શા માટે ઘડિયાળની જાહેરાતોમાં હંમેશા 10: 10 નો જ સમય બતાવવામાં આવે છે ? જાણો તે પાછળનું કારણ

શું તમને મનમાં ક્યારેય એવું કુતુહલ જાગ્યું છે કે ઘડિયાળની જાહેરાતોમાં તે પછી ટીવી પર આવતી જાહેરાત હોય કે પછી પોસ્ટર પરની જાહેરાત હોય તેમાં હંમેશા જે ઘડિયાળ બતાવવામાં આવી હોય છે તેનો સમય કેમ 10: 10 નો જ હોય છે ? જો તમે ધ્યાન ન આપ્યું હોય તો જ્યારે ક્યારેય કોઈ ઘડિયાળની એડ આવે ત્યારે ખાસ ધ્યાન આપજો. આજનો અમારો આ લેખ તમને તેની પાછળના કારણ વિષે જણાવશે.

ન્યુયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે તે પાછળનું કારણ ખુબ જ સરળ અને સ્વાભાવિક છે. 10: 10ની સ્થીતીમાં કાંટા રાખવાના જાહેરાત માટે ઘણા ફાયદા છે.

એક તો તેમ કરવાથી કાંટા એકબીજા ઉપર ચડી નથી જતાં. ઘડિયાળ જોનારને બન્ને કાંટા સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત આ સ્થિતિમાં ઘડિયાળના ડાયલનો દેખાવ વધારે સારો લાગે છે. તેમજ 10: 10ની કાંટાની સ્થિતિ વધારે સિમેટ્રીકલ હોય છે અને માણસનું મગજ સિમેટ્રીકલ દેખાવને વધારે પસંદ કરે છે. માણસના મગજમાં હંમેશા જે વસ્તુનો આકાર સીમેટ્રીવાળો હોય તે તરત જ જચી જાય છે. જાણે તે સિમેટ્રીકલ આકાર તેના મગજમાં છપાઈ જાય છે.

બીજું એક કારણ એ છે કે 10: 10ની સ્થિતિમાં કાંટા રાખવાથી ઘડિયાળનું ડાયલ સ્પષ્ટ જોઈ શકાય છે. અને સામાન્ય રીતે ઘડિયાળ બનાવનાર કંપનીનો લોગો 12ના આંકડા નીચે આવેલો હોય છે જેને લોકો સ્પષ્ટ રીતે જોઈ શકે છે. 12નાં આંકડા નીચે રાખવામાં આવેલો લોગો 10: 10ના વી શેપની સેન્ટરમાં સુંદર દેખાય છે. અને ખરીદનારને સારી રીતે તેના દેખાવ તરફ આકર્ષિ શકે છે.

આ ઉપરાંત ફોનના ડાયલમાંના વધારાના ફિચર્સ જેમ કે તેમાંની તારીખ બતાવતું મિકેનિઝમ હોવાથી લોકો ઘઢિયાળના અવનવા ફિચર્સ સારી રીતે જોઈ શકે તે માટે પણ કાંટાઓની સ્થીતી 10: 10 પર રાખવામાં આવી છે.

અને છેલ્લે 10: 10ના કાંટા જાણે ‘happy’ એટલે કે ખુશી જેવા પ્રતિત થાય છે કારણ કે તેનો શેપ ‘V’નો આવે છે. ન્યુયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે ટાઈમેક્સ કંપની પહેલાં પ્રોડક્ટ્સના ફોટોગ્રાફ માટે 8:20 પર પોતાની ઘડિયાલના કાંટા સેટ કરતી હતી પણ ત્યાર બાદ તેમણે તેને અપસાઇડ ડાઉન કરી નાખ્યો એટલે કે 10: 10 પર. અને ત્યારથી અત્યાર સુધી લગભગ બધી જ ઘડિયાળની કંપનીઓ આ પ્રમાણેના જ કાંટા પોતાની ઘડિયાળના ડાયલમાં સેટ કરે છે.

ઘણા બધાનુ એવું પણ માનવું છે કે આ સમય એટલે કે 10: 10 સાથે કેટલીક મહત્ત્વની ઘટનાઓ જોડાયેલી છે જેમ કે લિંકન અથવા તો જોહ્ન કેનેડી અથવા કીંગ માર્ટીન લ્યુથરની હત્યા, આણુંબોમનો હૂમલો વિગેરે. જો કે તે પાછળનું સાતત્ય હજુ સુધી સાબિત થઈ શક્યું નથી કે તેની પાછળની કોઈ સ્પષ્ટતા પણ ક્યાંય આપવામાં નથી આવી. એટલે આવું કોઈ કારણ 10: 10 પરના કાંટાની સ્થિતિ પાછળ ન હોઈ શકે.

કેટલાકનું તો વળી એવું પણ માનવું છે કે દુનિયાની પહેલી ઘડિયાળ 10: 10 વાગે બની હોવાથી દુનિયાની બધી જ ઘડિયાળનો સમય ઘિડયાળની જાહેરાતમાં આ જ રાખવામાં આવે છે. પણ તમારે એવા કોઈ ભ્રમમાં પડવું નહીં કારણ કે અહીં માત્ર ઘડિયાળના ગ્રાહકોને આકર્ષવા માટે જ ઘડિયાળના ડાયલના કાંટાઓને 10: 10ના સમય પર ગોઠવવામાં આવ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ