જલ્સા કરોને જેંતીલાલ

મહેલથી ઓછો નથી શાહિદ કપુરનો ૫૬ કરોડનો બંગલો, કેવો શાનદાર છે અંદરથી જુઓ તસવીરો…

મહેલથી ઓછો નથી શાહિદ કપુરનો ૫૬ કરોડનો બંગલો, કેવો શાનદાર છે અંદરથી જુઓ તસવીરો…


આલકાલ ફરીથી શાહિદ કપૂરનું નામ ચર્ચાઓમાં ચડ્યું છે. તેમની ફિલ્મ કબીર સિંઘે અપાર સફળતા મેળવી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસમાં ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. લોકો તેને બંને રીતે ચર્ચામાં લાવી રહ્યા છે. કેટલાંક તેને વખાણે છે તો કેટલાંક તેને વખોડી પણ રહ્યા છે. યુવાનોમાં તેનો ક્રેઝ વધતો ચાલ્યો છે. આ ફિલ્મની રિલિઝ પછી વર્ષો બાદ શાહિદ કપૂર ફરીથી ટોપના એકટર્સની હરોળમાં મૂકાઈ ગયા છે. તેમના ફેન્સ દરેક સ્ટાઈલને ફોલો કરે છે પછી ભલે તે હેર સ્ટાઈલ હોય કે ગોગલ્સની ફ્રેમ હોય… આજે અમે આપની માટે શાહિદ કપૂરનું નવું ઘર બતાવવા જઈ રહ્યા છીએ, આ ખરેખર તો ઘરની મહેલથી ઓછો નથી.


શાહિદ કપૂરનું નવું ઘર છે એકદમ આલિશાન…


શાહિદ કપૂરે નવું ખરીદેલું મકાન રૂપિયા ૫૬ કરોડનું છે. જે મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલું છે. શાહિદનું આ ઘર ખૂબ જ મોંઘું છે અને તેમાં તેણે ખૂબ ચર્ચા પણ કર્યા છે. આપને જણાવીએ કે શાહિદ ઘણાં સમયથી એક સુંદર ઘરની શોધમાં હતો પરંતુ તેને યોગ્ય પસંદનું ઘર મળતું જ નહોતું. જૂહુમાં આવેલ આ મકાન જોતાંવેંત તેને ગમી ગયું અને તેણે નિર્ણય કર્યો કે ગમે તે કિંમતે આ ઘર ખરીદવું જ છે. આ બંગલો એટલો સુંદર છે કે તેને જોઈને તમે પણ ખુશ થઈ જશો…

શાહિદ અને મીરાએ આ બંગલામાં મિત્રો સાથે રાખી હતી પાર્ટી…


શાહિદ કપૂરે તેના અનેક બોલિવૂડ મિત્રો સાથે મળીને આ નવા બંગલા ઉપર પાર્ટી રાખી હતી. આ પાર્ટી બાદ અનેક સેલિબ્રિટી મિત્રોએ તેના ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. શાહિદ અને મીરા રાજપૂત પણ સોશિયલ મીડિયામાં તેમના ફોટોઝ અવારનવાર શેર કરતાં હોય છે. અગાઉ તેમણે પોતાના બંને બાળકોના ફોટોઝ શેર કર્યા હતા જે પણ ફેન્સ લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. આ વખતે તેમનો શાનદાર બંગલો ચર્ચામાં છે.

કેવું છે આ નવું ઘર…


સિ – ફેસિમ્ગ વર્લિ જૂહુમાં આવેલ તેમનું આ નવું ઘર… ૮૬૨૫ ક્વેરફિટમાં વિસ્તરેલું ડ્યુપેક્સ એપાર્ટમેન્ટ છે. જે અંદરથી પણ ખૂબ જ સુંદર છે. ખરેખર તો પહેલાં પતિ તરીકે અને ત્યાર બાદ પિતાના રૂપમાં જીવન માણી રહેલા શાહિદ કપૂરે બીજા સંતાન બાદ મોટું ઘર લેવાનું નક્કી કરી લીધું હતું. દરેક વ્યક્તિની ઇચ્છા અને સપનું હોય છે આવું ખૂબસૂરત મહેલ જેવું મકાન… તસ્વીર જોઈને ખુશ થઈ જવાય તેવું છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version