શાહિદ અને મીરાના બાળકોના નવા ફોટોઝ મચાવી રહ્યા છે ધૂમ, દીકરો જૈન કોના જેવો લાગે છે તમે જ જોઈને કહેજો…

ફિલ્મી ખબર રાખવાવાળા ફેન્સને યાદ હશે કે થોડા મહિનાઓ પહેલાં જ શાહિદ કપૂર એક પુત્રનો પિતા બન્યા છે. તેનું નામ રાખ્યું છે જૈન. આ નવજાત શીશુ જૈનની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી હોય છે. તાજેતરમાં, મીરા રાજપૂતે સોશિયલ મીડિયા પર તેના બે બાળકોના ફોટોઝ શેર કર્યા હતા. શાહિદના ફેન્સ માટે એ જોવા ગમશે કેમ કે તેમના બંને બાળકો પહેલી વાર એક જ ફ્રેમમાં દેખાયાં છે. આ ફોટો ખૂબ જ સુંદર છે.


ફોટોમાં, મોટી બહેન મીશા તેના નાના ભાઈ જૈન સાથે રમી રહી છે. બંને ભાઈ-બહેનનું બંધન આ ફોટોમાં અદભૂત લાગે છે. ફોટો શેર કરીને, મીરાએ કૅપ્શનમાં લખ્યું છે: ‘ZIZI, મેં તમારા ટી-શર્ટ પહેરવાનું નક્કી કર્યું કારણ કે તે હજી પણ તમારા માટે થોડું વધારે મોટું છે. જો તે મને બરોબર થઈ જશે, તો મને લાગે છે કે હું તેને રાખી લઈશ.’ આ ક્યુટ ફોટો અને તેના પર લખાયેલા મેસેજને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેને દોઢ લાખથી વધારે લાઈક્સ મળ્યા છે.

Limited edition, baby.

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on


મીરા રાજપૂત અને શાહિદ કપૂરને ગયા ડિસેમ્બરમાં બીજું બાળક જૈન જન્મ્યો હતો. તેમણે દીકરો છ મહિનાનો થયો ત્યારે જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. વર્ષ ૨૦૧૫માં તેમના લગ્ન થયાં ત્યારે મીરાની ઉમર માત્ર ૨૧ વર્ષ હતી અને આજે તે બે બાળકોની માતા તરીકે ખૂબ જ ખુશ છે તેવું તેની આ ફોટો પોસ્ટ પરથી જણાઈ આવે છે.

Grateful for the year that made us complete ✨ Happy New Year

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

શાહિદ અને મીરા વચ્ચે ૧૩ વર્ષનો ફરક છે. તેમના લગ્નની ચર્ચામાં આ બબતે ખૂબ જોર પકડ્યું હતું. આજે મીશા અને જૈન જ્યારે પણ તેના સ્ટાર પેરેન્ટ્સ સાથે બહાર નીકળે છે ત્યારે મીડિયા કેમેરા આ સ્ટાર પોપ્યુલર કિડ્સના ફોટોઝ લેવાનું ચૂકતાં નથી. મીરા એક સમજૂ માતા અને કાળજી લેતી પત્ની તો છે પણ એક બિન્દાસ વિચારોવાળી સ્ત્રી પણ છે. તેથી તેઓ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો મૂકવામાં જરા પણ સંકોચ કરતી નથી.
તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું એવી મા નથી કે બાળકો સાથે દિવસમાં માત્ર એકાદ કલાક વિતાવે…

Growing up too fast! 🎀

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on


હું મારા બાળકોને એવી ઉછરણી આપીશ જેથી તેઓ ઘરેથી જ એ બધું જ શીખે જે હું એમને શીખવાડવા ઇચ્છું છું. મીશા અને જૈન ભવિષ્યમાં બોલિવૂડનો રસ્તો પકડશે કે નવી દુનિયા બનાવશે તેઓ વખત જ કહેશે પણ તેમના ફોટો પોસ્ટ જોઈને આ ક્યુટ બચ્ચાઓને રમાડવાનું ચોક્કસ મન થઈ જાય તેવું છે.