શાહિદ કપૂર સાથે બ્રેકઅપના 13 વર્ષ પછી કરીનાએ ફોડ્યો આ ભાંડો, અને કહ્યું કંઇક એવું કે…

એક સમય હતો જ્યારે શાહિદ કપૂર અને કરીના કપૂર બોલિવુડના સૌથી લાડકા કપલ્સમાંથી એક હતા અને એમની કેમેસ્ટ્રી પણ કમાલની હતી. આ જોડીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને એકબીજાને ડેટ પણ કર્યા હતા. પણ પછી એમનો સંબંધ પૂરો થઈ ગયો અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કરીના અને શાહિદ બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા અને બંનેએ પોતાના જીવનસાથી પણ પસંદ કરી લીધા. બ્રેકઅપના લગભગ 13 વર્ષ પછી એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ પહેલીવાર શાહિદ સાથેના બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી.

image soucre

કરીનાએ જણાવ્યું કે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટના સેટ પર શૂટિંગ કરતી વખતે એ ટશન ફિલ્મમાં કામ કરવા માટે વધુ ઉત્સાહિત હતી, જેમાં એ સૈફ અલી ખાન સાથે કામ કરવાની હતી. કરીનાએ કહ્યું કે એ ફિલ્મ માટે એમને પોતાનું વજન ઘટાડયું હતું અને સાઈઝ ઝીરો થઈ ગઈ હતી એટલે એ પોતાના નવા લુક સાથે કેમેરા પર આવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી કારણ કે એમને લાગી રહ્યું હતું કે એનાથી એમનું કરિયર અને જિંદગી બંને બદલાઈ જશે.

image source

કરીનાએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે શાહિદે જ એમને જબ વી મેટમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી અને સ્ક્રીપટ વાંચવાની સલાહ આપી હતી. કરીનાએ જણાવ્યું કે શાહિદે મને સ્ક્રીપટ સાંભળવાનું કહ્યું. એમને કહ્યું કે સ્ક્રીપટ ખૂબ જ સરસ છે અને એમના છોકરીનું પાત્ર ખૂબ જ જબરદસ્ત છે અને એમનું કહેવું હતું કે મારે આ રોલ કરવો જોઈએ. કરીનાએ જણાવ્યું કે શાહીદના કારણે જ આ પ્રોજેકટ મેં કર્યો અને આ ફિલ્મ દરમિયાન કામ કરતી વખતે અમારું બ્રેકઅપ પણ થઈ ગયું.

image source

કરીનાએ બ્રેકઅપ વિશે વાત કરતા કહ્યું કે ભાગ્યને આ જ મંજુર હતું. કરીનાના મત અનુસાર જ્યારે નસીબના પોતાના પ્લાન્સ હોય છે તો જિંદગી એ તરફ જ વળાંક લે છે. જબ વી મેટ અને ટશનના મેકિંગ દરમિયાન ઘણું બધું થયું અને અમારી જિંદગી બદલાઈ ગઈ. પછી અમે અમારા સંબંધને બદલવાનો નિર્ણય કર્યો.

image source

કરીનાએ આ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે ટશન ફિલ્મે એમની જિંદગી બદલી નાખી અને જબ વી મેટે એમનું કરિયર. કરીનાએ કહ્યું કે “મારા માટે એ વખતે પર્સનલી અને પ્રોફેશનલી બધું હેન્ડલ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું. જો તમે જોશો તો ફિલ્મમાં જેન ગીતની જિંદગી સેકન્ડ હાફ પછી બદલાઈ જાય છે એવુ જ મારી જિંદગીમાં ફિલ્મ બનતી હતી ત્યારે થયું..

image source

કરીના કપૂર પોતાની ફિલ્મ જબ વી મેટ અને ટશનને પોતાની જિંદગી અને કરિયરની સૌથી ખાસ ફિલ્મ માને છે. અભિનેત્રીના કહેવા અનુસાર જબ વી મેટ ફિલ્મે જ્યાં એમનું કરિયર બદલી નાખ્યું તો બીજી બાજુ ટશનના સેટ પર કરીનાની સૈફ અલી ખાન સાથે મુલાકાત થઈ જેનાથી એમની આખી જિંદગી બદલાઈ ગઈ. ટશન ફિલ્મે મારી જિંદગી બદલી નાખી હતી કારણ કે ફિલ્મ દ્વારા હું મારા લાઈફ પાર્ટનરને મળી.

image source

તમને જણાવી દઈએ કે ફિલ્મ જબ વી મેટ સિનેમાઘરોમાં વર્ષ 2007માં રિલીઝ થઈ હતી પણ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ કરીના કપૂર અને શાહિદ કપૂરના સંબંધો ખરાબ થવા લાગ્યા હતા. એ ફિલ્મ પછી કરીનાએ ટશન ફિલ્મમાં કામ કર્યું આ ફિલ્મમાં એમની સાથે સૈફ અલી ખાન અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પછી સૈફ અલી ખાન અને કરીના કપૂર એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. કરીના અને સૈફએ વર્ષ 2012માં લગ્ન કરી લીધા હતા અને વર્ષ 2016માં કરીનાએ તૈમુરને જન્મ આપ્યો. તો શાહિદ કપૂરે વર્ષ 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક દીકરી મિશા અને દીકરો જૈન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ