અનુપમ ખેર સહિત આ લોકો શગુફ્તા અલીની મદદ માટે આવ્યા આગળ, તમે પણ કરશો સલામ

ટીવી અભિનેત્રી શગુફ્તા અલીએ હાલમાં જ કામની અછતના કારણે અનેક આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આ સમયે તેઓએ ડાન્સના રિયાલિટી શો ડાન્સ દીવાને 3માં પણ ખુલાસો કર્યો હતો કે તેઓને કઈ મુશ્કેલીઓ કામ ન હોવાના કારણે પડી રહી છે. આ સાથે તેઓએ કહ્યું કે જીવનમાં હાલની પરિસ્થિતિએ તેમને અનેક રીતે પરેશાન કરી દીધા છે. માધુરી દિક્ષિતે 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો અને સસુરાલ સિમર કાની આ એક્ટ્રેસની મદદ કરી. આ સાથે જેમ જેમ એક્ટ્રેસની સ્થિતિનો લોકોને ખ્યાલ આવ્યો અનેક હાથ મદદ માટે આગળ આવ્યા. એક રિપોર્ટ અનુસાર ફિલ્મ લાઈનના પણ અનેક સભ્યો આગળ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

image soucre

રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ અશોક પંડિત કહે છે કે રોહિત શેટ્ટી બાદ હું પણ શગુફ્તા અલીની મદદ માટે લોકો સુધી પહોંચ્યો. ણને કહેતા આનંદ થાય છે કે પ્રાઈમ ફોકસના આનંદ એલ રાય, અનુપમ ખેર, રમેશ તૌરાની, સુનીલ બોહરા, શશિ સુમિત, પ્રિયંકા ઘટક, મનીષ ગોસ્વામી અને નરેશ મલ્હોત્રાએ પણ તેમની મદદ માટે આગળ આવવાનું નક્કી કર્યું અને મદદ કરી.

image soucre

અશોક પંડિતે કહ્યું કે મદદનું દાન પહેલાથી તેમની પાસે પહોંચી ચૂક્યું છે. હું તમામ યોગદાન આપનારા અને સહયોગ કરનારા લોકોનો આભારી છું, મને આશા છે કે અમેરા આ પ્રયાસથી શગુફ્તા અલીને મદદ મળશે. ખર્ચા મોટા છે પણ મને આશા છે કે ઈન્ડસ્ટ્રી આગળ આવશે અને ફરીથી તેઓ કેમેરાનો સામનો કરીને તેના સપનાને પૂરા કરી શકશે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

રિપોર્ટના આધારે એમ પણ માહિતિ મળી રહી છે કે શગુફ્તા અલી કહે છે કે આ ફંડ ખરેખર તેમની મદદ કરી રહ્યું છે. તેઓએ દરેક મદદ કરનારનો આભાર માન્યો છે અને કહ્યું કે મને મારા નાણાંકીય સંકટમાંથી બહાર આવવા માટે મદદની જરૂર છે. જેમાં મારી સારવાર, વ્યક્તિગત ઉધાર અને અન્ય ઉધાર સામેલ છે. શગુફ્તા અલીએ કહ્યું કે મારી ડાયાબિટિસની સારવાર ચાલી રહી છે. મારી આંખ અને પગ પણ મોટી બીમારી સામે લડી રહ્યા છે.મારી માતાની તબિયત પણ સારી રહેતી નથી. તેમને ગઠિયા, સ્પોન્ડિલાઈટિસ અને બીપીની બીમારી હોવાથી તેમની સારવાર પણ ચાલી રહી છે. ઉપરથી તેમને મારા માટે પણ મદદની જરૂર છે. એકવાર હું સાજી થઈ જાઉં તો હું જલ્દી જ કામ શરૂ કરીશ. મારો અન્ય વ્યક્તિઓ પાસે મદદ લેવાનો હેતુ પણ આ જ છે.

image source

કામને લઈને શગુફ્તા અલી કહે છે કે મને ટીવી શો માટે એક-બે ઓફર મળી છે. પણ હું તે હાલમાં લઈ શકતી નથી કેમકે હાલમાં અશોક પંડિત (ભાઈ), જોની (લિવર) ભાઈ કહી રહ્યા છે કે મારે પહેલા પૂરી ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ. તેઓ કહી રહ્યા છે કે સાજા થઈ જાઓ પછી કામ કરવાનું શરૂ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong