“સેવૈયા ખીર” – આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની જશે આજે જ ટ્રાય કરો…

આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની શકે એવી sweet dish છે . બનાવવા માં પણ એકદમ સરળ . આ મીઠાઈ મૂળ ૩ સામગ્રી થી બને છે – દૂધ , સેવૈયા અને ખાંડ . બસ. આપણે જે કેસર , એલૈચી અને જાયફળ ઉમેરીશું એ સ્વાદ ને boost કરનાર છે .

આ મીઠાઈ ગરમ કે ઠંડી પીરસી શકાય . બેય રીતે સ્વાદ ઉત્તમ જ લાગશે . દક્ષીણ ભારત માં આ મીઠાઈ ને ‘પાયાસમ’ કહે છે . દક્ષીણ ભારતીય થાળી જો આપ હોટેલ માં જમશો તો જરૂર આ મીઠાઈ તો હશે જ.
તો ચાલો જોઈએ આ દૂધ ની મીઠાઈ બનશે કેવી રીતે …

નોંધ :

સેવૈયા ને સેમીયા પણ કહે છે અને vermicelli પણ, જે કોઈ પણ મોટી દુકાન કે સુપર માર્કેટ માં આરામ થી મળી જશે . હવે તો માર્કેટ માં શેકેલી સેવૈયા પણ તૈયાર મળે છે .

સામગ્રી:

• ૧ વાડકો સેવૈયા,
• ૧ લીટર દૂધ,
• ૧ વાડકો ખાંડ,
• ૧.૫ ચમચી એલૈચી જાયફળ નો ભૂકો,
• ૧/૨ ચમચી ઘી –સેવ ને શેકવા માટે,
• થોડા કેક્સર ના તાંતણા,
• ૧/૪ વાડકો બાદામ અને કાજુ ના ના કટકા,

રીત :

સૌ પ્રથમ એક તપેલા માં દૂધ ને ગરમ કરી લો . નાની વાડકી માં કેસર ના તાંતણા અને ૨ ચમચી ગરમ દૂધ પલાળી દો. આમ કરવા થી કેસર ની રંગ અને સ્વાદ ખીલી ને આવશે .

જાડા તળિયા વાળા તપેલા માં ઘી લો , એમાં સેવ ને ધીમા ગેસ પર શેકો . હલાવતા રેહવું એટલે સેવ બધી બાજુ થી બરાબર શેકાય . આમ ઘી માં શેકવાથી એક સરસ મજાની ફ્લેવર અને સ્વાદ ઉમેરાશે.

જયારે સેવ સરસ શેકાય ને બ્રાઉન કલર ની થઇ જાય એટલે એમાં ગરમ દૂધ ઉમેરો . માધ્યમ આંચ પર ઉકળવા દો. વચ્ચે હલાવતા રેહવું એટલે તળિયા કે સાઈડ પર સેવ કે દૂધ ચોંટે ની . ઉકાળવામાં ઉપર જે મલાઈ આવે એને સાઈડમાં કરતા રેહવાનું ..૭-૧૦ min સુધી ઉકાળવું .


પલાળેલું કેસર , ખાંડ અને એલૈચી જાયફળ નું ભૂકો ઉમેરો. બાદામ કાજુ ના કટકા ઉમેરો. ૨-૩ min ઉકાળવા દો.

દૂધ ઠંડુ પડશે એટલે વધારે ઘટ્ટ થઇ જશે તો એવી રીતે જ ઉકાળવું. મને આ મીઠાઈ ઘટ્ટ જ ભાવે .

સજાવટ માટે થોડી બાદામ ની કાતરણ અને કેસર ઉમેરી શકાય . ઠંડુ પડે એટલે ફ્રીઝ માં ૫-૬ કલાક માટે મૂકી દો .

રસોઈની રાણી : રૂચી શાહ

શેર કરો આ ટેસ્ટી સ્વીટ તમારા દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી