જલ્સા કરોને જેંતીલાલ

જાણો એવુ તો શું છે શાહિદ કપૂરના આ શૂઝમાં, ખબર છે તમને?

શાહિદ કપૂરે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેના શૂઝની કિંમત જ સમગ્ર હેડલાઇન્સમાં મોખરે ચમકી રહી હતી.

image source

શાહિદ કપૂર બોલિવૂડ અભિનેતા અને મોડલ છે. તેણે મ્યુઝિક વીડિયો અને જાહેરાતમાં કામ કરીને પોતાની કારકિર્દી શરૂ કરી હતી. શાહિદ કપૂરે સૌ પ્રથમ સુભાષ ઘાઇની તાલમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે બોલિવૂડમાં કામ કર્યું હતું. શાહિદ કપૂરનો જન્મ 25 ફેબ્રુઆરી 1981 ના રોજ મુંબઈમાં થયો હતો. શાહિદ કપૂર અભિનેતા પંકજ કપૂરનો પુત્ર છે. તેણે 7 જુલાઈ 2015 ના રોજ દિલ્હીની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ આ લગ્ન સંબંધ દ્વારા શાહિદ કપૂર અને મીરા રાજપૂતને પુત્રી મિશા કપૂર અને પુત્ર જૈન કપૂર છે.

image source

શાહિદ કપૂર એવા સ્ટાર્સમાંનો એક છે જે તેના સ્વેગથી લઈને એક્ટિંગ સુધી એકદમ પરફેક્ટ છે. તેમજ તેના પરિવાર માટે બેસ્ટ હસબન્ડ અને બેસ્ટ પપ્પા તરીકે પણ ઓળખાય છે. ગયા વર્ષે રિલીઝ થયેલી શાહિદની ફિલ્મ કબીર સિંહ હિટ સાબિત થઈ હતી. જેમાં તેના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

અભિનયની સાથે કબીર સિંઘ એટલે કે શાહિદ કપૂર પણ તેની ફેશન સેન્સને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. શાહિદ કપૂર પાસે અવનવા સ્ટાઈલિશ શૂઝનું શાનદાર કલેક્શન છે. જેના પર ક્યારેક જ લોકોની નજર પડતી હોય છે. ફરી એકવાર તેના શૂઝ હેડલાઇન્સ પર છવાઈ ગયા છે.

image source

શાહિદ કપૂર પોતાના સ્ટાઇલિશ લુકથી છોકરીઓ તેમજ છોકરાઓના દિલ પર પણ રાજ કરે છે. છોકરાઓ ઘણીવાર તેની સ્ટાઇલની નકલ કરવા માંગતા હોય છે. પછી તે તેનું ક્રોપડ પેન્ટ્સ, એસિમેટ્રિકલ કુર્તા અથવા સ્ટાઇલિશ સનગ્લાસ જ કેમ ન હોય.શાહિદ કપૂરની દરેક વસ્તુ ખૂબ જ સ્ટાઇલિશ હોય છે.આ સાથે, તેના શૂઝના કલેક્શનમાં, તે અગલી ડેડ સ્નીકર્સથી લઈને પ્રિસ્ટાઈન વ્હાઇટ કેનવાસ સુધીના શૂઝ રાખે છે. જેની પર્યાપ્ત કિંમત સારી એવી હોય છે.

બે દિવસ પહેલા જ શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તે એક ક્રિકેટના મેદાનમાં બેઠેલો દેખાય છે. આ તસવીર કદાચ તેની આગામી ફિલ્મની પણ હોઈ શકે છે. પરંતુ અહીં અમારી અને તેના ચાહકોની નજર તેના લાલ રંગના સ્નીકર પર જ ગયું, જે જોવામાં ખૂબ જ લાજવાબ દેખાઈ રહ્યા હતા.

હકીકતમાં, આ શૂઝ રિબૉક કંપનીના ક્લાસિક રેન્જ જિગ કાયનોટિકાનાં છે. જેનો થોડો રંગ નારંગી જેવો છે. જેમાં તેની શૂઝની લેસ વિશેષ ધ્યાન ખેંચી રહી છે. આ નિયોન રંગના શૂઝ જોઈને કોઈ પણનું દિલ તેને પહેરવા માટે લલચાઈ શકે છે.

image source

લાલ રંગના આ ભડકીલા શૂઝની કિંમત ચોક્કસપણે તમને હેરાન કરી મુકશે. હકીકતમાં, આ શૂઝની કિંમત 9,874 છે એટલે કે પુરા દસ હજાર રૂપિયા છે. આ સ્ટાઈલિશ શૂઝ માટે તમારે તમારા ખિસ્સામાંથી આશરે દસ હજાર રૂપિયા ખર્ચવા પડે તેમ છે. જે એક સારી એવી મોટી રકમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version