સ્વાદિષ્ટ ડીશ ભૂલ્યા વગર નોંધી લે જો….

” શાહી હરીયાલી કબાબ “

મિત્રો આજ હું લાવી છું સૌની મનપસંદ વાનગી. નામ સાંભળીને જ તમારા મોં મા પાણી આવી જશે.આપણે રેસ્ટોરાં મા જઈએ સહુથી પહેલા ચટપટા સ્ટાર્ટર્સ જ ઓર્ડર કરીએ.બાળકો થી લઈને વડિલો સહિત બધાના મન પસંદ હોય છે.રેસ્ટોરાં મા મળતા એ જ મોંઘાં મોંઘા સ્ટાર્ટર હવે તમે ઘરમાં બનાવી તમારા પરિવારના સભ્યોને અને મહેમાનો ને ખુશ કરી શકો છો. તો ચાલો આજે હું તમને એક એવા સરસ સ્ટાર્ટર ની રેસીપી આપુ છું જેનુ નામ છે.
તેના માટે સામગ્રીમા શુ શુ જોઈશે એ પણ નોંધી લો.

સામગ્રી —

ગ્રીન પેસ્ટ માટેની સામગ્રી—

 • 100 ગ્રામ બ્લાન્ચ કરેલી પાલક,
 • 50 ગ્રામ બાફેલા તાજા લીલાં વટાણા,
 • 3-ચમચી કોથમીર -ફુદીનાની પેસ્ટ,
 • 2 લીલાં મરચાં ,
 • આદુ એક નાનો ટુકડો,
 • 4 લસણ ની કળી.

રીત —

1) સહુ પ્રથમ પાલક ને બ્લાન્ચ કરી લો.વટાણા પણ બાફી લો.2) એક કડાઈમા એક નાની ચમચી તેલ મૂકી ચણાનો લોટ શેકી લો. હવે એને ઠંડો થવા દો.3) 1 મોટી ડુંગળી સ્લાઈસ કરીને એક કડાઈ મા એક થી બે ચમચી તેલ મા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી.4) તે ઠંડી પડે એટલે તેને ઉપર ની બધી સામગ્રી સાથે મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવી લો.

** કબાબ બનાવવા ની રીત —

 • 3 મિડિયમ સાઈઝ બાફેલા બટેટા નો માવો ,
 • 100 ગ્રામ પનીર ,
 • 1 નાની વાટકી ચણાનો લોટ શેકેલો,
 • 1 નાની વાટકી બ્રેડ ક્રમ્બ્સ .

**મસાલા—

 • 1 ચમચી ચાટ મસાલો,
 • 1 ચમચી આમચૂર ,
 • નમક સ્વાદ મુજબ ,
 • 1 ચમચી કાજુ બારીક સમારેલા.

રીત—
5) બટાટા બાફીને તેને છૂંદીને માવો બનાવી લો.6) પનીર ખમણી લો. 7) એક મોટા બાઉલમાં બટેટાનો માવો ,ગ્રીન પેસ્ટ, ચણાનો લોટ,ખમણેલુ પનીર, બ્રેડ ક્રમ્બ્સ નાખો8) હવે કાજુનો કતરણ,અમચૂર,ચાટ મસાલો,નમક નાખી મિક્સ કરી લેવુ. જો માવો ઢીલો લાગે તો વધુ બ્રેડ ક્રમ્બ્સ નાખી શકાય. મે અહી મોલ્ડ દ્વારા આકાર આપ્યો છે. તમે એને તમને મનગમતા આકારમાં કબાબ વાળી શકો છો.9) હવે કબાબને બ્રેડ ક્રમ્બ્સ મા રગદોળી લો.
10) હવે વાળલા કબાબ ઉપર એક કાજુ લગાવીને પેન મા ઘી તેલ મિક્સ કરીને બન્ને બાજુ થી ગોલ્ડન શેકી લો.તૈયાર છે સહુને ભાવતા ચટપટા શાહી હરીયાલી કબાબ.તમે ચાહો તો ઉપર ચાટ મસાલો છાંટી શકો છો. હવે તૈયાર કબાબ ને લીલી ચટણી અને ઓનિયન લચ્છા અને તમારા પસંદગી ના સલાડ સાથે ગરમા ગરમ પીરસો.

 • નોંધ- ધ્યાનમા રાખવાની બાબત.
 • પાલક અને વટાણાને બાફીને પાણી એકદમ નિતારી લેવુ. પાલક ને હાથ વડે દબાવી નિતારી લેવી.જો પાણીનો ભાગ રહી જશે તો માવો ખૂબજ ઢીલો થશે અને ચણાનો લોટ અથવા બ્રેડક્રમ્બ્સ વધુ નાખવો પડશે.જેનાથી સ્વાદ પર અસર પડી શકે.
 • આમા આપણે પાલક અને વટાણા લીધા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા છે.બાળકો મોટા ભાગે પાલક નથી ખાતા તો આ રીતે પેસ્ટ ફોર્મ મા હોઈ તેઓને ખવડાવી શકીએ.ચણાનો લોટ છે જેમા પ્રોટિન હોય છે.આને શેલો ફ્રાય કરીએ છીએ.એટલે તળેલી વાનગીઓ જેટલી હાનીકારક નથી.ડાયેટ કરનારા લોકો પણ આરામથી ખાય શકે છે.તો મિત્રો તમે જરુર બનાવશો. અને હા તમારા ફીડબેક આપવાનુ ભૂલતા નહી હો. ફરીથી આવીશ એક નવી ઈન્ટરેસ્ટિંગ વાનગી લઈને. ત્યા સુધી બાય.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી