ભારતના વીર શહિદની પત્નીને યુવાનો તરફથી આપવામાં આવ્યું 10 લાખ રૂપિયાનું ઘર ! હથેળી પર પગ મુકાવી કરાવ્યો ગૃહપ્રવેશ ! હૃદયદ્રાવક વિડિયો જુઓ !

જબ દેશ મેં થી દીવાલી, વોહ ખેલ રહે થે હોલી,
જબ હમ બૈઠે થે ઘરો મેં, વોહ જેલ રહે થે ગોલી

થે ધન્ય જવાન વો અપને, થી ધન્ય વોહ ઉનકી જવાની
જો શહીદ હૂએ હૈ ઉનકી, ઝરા યાદ કરો કુરબાની

ભારતીય સૈન્ય દેશ માટે જે કરી રહ્યું છે તેનો બદલો કોઈ પણ રીતે વાળી શકાય નહીં. ભલે તેમનો પગાર પણ દસ ગણો કરી નાખવામાં આવે તો પણ તેમનું દેશ પર અને દેશના નાગરિક પર હંમેશા લેણું રહે જ છે. કારણ કે તેઓ પોતાના જીવના જોખમે દેશની તેમજ દેશમાં વસતા નાગરીકોની રક્ષા કરે છે.

જ્યારે એક જવાન સરહદ પર કે પછી દેશની અંદર જ ફરજ બજાવતા શહીદ થાય છે ત્યારે તે એકલો નથી મરતો પણ તેનું આખું કુટુંબ મરી જાય છે કારણ કે તે કોઈનો વહાલ સોયો દીકરો હોય છે તો કોઈનો પ્રેમાળ પતિ હોય છે તો કોઈનો પિતા હોય તે એક કુટુંબનો આધાર સ્તંભ હોય છે. માટે જ તેમના માટે આપણે જેટલું કરીએ તેટલું ઓછું હોય છે.

તાજેતરમાં જ એક અત્યંત લાગણીભર્યો કીસ્સો બની ગયો. વાત છે મધ્ય પ્રદેશના ઇંદોર જિલ્લાના દેવાલપુર નજીકના પીરપીપલિયા ગામની. અહીંશહીદ મોહનલાલ સુનેરનું ઘર આવેલું છે. રક્ષાબંધનના દિવસે અહીં એક સુંદર, માનવતાથી તરબતર દ્રશ્ય જોવા મળ્યું હતું.

આસપાસના 15 ગામના યુવાનોનું એક ટોળુ તીરંગો લઈ દેશભક્તિના ગીતો ગાતા આ શહીદના ઘરે તેની વિધવા પત્નીના હાથે રાખડી બંધાવવા પહોંચી ગયા અને ખાસ કરીને તેમણે આપેલું વચન પુરુ કરવા માટે તેઓ આવ્યા હતા.

મધ્યપ્રદેશના મોહનલાલ સુનેર 1992ના ડીસેમ્બર મહિનામાં ત્રિપુરામાં ઉગ્રવાદીઓ સાથે લડતાં-લડતાં શહીદ થઈ ગયા હતા. તેમના અચાનક મૃત્યુથી આખાએ કુટુંબ પર આભ તૂટી પડ્યું હતું. આખુએ કુટુંબ મનથી તો ભાંગી જ પડ્યું હતું પણ ધનથી પણ કંગાલ થઈ ગયું હતું. તે વખતે સરકાર તરફથી તેમને કોઈ જ મદદ નહોતી આપવામા આવી. બે બાળકોની આ વિધવાએ કેમે કરીને દીકરાઓને મોટા કરવાના હતા પણ આર્થિક તંગીના કારણે તે અત્યંત મુશ્કેલ થઈ ગયું હતું.

પણ તેમને આર્થિક સંકટમાંથી બહાર લાગવવા માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું જે હતું વન ચેક ફોર શહીદ. જે મોહન નારાયણ ગિરીની પ્રેરણાથી ચલાવવામાં આવ્યું હતું. ભેગા થયેલા રૂપિયામાંથી શહીદની એક પ્રતિમા અને તેની વિધવા પત્ની અને બન્ને બાળકોના રહેવા માટે એક ઘર બનાવવામાં આવ્યું.

પહાડ જેવી તકલીફોનો સામનો કરીને માતાએ બન્ને બાળકોને મોટા કર્યા તેમાંનો મોટો દીકરો રાજેશ પિતાના પગલે ચાલ્યો અને બીએસએફમાં ભરતી થઈ ગયો. જ્યારે નાનો દીકરો માતા સાથે રહ્યો. તેમના પતિ શહીદ થયા તે વખતે તેમનો મોટો દીકરો માત્ર ત્રણ જ વર્ષનો હતો અને નાનો તો હજી તેણીના ગર્ભમાં જ હતો.

આજે તેમના શહીદ પતિની પ્રતિમા પીર પીપલ્યાના મુખ્ય માર્ગ પર લગાવવામાં આવી રહી છે જ્યારે. લોકો દ્વારા મળેલા ચેકમાંથી તેમની માટે યુવાનોએ 10 લાખ રૂપિયાનું ઘર બનાવડાવ્યું છે જેમાં તેણીનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. પણ આ ગૃહ પ્રવેશ કોઈ સામાન્ય ગૃહ પ્રવેશ નહતો આ એક અત્યંત સમ્માન જનક ગૃહપ્રવેશ હતો !

આ યુવાનોએ વિધવાનો ગૃહ પ્રવેશ તેમીને પોતાનીની હથેળી પર પગ મુકીને કરાવડાવ્યો હતો અને સાથે શહીદ “મોહનલાલ અમર રહે ! અમર રહે !”ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ખરેખર આ વિડિયો જોઈને તમારું હૃદય ભરાઈ આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ