શાહીદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા તે પહેલા આ અભિનેત્રીઓ સાથે રહી ચૂક્યા છે તેના અફેર્સ, વાંચી લો તમે પણ લાંબુ લચક લિસ્ટ

શાહીદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા તે પહેલાં 8 અભિનેત્રીઓ સાથે રહી ચૂક્યા છે તેના અફેર્સ

image source

બોલીવૂડમાં ચોકલેટી હીરોની છાપથી કેરીયર શરૂ કરનાર શાહીદ કપૂર આજે રફ એન્ડ ટફ હીરો બની ગયો છે. ગયા વર્ષે આવેલી તેની ફીલ્મ કબીર સિંઘે તેની એક અલગ જ છાપ પોતાના ફેન્સ સમક્ષ ઉભી કરી છે. શાહીદ કપૂર પોતાના ચાલીસમાં વર્ષમાં પ્રવેશી ગયો છે. શાહીદની એક્ટિંગને અવલ દરજાની ગણવામાં આવે છે.

image source

તમને જણાવી દઈએ કે શાહિદ નીલિમા અજીમ અને પંકજ કપૂરનો દિકરો છે અને પંકજ કપૂરને પણ બોલીવૂડના પીઢ અભિનેતાઓમાં ગણવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે પિતાનો વારસો શાહીદમાં ઉતરે જ. શાહીદે અત્યાર સુધીમાં ઘણી બધી હીટ ફીલ્મો આપી છે. જો કે માતા પિતા ફિલ્મી બેકગ્રાઉન્ડથી હોવા છતાં તેણે ક્યારેય પોતાની કેરીયરમા આગળ વધવા માટે તેમના નામનો સહારો નથી લીધો.

image source

શાહીદે પોતાની કેરીયરની શરૂઆત બોલીવૂડની ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કર્યો હતો. આ ઉપરાંત તેણે કેટલાક પોપ આલ્બમ્સમાં પણ કામ કર્યું છે, જો તમને યાદ હોય તો ‘આંખો મેં તેરા હી ચેહરા’ પોપ સોંગ તેના પર ફિલ્માવવામાં આવ્યું હતું. શાહીદને ફીલ્મોમાં લીડ રોલ ફિલ્મ ઇશ્ક વિશ્કથી મળવાના શરૂ થયા હતા. જે બોક્સ ઓફિસ પર હીટ રહી હતી.

image source

શાહીદ પોતાની એક્ટિંગના કારણે તો ચર્ચામાં રહેતો જ આવ્યો છે પણ તે પોતાના અફેર્સના કારણે પણ હંમેશા ચર્ચિત રહેતો. મીરા રાજપૂત સાથે લગ્ન કરતાં પહેલાં તેના ઘણી બધી અભિનેત્રીઓ સાથે અફેર રહ્યા છે જેમાંથી કેટલાક ગંભીર હતા તો કેટલાક નહોતા.

image source

શાહિદ અને કરીના કપૂરના સંબંધો વિષે બધા જ જાણે છે. તેમનો સંબંધ ઘણો લાંબો સમય ચાલ્યો હતો. તો વળી પ્રિયંકા ચોપરા અને શાહિદના સંબંધો પણ ઘણા ગંભીર રહ્યા હતા. તો ચાલો આજે જાણીએ કે શાહીદના કઈ કઈ હીરોઈનો સાથે સંબંધો રહ્યા છે.

કરીના કપૂર

image source

શાહીદ કપૂરે કરીના કદપૂર સાથે ફિલ્મ ફિદા કરી હતી. 2004માં રીલીઝ થયેલી ફિલ્મ દ્વારા કરીના અને શાહીદ પ્રથમવાર મળ્યા હતા. તે દરમિયાન તેમની વચ્ચે મિત્રતા બંધાઈ અને ધીમે ધીમે તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.

એક રીપોર્ટની માનવામાં આવે તો શાહીદે નહીં પણ કરીનાએ પ્રેમની પહેલ કરી હતી. અને આ કોઈ જ અફવા નહોતી તેઓ ખરેખર એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જેની કેટલીક તસ્વીરો પણ તે વખતે અખબારોમાં પ્રદર્શીત થઈ હતી.

વિદ્યા બાલન

image source

ફિલ્મ કિસ્મત કનેક્શનમાં શાહિદે વિદ્યા બાલન સાથે કામ કર્યું હતું. ફિલ્મના શુટિંગ દરમિયાન તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા અને તેમની વચ્ચે પણ કોઈ સંબંધ છે તેવી અફવાઓ ઉડી હતી. જો કે થોડા સમય બાદ ફરી અફવા ઉડી હતી કે તે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જો કે તેમની જોડી ફેન્સને બીલકુલ પસંદ નહોતી આવી.

અનુષ્કા શર્મા

image source

અનુષ્કા અને અને શાહીદે ફિલ્મ બદમાશ કંપનીમાં 2010માં કામ કર્યુ હતું. તે વખતે તે બન્ને વચ્ચે પણ અફેર હોવાની અફવા ઉડી હતી જો કે તે બન્નેએ ક્યારેય તે વાત વિષે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.

ઋષિતા ભટ્ટ

image source

તમને આગળ જણાવ્યું તે પ્રમાણે શાહીદે પોપ આલ્બમમાં કામ કર્યું છે અને તે જ પોપ સોંગ ‘આંખો મેં તેરા હી ચેહરા’માં તેણે અભિનેત્રી ઋષિતા ભટ્ટ સાથે કામ કર્યું હતું અને તે વખતે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે ત્યાર બાદ થોડા સમયમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. જો કે તેની પાછળનું કારણ ક્યારેય જાણવા મળી શક્યું નથી. આમ ફિલ્મોમાં પ્રવેશતાં પહેલાં જ તે ફરીથી સિંગલ બની ગયો હતો.

સોનાક્ષી સિન્હા

image source

શાહીદ અને સોનાક્ષીએ 2013માં ફિલ્મ આર રાજકુમારમાં કામ કર્યુ હતું. આ એક એક્શન-રોમેન્ટિક ફિલ્મ હતી. તે વખતે શાહીદ અને સોનાક્ષી એકબીજાને ડ઼ેટ કરી રહ્યા છે તેવી અફવાઓનું બજાર ગરમ હતું. પણ ત્યાર બાદ વાત આગળ વધતી જોવા નહોતી મળી.

સાનિયા મિર્ઝા

image source

શાહિદ જ્યારે 2009માં ફિલ્મ કમિનેનું શુટિંગ કરી રહ્યો હતો તે વખતે તેની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથેના અફેરની અફવા ફેલાઈ હતી. જો કે ત્યાર બાદ એવી પણ અફવા ફેલાઈ કે સાનિયા બોલીવૂડ સ્ટાર નહીં પણ કોઈ તેલુગુ સ્ટારને ડેટ કરી રહી છે.

અમૃતા રાવ

image source

શાહિદની પ્રથમ ફિલ્મ ઇશ્ક વિશ્કમાં તેની સાથે લીડ રોલ કરનારી અભિનેત્રી અમૃતા રાવ સાથે પણ શાહીદના સંબંધો રહી ચુક્યા છે. આ બન્નેની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. તેમણે ત્રણ ફિલ્મોમાં એક સાથે કામ કર્યુ હતું.

જેમાં 2005માં આવેલી ફિલ્મ શિખર અને 2006માં રાજશ્રી પ્રોડક્શન હેઠળ બનેલી ફીલ્મ વિવાહનો સમાવેશ થાય છે. તે સમયે આ બન્નેના અફેરની અફવાઓનું માર્કેટ ઘણું ગરમ રહ્યું હતું. જો કે તેઓએ ક્યારેય તેવા કોઈ સમાચારનો સ્વિકાર નથી કર્યો.

પ્રિયંકા ચોપડા

image source

કમીને ફિલ્મમાં પ્રિયંકા શાહીદની કો એક્ટર હતી અને તે દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. ફિલ્મ ઘણી હીટ રહી હતી અને તેમની જોડી પણ લોકોને ખૂબ પસંદ આવી હતી. તેમને ત્યાર બાદ ઘણી બધી વાર એકબીજાની સાથે જોવામાં પણ આવ્યા હતા અને એકબીજાના ઘરે પણ તેમની અવર જવર સતત રહેતી હતી. જો કે ક્યારેય તેમણે પોતાના પ્રેમનો સ્વિકાર નહોતો કર્યો હંમેશા તેને એક મિત્રતા જ ગણાવી હતી.

image source

પણ આ બધા જ અફેર્સને પાછળ છોડતાં 2015માં શાહીદે પોતાનાથી 12 વર્ષ નાની દીલ્લીની મીરા રાજપૂત સાથે એરેન્જ મેરેજ કરી લીધા હતા. શાહીદે જ્યારે એરેન્જ મેરેજ કર્યા ત્યારે લોકોને ઘણું આશ્ચર્ય છતું હતું. આ બન્નેની મુલાકાત રાધા સ્વામી સતસંગ દરમિયાન થઈ હતી અને તે બન્નેના કુટુંબે તેમનો આ સંબંધ નક્કી કર્યો હતો.

image source

આજે આ બન્નેને બે બાળકો છે અને લગ્ન બાદ તેમની વચ્ચેનું બોન્ડિંગ અવારનવાર જોવા મળે છે જે દર્શાવે છે કે તેમના સંબંધો કેટલા મજબૂત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ