘર લોસ એન્જલસમાં છે. પહેલી શાહરુખ ખાનના આ ઘરના ફોટો સામે આવ્યા છે. ગૌરી ખાને પણ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટો શેર કર્યો છે તેમાં ગૌરી ખાન યુએસમાં ફરતી જોવા મળી રહી છે.

image source

ગૌરી ખાનના આ ફોટો પર કમેન્ટ કરતા શાહરુખ ખાન લખે છે કે ‘લુકિંગ ફિટ’ જણાવીએ કે શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ વર્ષ ૨૦૧૮માં આવી હતી.

શાહરુખ ખાન ફિલ્મ ઝીરો માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ થઈ ગઈ હતી.

image source

ઝીરો ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા કોહલી પણ જોવા મળી હતી.

ઝીરો ફિલ્મ ફ્લોપ થયા પછી શાહરુખ ખાને બ્રેક લેવાનો નિર્ણય લીધો.

image source

હવે શાહરુખ ખાન ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે.

શાહરુખ ખાન ફિલ્મ ‘બોસ બીશ્વાસ’ને પ્રોડ્યુસ કરવાના છે.

આ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘કહાની’ની પ્રિકવલ હશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ