પહેલા પગારે તાજ મહેલ જોવા ગયો હતો શાહરુખ – એટલી કરકસર કરતો હતો કે લસ્સીમાં પડેલી માખીને હટાવીને લસ્સી પી જતો હતો
શાહરુખ ખાન બોલીવૂડનો કિંગ ખાન એટલે કે બાદ્શાહ કહેવાય છે. તેણે જીવનમાં ઘણી સફળતા મેળવી છે અને તેના માટે તેણે ઘણી બધી મહેનત પણ કરી છે. હાલ તે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ નથી કરી રહ્યો પણ અમિતાભ- રનબીર – આલિયા અભિનિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં તે એક ખાસ પાત્રમાં જોવા મળશે જેની તેના ફેન ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.
આવનારા વિકેન્ડમાં સ્ટાર પ્લસ પર આવતા શો ડાન્સ પ્લસ 5માં શાહરુખ ખાનની ખાસ મહેમાન તરીકે હાજરી જોવા મળશે. અને આ શો દરમિયાન તેણે પોતાની અજાણી વાતો વિષે કેટલાક ખુલાસા કર્યા છે.
તેણે આ શોમાં જણાવ્યું હતું કે તેણે પોતાની પ્રથમ સેલેરીમાંથી મળેલા પૈસાથી તાજ મહેલની મુલાકાત લીધી હતી.
શાહરુખ ખાન 26મી જાન્યુઆરી માટેના ખાસ શોમાં હાજરી આપશે. તેણે ત્યાં લગભગ 6 કલાક સુધી શૂટિંગ કર્યું હતું. આ અવસર પર તેણે બંધ ગળાની સફેદ શેરવાની અને સલવાર પહેર્યા હતા જેમાં તે ઘણો આકર્ષક લાગી રહ્યો હતો.
આ શો દરમિયાન થતી નાની-નાની વાતો દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેની પોતાની પ્રથમ આવક 50 રૂપિયાની હતી અને તે 50 રૂપિયામાંથી તે તાજ મહેલ જોવા પહોંચી ગયો હતો.
તેણે પોતાના આ પ્રવાસ વિષે જણાવ્યું હતું કે ટ્રેનનું ભાડુ કાઢ્યા બાદ તેની પાસે વધારે પૈસા નહોતા બચ્યા તે તેમાંથી ત્યાં મળતી જાણીતી ગુલાબી લસ્સી જ પી શકે તેમ હતો. પણ તેણે જ્યારે લસ્સી લીધી તો તેમાં એક મધમાખી પડી ગઈ હતી.
પણ રૂપિયા તો ખર્ચાઈ ગયા હતા માટે તે લસ્સી તો જવા દે તેમ હતો નહીં માટે તેણે મધમાખી બાજુ પર કરીને લસ્સી તો પી જ લીધી.
તમને જણાવી દઈએ કે ડાન્સ પ્લસ 5ના રીપલ્બીક ડે સ્પેશિયલ પર શાહરુખ ખાનને ટ્રીબ્યુટ આપતું 20 મિનિટનું ડાન્સ પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું. જેમાં શાહરુખના સુપરહીટ ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શો દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે જ્યારે 95 વર્ષનો થઈ જશે ત્યારે પણ તે પોતાના ગમતા સોંગ છૈયા છૈયા પર ડાન્સ કરશે અને તે પણ ટ્રેનની છત પર ભલે પછી વ્હીલચેરમાં બેસીને કરવો પડે અને તે વખતે તે રેમોને પણ પોતાની સાથે લઈ જશે.
તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ટ્વીટર પર પોતાના ફેન્સના કેટલાક પ્રશ્નોના ઉત્તર આજકાલ આપી રહ્યો છે. જેમાં તેના ટકોરા બંધ જવાબો તેના ફેન્સનું દીલ જીતી રહ્યા છે.
આ સવાલ-જવાબમાં એક ફેને પુછ્યું કે તમારા મન્નત બંગલોના એક રૂમમાં રહેવાના કેટલા થશે ? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે 30 વર્ષની મહેનત.
30 saal ki mehnat mein padega. https://t.co/Y3qfb7IMdk
— Shah Rukh Khan (@iamsrk) January 22, 2020
તો વળી બીજા એકે તેની નિષ્ફળ ફિલ્મો વિષે પુછ્યું હતું કે તમારી આટલી બધી ફિલ્મો નિષ્ફળ ગઈ તમે શું કહેશો ? ત્યારે તેણે રમૂજ કરતાં જણાવ્યું હતું, ‘દુઆઓમેં યાદ રખના’.
Bas aap Dua mein yaad rakhna. https://t.co/YRYfCjR67K
— Shah Rukh Khan (@iamsrk) January 22, 2020
હાલ શાહરુખે કોઈ મુખ્ય પાત્ર ભજવતી ફિલ્મ સાઈન નથી કરી. હાલ તે પોતાના સૌથી નાના દીકરા અબરામને સમય આપી રહ્યો છે અને તે પોતાના ફેમિલિ સાથે સમય પસાર કરતો ઘણો ખુશ જોવા મળે છે. જો કે તેના ફેન્સ તેના ભાવિ પ્રોજેક્ટની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ