બોલિવૂડ કિંગ ખાન રિયલ લાઈફમાં પણ કિંગ છે, ઈરફાનની કરી સૌથી મોટી મદદ, જે કોઈ વિચારી પણ ના શકે

ઈરફાન ખાન જલ્દીથી જલ્દી સાજો થઈ જાય તેના માટે બધા પ્રાર્થના કરી રહ્યા છે. ઈરફાન છેલ્લા 3 મહીનાથી લંડનમાં છે અને ન્યૂરોએંડોક્રાઈન બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. ઈરફાન ખાનની તબિયતના જેવા સમાચાર આવ્યા કે બોલિવૂ઼ડ ઈન્ડસ્ટ્રીમાંતો સન્નાટો જ છવાઈ ગયો હતો કોઈએ વિચાર્યું નહતું કે ઈરફાનને કેન્સર જેવી ગંભીર બીમારી થશે.

Image result for irfan khanતે સમયે ઈરફાનની મદદ કરવા માટે કોઈના કોઈ જેટલી થાય એટલી મદદ કરતા. ત્યારે એવા પણ સમાચાર આવ્યા છે કે તેમની સૌથી મોટી મદદ કોઈએ કરીએ હોય તો તે બીજી કોઈ નહીં પણ બોલિવૂડના ટોપ એક્ટર છે.

એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટના અનુસાર લંડન જતા પહેલાં ઈરફાનની પત્ની સુતાપાએ શાહરુખને ફોન કર્યો હતો. તેના પછી ઈરફાન અને સુતાપા કિંગ ખાનને મળ્યા. બંને વચ્ચે લગભગ 2 કાલક વાતચીત ચાલી હતી. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરફાનન પરિવાર અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. બિલ્લૂ કો-એકટર ઈરફાન અને શાહરુખ ખાન બહુ સારા મિત્રો છે તેના કારણે જ શાહરુખ ખાન લંડનમાં ઈરફાન ખાનને મળવા ગયો હતો.

આ વાતચીત પછી શાહરુખ ખાને પોતાના લંડન વાળા ઘરની ચાવી ઈરફાન ખાનને આપી દીધી. પહેલાં તો ઈરફાન ચાવી જ નહતો લેતો પરંતુ કિંગ ખાને વાંરવાર વિનંતી કર્યા પછી તેમને ચાવી લીઘી. હકીકતમાં, શાહરુખ ખાન ઈચ્છતો હતો કે લંડનમાં પણ ઈરફાનને ઘર જેવું જ મહેસૂસ થાય તેના કારણે તેમને ઈરફાનના પરિવારને પોતાના ઘરની ચાવી આપી.

તો બીજી તરફ થોડાક દિવસ પહેલા એવા સમાચાર આવ્યા છે કે ઈરફાનની હાલતમાં સુધારો આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરફાનના એક નજીકના મિત્ર અને ફિલ્મમેકર હાલમાં લંડનથી પાછા આવ્યા છે. તેમને જણાવ્યું કે, ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે પરંતુ તેઓ બહુ જલ્દીથી સાજા થઈ જશે. સૂત્રોના મુજબ, ઈરફાન ઈલાજ કરાવ્યા પછી વર્ષના અંતમાં ભારત પાછા આવી શકે છે.

કેન્સરની બીમારી છે તે વાત સામે આવે તે પહેલા ઈરફાન ખાન દીપિકાની સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા. આ ફિલ્મ મુંબઈના માફિયા ડોન સપના દેવી પર આધારિત હતી જેને વિશાલ ભાદ્વવાજ ડિરેક્ટ કરવાના હતા. અત્યારે આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ બ્લેકમેલ હતી.

Related imageહાલમાં જ ઈરફાન ખાનને લંડનથી પોતાની કેટલીક તસવીરો અને પત્ર લખીને મોકલ્યો હતો, જેમાં તેમને પોતાની હાલત વિશે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઈરફાન ખાનને ન્યૂરોએન્ડોક્રિન કેન્સર છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી