શું તમે જાણો છો નિલ આર્મસ્ટ્રોંગના પગના નિશાન આજે પણ ચંદ્રની જમીન પર એવાને એવા જ છે ! જાણો તે પાછળના કારણ

ચંદ્ર પર અત્યાર સુધીમાં માત્ર બાર જ વ્યક્તિએ પગ મુક્યા છે. પહેલાં હતાં નિલ આર્મસ્ટ્રોંગ અને છેલ્લા હતા જીન સેરનન. અમેરિકાએ 1969થી 1972 દરમિયાન ચંદ્ર પર પોતાના માણસો મોકલ્યા હતા. અને અંતરિક્ષ વિજ્ઞાનમાં એક ઇતિહાસ રચ્યો હતો, જે રેકોર્ડ આજે પણ બીજો કોઈ દેશ તોડી શક્યો નથી.


નિલ આર્મસ્ટ્રોંગે 1972માં ચંદ્ર પર પ્રથમવાર પગ મુક્યો હતો જેના નિશાન આજે પણ તેવાને તેવા જ ત્યાં છપાયેલા પડ્યા છે. જેની પાછળ ઘણાબધા વૈજ્ઞાનિકે કારણો જવાબદાર છે. તો ચાલો જાણીએ તે પાછળના રસપ્રદ કારણો અને ચંદ્ર વિષેની કેટલીક અજાણી વાતો.


આપણે બધા જાણીએ છીએ કે ચંદ્ર એ પૃથ્વીનો એક માત્ર કુદરતી ઉપગ્રહ છે. જેમ આપણે એટલે કે પૃથ્વી સુર્યની ફરતે ફરે છે તેવી જ રીતે ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. બૃહસ્પતિ ગ્રહ એટલે કે ગુરુને પોતાના 79 ચંદ્રો છે. આ બધા જ ચંદ્રો તેની આસપાસ પ્રદક્ષિણા કરે છે. જોકે થોડા વર્ષો પહેલાં આ ગણતરી 16 સુધીની જ હતી પણ ધીમેધીમે જેમ જેમ એસ્ટ્રોનોટને ખબર પડતી ગઈ તેમ તેમ આ સંખ્યામાં ઉત્તરોત્તર ઉમેરો થતો ગયો.


આપણે વાત કરી રહ્યા હતા ચંદ્રની ધરતીની તો સૌ પ્રથમ તો એ જાણી લઈએ કે તેનું નિર્માણ કેવી રીતે થયું. વૈજ્ઞાનિકોનું એવું માવવું છે કે 450 કરોડ વર્ષો પહેલાં એક ઉલ્કા પિંડ પૃથ્વી સાથે અથડાયો હતો, જેના કારણે પૃથ્વીનો કેટલોક ભાગ ટુટીને અલગ થઈ ગયો અને તે જ ભાગ પાછળથી ચંદ્ર બન્યો.


વૈજ્ઞાનિકોનું કેહવું છે કે ચંદ્રનો માત્ર 59 ટકા ભાગ જ પૃથ્વી પરથી દેખાય છે. જો તમે ચંદ્રના પૃથ્વી માટેના મહત્ત્વને સમજવા માગતા હોવ તો તમને એટલું જણાવી દઈએ કે જો પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરવાનું બંધ કરી દે એટલે કે તે નષ્ટ થઈ જાય અથવા કોઈ કારણ સર પૃથ્વીથી દૂર થઈ જાય તો પૃથ્વીનો દિવસ ઘટીને માત્ર 6 કલાકનો જ રહી જાય.


તમને એ જાણીને નવાઈ પણ લાગશે અને ચંદ્ર વિષે વધુ જાણવાની ઇચ્છા પણ થશે કે ચંદ્રની જે અજવાળી બાજુને આપણે જોઈએ છીએ તેનું તાપમાન 180 ડીગ્રી સેલ્સિયસ હોય છે જ્યારે અંધારી બાજુ કે જેને આપણે જોઈ નથી શકતા તેનું તાપમાન -153 ડીગ્રી સુધી પહોંચી જાય છે.

હવે પ્રશ્ન એ હતો કે શા માટે ચંદ્રની જમીન પર પડેલા માણસના પગલાંના નિશાન તેમના તેમજ રહે છે. તો તમને જણાવી દઈએ કે ચંદ્રની જમીનનું ઉપરનું પડ માટીના પથ્થરોનું બનેલું છે અને તેના પર માટીનું એક લેયર પણ છે. માટે તેના પર છાપ તો સરળતાથી પડી જાય છે પણ ચંદ્ર પર પૃથ્વીની જેમ વાતાવરણનો અભાવ છે માટે લાખો વર્ષ બાદ પણ ચંદ્ર પર મનુષ્યના પડેલા પગલાના નિશાન તેવાને તેવા જ રહેશે.


ચંદ્ર ધીમે ધીમે પૃથ્વીથી દૂર થતો જાય છે.

હા, ચંદ્ર દર વર્ષે 3.8 સેન્ટી મીટર જેટલો પૃથ્વીથી દૂર થતો જાય છે અને એવું માનવામાં આવે છે કે આ અંતર કરોડો વર્ષો સુધી વધતું જ જશે. અને ત્યાં સુધીમાં એવું બનશે કે ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં જે 27 દિવસનો સમય લાગી રહ્યો છે તેની જગ્યાએ કરોડો વર્ષો બાદ તેને 47 દિવસનો સમય લાગશે.

અત્યાર સુધીમાં ચંદ્ર પર માત્ર 12 જ વ્યક્તિઓએ પગ મુક્યા છે


હા, અત્યાર સુધીમાં ચંદ્ર પર માત્ર 12 જ પુરુષોએ પગ મુક્યા છે અને તે બધા જ અમેરિકન છે. અને આ સમયગાળો માત્ર 1969 થી લઈને 1972નો છે. 1969માં નિલ આર્મસ્ટ્રોંગે પ્રથમવાર ચંદ્ર પર પગ મુક્યો હતો જ્યારે 1972માં જીન કાર્નને એપોલો 17 મિશનર દરમિયાન છેલ્લીવાર પગ મુક્યો હતો. ત્યાર બાદથી ચંદ્ર પર માત્ર વાહનો જ મોકલવામાં આવ્યા છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ