આજે જ બનાવો આ ‘સોજી કોકોનટ કેક’ : જો જો બાળકો હોશે હોશે ખાશે.

સોજી કોકોનટ કેક

સામગ્રી :

– 2 કપ સોજી,
– 1 કપ દળેલી ખાંડ શીરપ માટે,
– 1/2 કપ પાણી,
– 1/2 ટેબલસ્પુન લીંબુનો રસ,
– 1કપ સિલોની કોપરું,
– 1/2 કપ ખાંડ,
– 100 ગ્રામ બટર,– 1 1/2 કપ દુધ,
– 2 ટી સ્પુન બેકીંગ પાવડર,
– 1 ટેબલ સ્પુન રોઝ વોટર,
– 10-12 બદામ,

રીત :

– 190 ડીગ્રી સે. પર ઓવનને પ્રી-હિટ કરો.

– શીરપ માટે ખાંડ, પાણી, લીંબુનો રસ નાખી જાડા વાસણ માં 3 મિનિટ માટે ઉકાળો.

– ગેસ પરથી ઉતારી તેમાં રોઝ વોટર ઉમેરી દો.

– ચોરસ કેક મોલ્ડને ગ્રીસ કરી ડસ્ટીંગ કરો.

– બટર,ખાંડને સ્મુથ થાય ત્યાં સુધી ફેટો.

– સોજી, બેકીંગ પાવડર મિક્સ કરી તેમાં બટર,ખાંડનું મિશ્રણ ઉમેરો.

– દુધ ઉમેરી સતત હલાવો.

– હવે તેમાં સિલોની કોપરું થોડું થોડું કરી નાખો અને સતત હલાવતા રહો જેથી ગાંઠા ન પડે.

– મિશ્રણને મોલ્ડમાં નાખી ચમચી વડે સમતળ કરો. 10 મિનિટ માટે બાજુએ મુકો.

– તેમાં કાપા પાડી દરેક ચોરસને બદામ મુકો.

– 30 મિનિટ સુધી બેક કરો.

– કેક બેક થઈ જાય એટલે બહાર કાઢી 10 મિનિટ ઠંડી થવા દો.

– હળવે હાથે મોલ્ડમાંથી કાઢી લો.

– કાપા પર ફરી કાપા પાડી શીરપ લગાવો.

– 2 કલાક માટે સેટ કરવા મુકો ત્યારબાદ સર્વ કરો.

રસોઈની રાણી: ઉર્વી શેઠિયા (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી