શાહરુખના ફેમિલીએ લીધી બિગ બીના ઘરની મુલાકાત, તસવીરો છે બહુ જ મસ્ત જોઇ લો તમે પણ

શાહ રુખ ખાને પત્ની ગૌરી અને દીકરી સુહાના સાથે લીધી અમિતાભના ઘરની મુલાકાત

અમિતાભ બચ્ચન બોલીવૂડના એક એવા એક્ટર છે જેમના માટે માત્ર દેશમાં જ નહીં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા સ્ટાર્સને પણ ખુબ જ માન છે. છેલ્લા ઘણા સમયથી અમિતાભ બચ્ચનની તબિયત નરમ ગરમ રહ્યા કરે છે અને તેમના માટે તેમણે અનેકવાર હોસ્પિટલમાં પણ દાખલ થવું પડ્યું છે. અને હોસ્પિટલમાં દાખલ રહેવા છતાં પણ તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેતા હતા અને હોસ્પિટલમાંથી પણ તેઓ પોતાની તસ્વીરો શેર કરતા રહેતા હતા.

image source

થોડા સમય પહેલાં થયેલા નેશનલ અવોર્ડ સમારંભમાં પણ અમિતાભ પોતાની તબિયતના કારણે નહોતા જઈ શક્યા. જોકે ત્યાર બાદ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા ત્યારે તેઓ પોતાના દીકરા અભિષેક અને પત્ની જયા સાથે સમારંભમાં હાજરી આપી હતી. અને પ્રાઉડ સન એવા અભિષેકે તે વખતે પણ માતાપિતા સાથેની સુંદર તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. દાદા સાહેબ ફાળકે અવોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સર્વોચ્ચ સમ્માન છે. આ અવોર્ડ અમિતાભને દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિન્દના હસ્તે આપવામાં આવ્યો હતો.

image source

એવું માનવામાં આવે છે કે તાજેતરમાં શાહરુખ ખાનને અમિતાભે તેમના ઘરે ડીનર માટે આમંત્રણ આપ્યું હતું. કારણ કે શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી અને દીકરી સુહાના સાથે અમિતાભના ઘરે જોવા મળ્યા હતા.

image source

આ પહેલાં દીવાળીના તહેવાર દરમિયાન પણ શાહરુખ અને અમિતાભ બચ્ચન અમિતાભના ઘરે મળ્યા હતા. તે વખતની એક તસ્વીર પણ અમિતાભે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. આ તસ્વીરમાં અમિતાભ, શાહરુખ અને ગૌરી ત્રણે ટ્રેડીશનલ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. તસ્વીર શેર કરતાં અમિતાભે કેપ્શમાં લખ્યુ હતું. ‘શાહરુખ ગૌરી અને હું દીવાળીના દીવસે કોઈક ગંભીર વાત પર ચર્ચા કરી રહ્યા છે… સ્વાભાવિક રીતે વ્યક્તિગત જ…’ અને કેપ્શન સાથે તેમણે મજાક કરતાં બે ઇમોજી પણ મુક્યા હતા.

તમને જણાવી દઈએ કે શાહરુખ-અમિતાભ ભલે બહુ સાથે જોવા ન મળતા હોય. પણ તેઓ એક સારા ફેમિલિ ફ્રેન્ડ છે અને અવારનવાર પ્રસંગોપાત એકબીજાને મળતા રહે છે.

ગુરુવારે રાત્રે અમિતાભે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર કેટલીક સુંદર વિડિયો અને તસ્વીરો શેર કરી હતી. જેમાં બાળકો અને કૂતરાઓ હતા. આ ટ્વીટરમાં તેમના એક ફેને એક જોક કરી હતી જેમાં તેણે લખ્યું હતું, ‘તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધને જણાવ્યું છે કે 2,293,618,367 લોકોમાંથી, 94% લોકો એટલા આળસુ છે કે તેઓ તે નંબર વાંચતા નથી…. @SrBachchan.’ ત્યારે અમિતાભે આ ટ્વીટનો જવાબ આપતા તેમણે સ્વિકાર્યું હતું કે, ‘હું પણ તેમાનો જ એક હતો.’

દાદા સાહેબ અવોર્ડ વખતે અમિતાભે હાજર લોકોને ખડખડાટ હસાવી મુક્યા હતા. જે તમે આ વિડિયોમાં જોઈ શકો છો.

આ શુક્રવારે તેમણે પોતાના પિતાની એક કવિતા પણ પોતાના બ્લોગ પર શેર કરી હતી અને લખ્યુ હતું, ‘બાબુજીના મહાન કામને રેકોર્ડીંગ રૂમમાં રીધમ અને અવાજ આપવો, તેનાથી વધારે સારું બીજું શું હોઈ શકે….’ તેમણે મોડી રાત્રે રેકોર્ડીંગ સ્ટુડિયોમાં કામ કરવા બદલ પણ ખુશી વ્યક્ત કરી હતી અને ખાસ કરીને તે તેમના પિતાજી એટલે કે બાબુજી માટે હતું માટે તેઓ ઓર વધારે આનંદીત હતા.

તેમના બાબુજીની આ સુંદર કવિતા તમે તેમના ટ્વીટર અકાઉન્ટ પર વાંચી શકો છો. તેમની ટ્વીટર પોસ્ટ અહીં શેર કરવામા આવી છે.

આ પહેલાં તેમણે એક સુંદર થ્રોબેક પીક્ચર શેર કરી હતી. જે ઘણી જૂની હતી અને તેમાં તેમણે ડાર્ક ગ્લાસીસ પહેર્યા હતા. તેમણે તસ્વીરની સાથે કમેન્ટ કરી હતી કે આ ટ્રેન્ડ આજે પણ ચાલુ જ છે, તેમણે કંઈક આમ લખ્યું હતું કે તે સમયે ડાર્ક ગ્લાસ પહેરવું ઘણું ઓર્થોડોક્સ કહેવાતું હતું. પણ હવે બધું બદલાઈ ગયું છે તમે સારા દેખાવા માટે કંઈ પણ પહેરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ