ફક્ત આટલું ધ્યાન રાખશો તો સ્વાસ્થ્ય પણ સારું રેહશે અને સ્વચ્છતા અભિયાન પણ ચાલુ રહેશે..

શૌચ જવું તે આપણો નિત્ય ક્રમ છે. તે શરીરની સ્વસ્થતા માટે ખુબ જ મહત્ત્વનું છે. યોગ્ય રીતે શૌચ જવાથી શરીરના અનેક રોગોથી બચી શકાય છે જેમાં કબજિયાત, હરસમસા, હર્નિયા અને પેટના કેટલાક મુખ્ય રોગોનો પણ સમાવેશ થાય છે. તો ચાલો તેને લગતા નિયમો જાણીએ અને તેને અનુસરીએ જેથી કરીને ગંભીર રોગોથી પહેલાં જ બચી શકાય.

1. ઉતાવળ ન કરવી.

ક્યારેક ક્યારેક કુદરતી હાજર પર જવા માટે આપણે ખુબ જ ઉતાવળ કરતાં હોઈએ છીએ. શૌચ ક્રિયામાં આંતરડા શરીરની ગંદકીને બહાર કાઢે છે. તેમાં ઉતાવળ કરવાથી મળ શરીરમાં જ રહી જાય છે અને પછી શરીરમાં રહીને શરીરને ઝેરી બનાવે છે.

2. શૌચને ક્યારેય રોકવું જોઈએ નહીં.

મળ ત્યાગનો વેગ બનતાં જ મળ ત્યાગ કરી લેવો જોઈએ, જો તેને રોકી રાખવામાં આવશે તો તે અંદર રહીને આંતરડાને દૂષિત કરતું રહે છે, જેનાથી આંતરડાના અનેક રોગો થવા લાગે છે. તેવામાં કબજિયાત પણ થવા લાગે છે.

3. ક્યારેય જોર કરવું નહીં.

જો જાડો ન થતો હોય તો જોર કરવું નહીં. જો જાડો ન ઉતરતો હોય તો કબજિયાતની તકલીફ અથવા તો ભોજનમાં રેશાની ઉણપ હોઈ શકે છે. જોર લગાવવાથી આંતરડા નીચે ઉતરી આવે છે અને હર્નિયાની તકલીફ થઈ શકે છે. આંતરડા પર જોર નાખવાથી સુકા મળમાં લોહી નિકળે છે જે ધીમે ધીમે હરમસામાં ફેરવાઈ શકે છે.

4. તન અને મન રિલેક્સ રાખો

શૌચ કરતી વખતે શરીરને ઢીલું છોડી દેવું જોઈએ અને મનમાં પણ કોઈ જાતની દોડાદોડી ન ચાલતી હોવી જોઈ. કોઈ પણ પ્રકારની તાણ નહીં રાખવી જોઈએ પછી તે શારીરિક હોય કે માનસિક હોય.
5. નશીલા દ્રવ્યોનું સેવન કરવું નહીં.
ઘણીવાર લોકોના મનમાં એવી કલ્પના ઘર કરી જાય છે કે બિડી, સિગારેટ પિધા વગર જાડો નહીં ઉતરે, એવું માનવું સદંતર ખોટું છે. તેના ઉપયોગથી ઉલટાની કબજિયાતની તકલીફ વધી જાય છે.

6. દાંતને દબાવી રાખવા

જાડો કરતી વખતે વ્યક્તિ પોતાના દાતને દબાવી રાખશે તો તેના દાંત આજીવન સ્વસ્થ રહેશે.

7. શૌચની જગ્યા સ્વચ્છ અને સુઘડ રાખવી.

શૌચ જવાની જગ્યા વેન્ટિલેશન વાળી હોવી જોઈએ. સ્વચ્છ હવા ત્યાં આવતી જતી હોવી જેઈએ, હાજત પર જવા માટે સ્વચ્છ હવાનું મોટું યોગદાન છે. જે લોકો ખુલ્લામાં શૌચ કરવા જાય છે તેમને વગર કોઈ તકલીફે જાડો થઈ જાય છે. અમે એવું નથી કહેતાં કે ખુલામાં શૌચ જવું જોઈએ. પણ જ્યાં પણ જતાં હોવ તે સ્થાન સ્વચ્છ અને હવા ઉજાસ વાળુ હોવું જેઈએ, જેનાથી ફેફસાંમાં સ્વચ્છ હવા જાય અને મળત્યાગમાં સરળતા રહે. ગંદી જગ્યાએ જાડો સરળતાથી ઉતરતો નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી