શા માટે રેલ્વે સ્ટેશનના નામ સાથે સમુદ્ર સપાટીથી ઉંચાઈનાં આંકડાને પણ લખવામાં આવે છે ?

શા માટે રેઇલવે સ્ટેશનના નામ સાથે સમુદ્ર સપાટીથી ઉંચાઈનાં આંકડાને પણ લખવામાં આવે છે ?

શું તમને ક્યારેય જીજ્ઞાશા થઈ છે કે શા માટે રેઇલ્વે સ્ટેશન પર સ્ટેશનના બોર્ડ પર ‘સમુદ્ર સપાટીથી ઉંચાઈ’ લખવામાં આવે છે ?

આપણામાંના મોટા ભાગના લોકોએ ઓછામાં ઓછી એક વાર તો ટ્રેઇનની મુસાફરી કરી જ હશે. તમે જ્યારે ક્યારેય ટ્રેઇનમાં બેસો અને ટ્રેઇન કોઈ સ્ટેશન પર રોકાય ત્યારે તેના બન્ને છેડે સ્ટેશનના નામનું બોર્ડ આવે છે અને સ્ટેશનના નામની નીચે (MSL – Mean Sea level) ‘સમુદ્ર સપાટીથી ઉંચાઈ’ લખીને ત્યાં આંકડા લખવામાં આવ્યા હોય છે. તો તમને ક્યારેય એવું કુતુહલ થયું છે કે શા માટે ત્યાં સમુદ્ર સપાટીથી ઉંચાઈ લખવામાં આવે છે ?


પણ આ સમુદ્ર તટથી ઉંચાઈ શું છે અને તેને શા માટે લખવામાં આવે છે. પૃથ્વી પરની કોઈ પણ જગ્યાનું જો માપ લેવું હોય તો તેને સમુદ્ર તટથી માપવામાં આવે છે તે જ માપને સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. પછી તે એવરેસ્ટ પર્વતની ઉઁચાઈ હોય કે પછી કોઈ સામાન્ય શહેરની ઉંચાઈ હોય તેને આ જ સ્તર પરથી માપવામાં આવે છે.


કારણ કે સમુદ્રની સપાટીનું સ્તર પૃથ્વી પર બધે જ સરખું હોય છે એટલે તેને 0 (શૂન્ય) હાઇટ માનવામાં આવે છે. અને ત્યાંથી જ પછી જે તે જગ્યાની ઉંચાઈ માપવામાં આવે છે. એટલે જ્યારે ક્યારેય તમે કોઈ જગ્યાની મુલાકાત લો પછી તે ઐતિહાસિક જગ્યા હોય કે ગમે તે હોય પણ જો સરકાર દ્વારા જો તેનું બોર્ડ મારવામાં આવ્યું હશે તો ત્યાં આ સમુદ્ર સપાટીથી ઉંચાઈનો આંકડો ચોક્કસ લખ્યો જ હશે.


માટે હવે જ્યારે ક્યારેય તમે તમારા પુસ્તક કે કોઈ છાપામાં એવરેસ્ટની ઉંચાઈ 8,848 મિટર વાંચો ત્યારે સમજવું કે તેની ઉંચાઈ સી લેવલથી માપવામાં આવી છે.


ચલો માન્યું કે આ માહિતીનો ઉપયોગ જ્યારે તમે કોઈ પહાડ ચડતા હોવ કે પછી કોઈ ઊંચી જગ્યા પર ફરવા ગયા હોવ ત્યારે તમે કરી શકો. પણ આ જ માહિતી રેઇલવેમાં સફર કરતા મુસાફરો તેમજ ડ્રાઇવર્સને કેવી રીતે ઉપયોગમાં લાગે ?


રેઈલવે એ ભારતનો ખુબ જ મોટો ભાગ કવર કરે છે. આજે દેશના ખૂણે ખૂણે ભારતિય રેઇલવે પહોંચી ગઈ છે. અને માટે ટ્રેને વિવિધ ભુગોળમાંથી પસાર થવું પડે છે. દા.ત. એક ટ્રેઇન જયપુરથી શિમલા જઈ રહી છે 431 મીટર સી લેવલથી 2206 મીટર ઉંચાઈ પર જઈ રહી છે.

આ દરમિયાન આ ઉંચાઈ વધતી ઘટતી રહે છે. ધારોકે દિલ્હી આવશે તો સી લેવલ ઉંચાઈ ઘટીને 225 થઈ જશે અને સિમલા પહોંચશે ત્યારે વધીને 2206 મીટર થઈ જશે. આમ ભુગોળ બદલાતી રહેશે.


ટ્રેઇન ડ્રાઇવર અને ગાર્ડને દર સ્ટેશન વચ્ચેના ઢાળને માપવાનો હોય છે અને તે વખતે તેમને આ મિન સિ લેવલ એટલે કે સમુદ્ર સપાટીથી ઉંચાઈનો આંકડો કામ આવે છે. અને આંકડાની મદદથી ટ્રેઇનના એન્જીનીયર્સ તેમજ ડ્રાઈવરને ટ્રેઇનની ઝડપની ગણતરી કરવાની ખબર પડે છે. અને તેઓ નક્કી કરેલી સ્પીડને બે સ્ટેશન દરમિયાન મેઇન્ટેઇ કરે છે.


દાં.ત. નીચે તરફ જતી વખતે ટ્રેઇનના ડ્રાઈવરે ઢાળ તેમજ બ્રેક પર ખાસ ધ્યાન આપવું પડે છે. સમુદ્ર તળથી ઉંચાઈના આંકડા દરેક રેઇલવે બ્રીજ પર પણ લખવામાં આવ્યા હોય છે.

જો કે હાલ ટ્રેઇનના ડ્રાઈવરોએ આ આંકડા પર નિર્ભર નથી રહેવુ પડતું. કારણ કે ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે અને ટ્રેઇન ખુબ જ સરળરીતે ઓપરેટ થવા લાગી છે.


હવે બે સ્ટેશન વચ્ચેની સ્પીડને તેના પ્લાન પ્રમાણે સેટ કરવામાં આવી હોય છે. જે તે રેઇલવે લાઈન પરના ટ્રાફીક, અંતર, હવામાન, દીવસના જે તે સમય તેમજ ઉંચાઈ-ઉંડાઈ ને ધ્યાનમાં રાખીને ટ્રેઇનની સ્પીડને પહેલેથી જ નક્કી કરી દેવામાં આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ