જલ્સા કરોને જેંતીલાલ

માલદીવથી સલમાનની આ અભિનેત્રીએ શેર કરી બોલ્ડ તસવીરો, ફેન્સ પહેલી નજરમાં તો ઓળખી પણ ન શક્યાં

સલમાન ખાન સાથે ફિલ્મ ‘જય હો’ માં જોવા મળી ચૂકેલી અભિનેત્રી ડેઝી શાહ હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે. ડેઝી શાહ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સતત ફોટા અને વીડિયો શેર કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.

તસવીરોમાં ડેઝી શાહ બીચ પર અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી બીચ પર બિકીનીમાં પોઝ આપી રહી છે. જો કે, તસવીરોમાં ખાસ વાત એ છે કે અભિનેત્રીનો ચહેરો ટોપીમાં છુપાયેલો છે, જેનાથી તેમને ઓળખવામાં મુશ્કેલી પડે છે.

આ તસવીરોમાં ડેઝી શાહ બ્લેક કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ તસવીરો શેર કરી અને લખ્યું, “જાદુમાં વિશ્વાસ કરો.” અભિનેત્રી ડેઝી શાહની આ તસવીરો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ તસવીરોમાં ડેઝી શાહ સફેદ કલરના આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, અરાજકતા ઉપર શાંતિને પસંદ કરો.

ડેઝી શાહના કામ વિશે વાત કરીએ તો ‘જય હો’ સાથે બોલિવૂડમાં પગ મૂકનાર અભિનેત્રી હેટ સ્ટોરી 3 અને રેસ 3 માં પણ જોવા મળી છે. આ સિવાય ડેઝી શાહ તેના ડાન્સ માટે પણ જાણીતી છે. ડેઝી શાહ હંમેશાં તેના ડાન્સ વીડિયો શેર કરે છે જે અપલોડ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે.

ઉલ્લેખનીય છે કે બહુ ઓછા દર્શકોને એ બાબતની જાણ છે કે ડેઝી શાહ અભિનેત્રી હોવાની સાથોસાથ એક સારી ડાનવ્સર પણ છે. પરંતુ એક ડાન્સરથી અભિનેત્રી બનવા સુધીની સફર બિલકુલ સરળ નહોતી. એ ગ્લેમરના વિશ્વની જૂની ખેલાડી હોવા છતાં બોલિવૂડના ચલકચલણથી પરિચિત નહોતી. આ સંજોગોમાં સદ્ભાગ્યે એને સલમાનનો સાથ સાંપડયો. લાંબા સમયથી એ સલમાન સાથે સંકળાયેલી છે.

દેશના એક સહુથી મોટા સુપરસ્ટારની મદદથી એ હવે ઝડપભેર બોલિવૂડમાં સ્થાન મજબૂત કરતી જાય છે. એની સલમાન સાથેની છેલ્લી રેસ-થ્રી ભલે નિષ્ફળ ગઈ હોય પણ એનું કામ બધાએ વખાણ્યું હતું. ડેઝી ખુલ્લો એકરાર કરે છે કે સલમાન એનો મેન્ટર છે અને એના સલાહ-સૂચન વગર એ એક ડગલું સુધ્ધાં નથી માંડતી. ડેઝી કહે છે કે સલમાનની પર્સનાલિટી જ એવી છે કે એ એને નૃત્ય શીખવવા માગે તો પણ એ શક્ય નથી. ડાન્સ શો હોય કે અન્ય કોઈ કાર્યક્રમ સલમાન પોતાની પર્સનાલિટીકાર્યક્રમમાં ઉમેરે છે અને શોને પોતાનો કરી નાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version