શહનાઝ ગિલના પિતા આ કારણને લઇને છે જોરદાર દુખી, કારણ જાણીને ચોંકી ઉઠશો તમે પણ

પંજાબી મોડેલ, એક્ટ્રેસ, સિંગર અને ટીવીનક મોસ્ટ ડિઝાયરેબલ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ શાહનાઝ ગિલના પિતા સંતોખ સિંહ એમનાથી ખૂબ જ નારાજ થઈ ગયા છે. એમનો ગુસ્સો એટલો વધી ગઈ ગયો કે એમને એક ઇન્ટરવ્યૂમાં કહી દીધું કે એ પોતાની દીકરી સાથે જિંદગીમાં ક્યારેય વાત નહિ કરે. તો ચાલો જાણી લઈએ શુ છે આખી બાબત.

image source

બિગ બોસ 13ને પૂરું થયું એને એક વર્ષ થઈ ચૂક્યું છે, બિગ બોસ 14 પણ શરૂ થઈ ચૂક્યું છે પણ એક વર્ષ પછી પણ પંજાબી સિંગર શાહનાઝ કોર ગિલ એટલી જ ચર્ચામાં રહે છે. શોમાં શહનઝને સલમાન ખાન પ્રેમથી પંજાબની કેટરીના કહેતા હતા જે પછી એક્ટ્રેસ આ જ નામથી ફેમસ થઈ ગઈ. હાલ શહનાઝ પોતાના પિતાની નારાજગીના કારણે ચર્ચામાં છે એમના પિતા એમનાથી એટલા નારાજ છે કે એમને એની સાથે ક્યારેય વાત ન કરવાની કસમ ખાઈ લીધી છે.‘

image source

બિગ બોસ 13થી ફેમસ થયેલા કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુકલાની જોડી એકવાર ફરી કોલબોરેટ કરવાની છે. હાલમાં જ સિદ્ધાર્થ શુકલા અને શહનાઝ ગિલ પોતાના અપકમિંગ મ્યુઝિક વિડીયો માટે ચંદીગઢ ગયા હતા અને ત્યાં એમને ખૂબ જ મસ્તી કરી હતી. જેના ફોટા અને વિડીયો એ સતત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે.‘

image source

જો કે બંને શૂટિંગ કરીને પરત આવી ગયા છે પણ હવે શહનઝના પિતા સંતોખ સિંહ પોતાની દિકરીથી ખૂબ જ નારાજ છે અને એ વાતનો ખુલાસો એમને એક ઇન્ટરવ્યૂમાં કર્યો.

image source

વાત જાણે એમ છે કે શહનાઝ ગિલના પિતા એ વાતથી નારાજ છે કે શહનાઝ ગિલ ચંદીગઢમાં શૂટિંગ કરી રહી છે પણ એ પોતાના પરિવારને મળવા પણ ન આવી જ્યારે એ જ્યાં શૂટિંગ કરી રહી હતી એ એમના ઘરથી ફક્ત 2 કલાકના અંતરે જ હતું. ઇન્ટરવ્યૂમાં સંતોખે એ પણ કહ્યું છે કે શહનાઝ ગિલ ચંદીગઢમાં શૂટિંગ કરી રહી છે એ વાતની જાણકારી પણ એમને દીકરીએ નથી આપી પણ મીડિયા રિપોર્ટ દ્વારા એ વિશે ખબર પડી જેનાથી એમને ખૂબ જ દુઃખ થયું

image source

.સંતોખે કહ્યું કે ” હવે અમને એને મળવાનો મોકો ક્યારે મળશે એ પણ ખબર નથી કારણ કે હંમેશા તો એવું નથી થતું કે એ શૂટિંગ માટે કે અમને મળવા માટે પંજાબ આવતી હોય. અમારી પાસે એના મેનેજરનો નંબર પણ નથી કે અમે જાણી શકીએ કે એ ક્યાં છે. હવે મેં કસમ ખાધી છે કે એની સાથે જીવનમાં ક્યારેય પણ વાત નહિ કરું”

image source

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને શહનાઝની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે અને બંને જલ્દી જ એક નવા મ્યુઝિક વિડીયોમાં સાથે દેખાશે. એમનો પહેલા પણ એક વિડીયો ભુલા દુગા ઘણો લોકપ્રિય થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ