જલ્સા કરોને જેંતીલાલ

Shahrukh થી લઇને Ayushmann સુધી, આ ટીવી સ્ટાર્સ બોલિવૂડમાં પગ મુક્યા પછી થઇ ગયા એકદમ સકસેસ, જે આળોટે કરોડોમાં

મિત્રો, આ બોલિવૂડ ફિલ્મજગતમા આવા ઘણા કલાકારો છે, જેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ટેલીવિઝનજગથી કરી હતી. ૯૦ ના દશકાની લોકપ્રિય ટીવી સિરિયલોમા ભાગ લેનારા આ કલાકારને લોકો તે સમયે પણ ખુબ જ પસંદ કરતા હતા. જો કે, આ કલાકારો એક દિવસ બોલિવૂડમા ટોચ પર જશે અને તેની પ્રતિભાના આધારે ફિલ્મજગતમા એક અલગ ઓળખ બનાવશે, તે કોઈને ખબર જ નથી. આજે આ લેખમા અમે તમને અમુક એવા કલાકારો વિશે જણાવીશુ કે, જેમેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ટેલીવિઝન જગતથી કરી પરંતુ, તે આજે બોલીવૂડ ફિલ્મજગત પર રાજ કરે છે.

શાહરૂખ ખાન :

image source

વર્ષ ૧૯૮૮-૮૯ મા આવનાર ટીવી સીરિયલ ફૌજીથી પોતાની અભિનય યાત્રા શરૂ કરનાર આ કલાકાર આજે ફિલ્મજગતનો બાદશાહ બની ચુક્યો છે. આ કલાકારે ૯૦ ના દશકાની શરૂઆતમા ફૌજીની સાથે-સાથે સર્કસ, આશા અને વાગલે કી દુનિયા જેવા ઘણા પ્રખ્યાત શોમા કામ કર્યું હતું

આયુષ્માન ખુરાના :

image soucre

ટીવી રિયાલિટી શો રોડીઝ-૨૦૦૪ મા આ અભિનેતા દરેક વ્યક્તિના હૃદયમા સ્થાન બનાવવામા સફળ રહ્યો. આ અભિનેતાએ આ શો ની સાથે-સાથે ટેલીવિઝન શો “ચક દે ઈન્ડિયા”, “જાદુ એકબાર” અને સ્ટ્રિપમા પણ દેખાયો હતો. તેમણે બોલિવૂડ ફિલ્મજગતમા ‘વિકી ડોનર’ ફિલ્મથી પ્રવેશ કર્યો હતો અને આજે તે બોલીવૂડ ફિલ્મજગતના લોકપ્રિય અભિનેતાઓમાનો એક અભિનેતા છે.

વિદ્યા બાલન :

image soucre

૯૦ ના દશકાની લોકપ્રિય ટીવી સીરિયલ “હમ પાંચ” થી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર આ અભિનેત્રી આજે ફિલ્મજગતમા એક વિશેષ નામના ધરાવે છે. બોલીવુડ ફિલ્મજગતમા આવતા પહેલા આ અભિનેત્રી ઘણા ટેલીવિઝન કમર્શિયલ અને ૯૦ ના દાયકાના પ્રખ્યાત મ્યુઝિક વીડિયો “કભી આના તુ મેરી ગલી” મા જોવા મળી હતી. બોલિવૂડમા તેણીએ ફિલ્મ ‘પરિણીતા’થી વર્ષ ૨૦૦૫ મા ડેબ્યૂ કર્યું હતુ.

યામી ગૌતમ :

image soucre

આ અભિનેત્રી પણ ટીવી ચેનલ કલર્સ પર પ્રસારિત શો ‘યે પ્યાર ના હોગા કમ’ મા દેખાઈ ચુકી છે. આ સિવાય તે “ફેર અને લવલી” ના અનેક કમર્શિયલ્સમા પણ દેખાઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, યામીએ પણ આયુષ્માનની સાથે જ ફિલ્મ વિકી ડોનરથી બોલિવૂડ ફિલ્મજગતમા પ્રવેશ કર્યો હતો.

આદિત્ય રોય કપૂર :

image soucre

“આશિકી-૨” અને “મલંગ” મા પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર આ અભિનેતા પણ નાના પડદે જોવા મળ્યો છે. આ અભિનેતા ચેનલ વી પર “વીજે” હતો અને વર્ષ ૨૦૦૮ સુધી અહી જ રહ્યો, અહી તેણે લંડન ડ્રીમ્સ-૨૦૦૯ થી બોલીવુડ ફિલ્મજગતમા પ્રવેશ કર્યો.

સુશાંત સિંહ રાજપૂત :

image source

આ દિવંગત અભિનેતા પણ ટીવી સીરિયલ દ્વારા ઘર-ઘરમા લોકપ્રિય થયા. આ અભિનેતા આજે આપણી સાથે નથી પરંતુ, તેની ફિલ્મ એમ.એસ. ધોનીએ તેમને રાતોરાત બોલીવુડ ફિલ્મજગતમા એક પ્રખ્યાત અભિનેતા બનાવ્યો હતો.

Exit mobile version