જલ્સા કરોને જેંતીલાલ

હાજીઅલી દરગાહ સમુદ્રમાં હોવા છતાં કેમ ડૂબતી નથી ? જાણો તેની પાછળનું રહસ્ય…

હાજીઅલી દરગાહ સમુદ્રમાં હોવા છતાં કેમ ડૂબતી નથી ?

જાણો તેની પાછળનું રહસ્ય

Mumbai

જે વ્યક્તિ મુંબઈમાં રહેતું હેય કે મુંબઈમાં ફરવા ગયું હોય તેણે ત્યાંના સમુદ્ર વચ્ચે આવેલી હાજી અલીની દરગાહ ન જોઈ હોય તેવું ન બને પછી તે મુસલિમ હોય, હિન્દુ હોય, સીખ હોય, ક્રિશ્ચ્યન હોય કે પછી ભલે બીજા કોઈ ધર્મ નો હોય. તે મુંબઈના એક આકર્ષણ તરીકે પણ લોકોને પેતાના તરફ આકર્ષે છે અને ધાર્મિક કારણે પણ. માત્ર મુસ્લિમ જ નહીં પણ અન્ય કેટલાએ ધર્મના લોકો અહીં પોતાની માનતાઓ પુરી કરવા આવે છે.

હાજી અલી શાહ બુખારીની આ દરગાહ આશરે છ સદી પહેલાં 1431માં બનાવવમાં આવી હતી. મુંબઈના વરલી તરફના સમુદ્ર કિનારા પર હાજી અલીની આ દરગાહને 15મી સદીમાં બનાવવામાં આવી હતી.

આ દરગાહને જમીનથી સમુદ્ર તરફ લગભગ 500 મિટર અંદર બનાવવામાં આવી છે. દરગાહના દર્શન માટે લોકોએ જમીનથી સમુદ્ર તરફ જતાં પુલ પર ચાલીને જવું પડે છે. તેના માટે લોકોને થોડું વધારે ચાલવું પડે છે.

આ પુલ બરાબર સમુદ્ર વચ્ચે જ બનાવવામાં આવ્યો છે. અહીં આ પુલમાં સવાર સાંજ ભરતી અને ઓટ આવે છે અને જ્યારે ભરતી આવે ત્યારે પુલ સમુદ્રમાં સમાય જાય છે અને રસ્તો બંધ કરી દેવામાં આવે છે અને ઓટ આવતાં પુલ પાછો દૃશ્યમાન થાય છે અને લોકોના દર્શનાર્થે રસ્તો ખોલવામાં આવે છે. માટે ભરતીના સમયે જ્યારે પુલ બંધ હોય ત્યારે કોઈ દર્શન માટે જઈ નથી શકતું અને દરગાહથી કોઈ બહાર પણ આવી નથી શકતું.

આ ભરતી અને ઓટના સમયગાળામાં પુલ ભલે દૃશ્યમાન કે અદૃશ્ય થતો હોય પણ દરગાહ પર સમુદ્રનું એક ટીપું પણ જતું નથી. જેને તમે ચમત્કાર જ કહી શકો. આ દરગાહ સાથે જોડાયેલી કથા પ્રમાણે કહેવામાં આવે છે કે પીર હાજી અલી શાહ અપરિણિત હતા.

આ જાણકારી દરગાહની સંભાળ રાખતા લોકો પાસેથી જાણવા મળી છે.

કહેવાય છે કે હાજી અલી શાહ વ્યાપાર કરવાના ઉદ્દેશથી મુંબઈ આવીને વરલી વિસ્તારમાં પોતાની માતાની રજા લઈને રહેતાં હતા. મુંબઈ રહીને તેમને એવી અનુભુતિ થઈ કે તેમણે પોતાના ધર્મનો પ્રચાર કરવો જોઈએ અને માટે તેમણે મુંબઈમાં જ કાયમી વસવાટ કરી લીધો. તેમણે પોતાની માતાને પત્ર લખી પોતે આજીવન મુંબઈમાં જ રહેશે તેમ જણાવી દીધું. છેવટે તેમણે પોતાની બધી જ સંપત્તિ જરૂરિયાતવાળા લોકોમાં વહેચી દીધી.

આમ પોતાના ધર્મનો પ્રચાર કરતાં હાજી અલી શાહ એક મોટા ધાર્મિક સંત બની ગયા. લોકોમાં ખુબ જ પ્રિય થઈ ગયા. તેમણે પોતાના ધર્મના પ્રચારનો ખુબ ફેલાવો કરી લીધો હતો. હવે તેમની ઇચ્છા હતી કે તેઓ હજની યાત્રા પર જાય. પણ તેમનું હજની યાત્રા દરમિયાન મૃત્યુ થઈ ગયું. તેમની ઇચ્છા હતી કે તેમને દફનાવવામાં ન આવે પણ તેમના શવને દરિયામાં જ પધરાવી દેવામાં આવે.

તેમની ઇચ્છા પ્રમાણે તેમના શવને શવપેટીમાં નાખી અરબ સમુદ્રમાં પધરાવી દેવામાં આવ્યું. છેવટે તેમની શવપેટી અહીં મુંબઈ નજીકના વરલી તરફના સમુદ્રમાં આવીને ત્યાં જ રહી ગઈ. એવું કહેવામાં આવે છે કે આ શવ પેટી ન તો સમુદ્રમાં ડુબી કે ન તો તેમાં સમુદ્રના પાણીનું એક ટીપું ગયું. અને સમુદ્રમાં આવેલા એક પથ્થર પાસે આવીને શવપેટી ત્યાં જ અટકી ગઈ. ત્યાર બાદ આ જગ્યા પર 1431માં તેમની યાદમાં આ દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version