સ્ટેડિયમમાં બધા ક્રિકેટરોને પછાડી મુકે તેવો રમ્યો શાહિદ કપૂર, જોઇ લો VIDEOમાં તમે પણ…

શાહીદ કપૂરે સ્ટેડિયમમાં માર્યા છક્કા અને ચોગ્ગા ! વિડિયો થઈ રહ્યો છે વાયરલ

ફિલ્મ કબીર સિંહથી ફરીવાર શાહીદ કપૂરે પોતાની એક્ટિંગ કેરિયરને એક જોરદાર પુશ આપ્યો છે અને આજે તેની લોકપ્રિયતા આસમાન આંબી રહી છે. હાલ તે ફિલ્મ જર્સીમાં કામ કરી રહ્યો છે અને તેમાં પણ તેની અન્ય ફિલ્મોની જેમ પોતાનો જીવ રેડી રહ્યો છે અને આ જ ફિલ્મને લગતો એક વિડિયો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

image source

આ વિડિયોમા શાહિદ કોઈ પ્રોફેશનલ ક્રિકેટરની જેમ ક્રીકેટ રમી રહ્યો છે. અને ચોગ્ગા છગ્ગા મારી રહ્યો છે. તેના બોલ સીધા જ સ્ટેડિયમની બહાર જઈ રહ્યા છે. વિડિયોમાં તેણે ક્રીકેટરનો ફુલ યુનિફોર્મ પણ પહેરેલો છે. અને તે વાસ્તવમાં કોઈ પ્રોફેશનલ ક્રીકેટર હોય તેવો લાગી રહ્યો છે. અને તેના ફેન્સને પણ આ વિડિયોમાં તેની બેટીંગ ખુબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

આ વિડિયો શાહિદ કપુરે પોતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કર્યો છે. જેને વારંવાર શેર કરવામા આવી રહ્યો છે અને તેના પર હજારો કમેન્ટ્સ પણ આવવા લાગી છે. અત્યાર સુધીમાં આ વિડિયોને આઠ લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળી ગયા છે.

image source

વિડિયો શેર કરતાં જ શાહિદના નાના ભાઈ ઇશાન ખટ્ટરે તરત જ કમેન્ટ કરી હતી. “Shoooooot.”

image source

તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરના સોશિયલ મિડિયા પર 23.7 મિલિયન એટલે કે 2 કરોડ 37 લાખ ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાના પર્સનલ તેમજ પ્રોફેશનલ ફોટોઝ શેર કરે છે. શાહીદ પોતાની ફિલ્મનું પાત્ર ભજવવા માટે તનતોડ મેહનત કરે છે. કબીર સિંહમાંનું નકારાત્મક પાત્ર ભજવવામાં પણ તેણે ખુબ મેહનત કરી હતી. તેમ છતાં તેણે તે પાત્રની નકારાત્મક પોતાના પર જરા પણ હાવી નહોતી થવા દીધી.

image source

હાલ તે ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સીની રીમેક પર કામ કરી રહ્યો છે. તેણે આ ફિલ્મમાંના પોતાના પાત્રને સંપુર્ણ ન્યાય આપવા માટે તેમજ પોતાના તરફથી કોઈ પણ જાતની ખોટ ન રહે તે માટે ક્રીકેટ કોચિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે અને તેને અવારનવાર ક્રીકેટની પીચ પર જોવામાં આવી રહ્યો છે, કારણ કે આ ફિલ્મમાં તે એક ક્રીકેટરની ભુમિકા ભજવી રહ્યો છે.

image source

કબીર સિંહ કર્યા બાદ જ્યારે શાહિદનો ઇન્ટર્વ્યુ લેવામા આવ્યો ત્યારે તેણે જણાવ્યુ હતું, કે કબીરસિંહ બાદ તે હવે કેવું પાત્ર ભજવવું તેની વિમાસણમાં પડી ગયો હતો. પણ તરત જ તેની પાસે જર્સી ફિલ્મની સ્ક્રીપ્ટ આવી અને તેણે તરત જ તે પાત્ર ભજવવા માટે તૈયારી બતાવી. તે જર્સી ફિલ્મ વિષે જણાવે છે કે કબીર સિંહ વિરુદ્ધ આ ફિલ્મ ખુબ જ પોઝિટિવ અને પ્રેરણાત્મક છે અને આ ફિલ્મમાં તે જે પાત્ર ભજવી રહ્યો છે તેનું અને શાહિદનું વ્યક્તિત્વ એકબીજા સાથે ખુબ જ મેળ ખાય છે.

image source

આ ફિલ્મ સાઉથની ફિલ્મની જ રીમેક છે અને તેનું દીગ્દર્શન પણ મૂળ સાઉથ ઇન્ડિયન ડીરેક્ટર ગૌતમ તિન્નાનાઉરી જ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જર્સિ ફીલ્મનું ઓરિજિનલ વર્ઝન 2019માં જ આવી ગયું છે અને તેમાં સાઉથ ઇન્ડિયન સ્ટાર નાનીએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ હીન્દી ફિલ્મના પ્રોડ્યુસર્સ પણ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જ રહેશે. આ ફિલ્મને અલ્લુ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજુ પ્રોડ્યુસ કરી રહ્યા છે. અને તેની પ્રસ્તુતીની તારીખ 28 ઓગસ્ટ રાખવામાં આવી છે. આ ફિલ્મમાં શાહિદની સાથે મૃણાલ ઠાકુર લીડ રોલમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ