જલ્સા કરોને જેંતીલાલ

એક ભાઈના શહીદ થવા પર મળ્યા બીજા ૧૦૦ ભાઈઓ, આવી અનોખી વિદાઈ તમે જોઈએ છે ક્યારેય?

શહીદ કમાંડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનના લગ્નમાં તેમના સાથે ગરુડ કમાંડો પણ શામેલ થયા. ગામની પરંપરા અનુસાર, હથેળીઓ જમીન પર રાખીને બહેનને ઘરથી વિદા પણ કરી. જણાવવાવામાં આવી રહ્યુ છે કે વાયુસેનાની આ ટીમમાં ૧૦૦ ગરુડ કમાંડો હતા. જ્યોતિને ગણતંત્ર ના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અશોક ચક્રથી સમ્માનિત કર્યા હતા. તે કાશ્મીર ના બાંદીપુરામાં આતંકીઓ સામે લડતા શહીદ થઈ ગયા હતા.

બિહારના બદિલાડીહમાં પાછલા દિવસો નિરાલાની બહેન શશિકલાના વિવાહ પાલી રોડના સુજીત કુમાર સાથે થયા. પિતા તેજનારાયણ સિંહે જણાવ્યુ કે આ પળ મારા માટે યાદગાર બની ગઇ. આખા લગ્નમાં ગરુડ કમાંડો એ દિકરાની કમી મહેસુસ ના થવા દીધી. હું બધાનો આભારી છુ.

લડાઈમાં સાથીઓને બચાવ્યા

જ્યોતિ પ્રકાશ નિરાલા એ બાંદીપુરા એન્કાઉન્ટમાં બે આતંકીઓને મારી પાડ્યા હતા. તેમાં લશ્કર કમાન્ડર લખવીનો ભત્રીજો ઉબૈદ ઉર્ફ ઓસામા અને મહેમૂદ ભાઈ શામેલ હતા. તેમણે આ દરમિયાન પોતાના ઈજાગ્રસ્ત સાથીઓનો પણ બચાવ કર્યો હતો. શહીદ નિરાલાના પિતા તેજનારાયણ સિંહે ગરુડ કમાંડોની આ ટીમને પ્રતિ પોતાનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે મારા ઘરે આવેલા જવાન મારી નિરાલા જેવા જ હતા. શશિકલાના લગ્ન પાલીરોડ ડેહરી નિવાસી ઉમાશંકર યાદવના પુત્ર સુજીત કુમાર સાથે થયા. લગ્નના તમામ આયોજનમાં વાયુસેનાના જવાનો એ આગળ વધીને ભાગ લીધો.

જણાવી દઈએ કે નિરાલા ચાર બહેનોના એક માત્ર ભાઈ અને પરિવારનો એક માત્ર આશરો હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ ગણતંત્ર દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિરાલાને મરણોપરાંત અશોક ચક્રથી સમ્માનિત કર્યા હતા.

કાશ્મીરના બાંદીપુરામાં આતંકીઓ સાથે લડતા શહીદ થયા હતા નિરાલા બે ખૂંખાર આતંકીઓ ઉબૈદ ઉર્ફ ઓસામા અને મહેમૂદ ભાઇને ઠાર કર્યા હતા નિરાલા એ પોતાના જખ્મી સાથીઓને પોતાના જીવ પર રમીને બચાવ્યા હતા

ગણતંત્ર દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વાયુસેના ના શહીદ ગરુડ કમાંડો જ્યોતિ પ્રકાશ નિરાલાને શાંતિ કાળના સર્વોચ્ચ સમ્માન અશોક ચક્રથી સમ્માનિત કરશે.

કમાંડો જ્યોતિ કાશ્મીરના બાંદીપુરામાં આતંકીઓ સાથે લડતા શહીદ થઈ ગયા. શહીદ થયા પહેલા વાયુસેના ના આ જવાને બે ખૂંખાર આતંકીઓને ઠાર કરી દીધા હતા. આ આતંકીઓમા લશ્કર કમાન્ડર લખવીનો ભત્રીજો ઉબૈદ ઉર્ફે ઓસામા અને મહેમૂદ ભાઈ શામેલ હતા. આ જ નહિ નિરાલા એ પોતાના ઈજાગ્રસ્ત સાથીઓને પોતાના જીવ પર રમીને બચાવ્યા.

વાયુસેના ના અા કમાંડો તરફથી તેમની પત્ની આ સમ્માન પ્રાપ્‍ત કરશે. વાયુસેનાને અનુસાર આ ફોર્સના ગર્વની પળ છે જ્યારે તેના ગરુડ કમાંડોને અશોક ચક્રથી સમ્માનિત કરવામાં આવી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version