આ ખેતીમાં તમે કરી શકો છો અઢળક કમાણી, દોઢ વિઘાના ખેતરમાંથી થશે સીધા 12 લાખ રૂપિયાની કમાણી, જાણો આ ખેતી વિશે

ઉત્તર પ્રદેશના બૂંદેલખંડમાં વિવિધ કુદરતી આફતોને કારણે પાયમાલ થઈ ગયેલા ખેડૂતે કેસરની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે અનુકરણીય પહેલ કરી છે. આ ખેડૂતને કેસરની ખેતી કરીને પોતાના નસીબ આડેનું પાંદડું હટાવી દેવામાં પણ સફળતા મળી છે. ખેડૂતે માત્ર દોઢ વિઘાનું ક્ષેત્રફળ ધરાવતા ખેતરમાં 8 કિલો કેસરનો પાક ઉછેરી તેને 12 લાખ રૂપિયામાં વેંચી નોંધપાત્ર આર્થિક નફો મેળવ્યો છે.

image soucre

વિસ્તારથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશના હમીરપુરમાં આવેલા બીવાંર થાના ક્ષેત્રના રહેવાસી અને ખેડૂત એવા ભુપેન્દ્રએ દ્રઢ વિશ્વાસ રાખીને અન્ય ખેડતોથી કઇંક વિશેષ અને અલગ ખેતી કરવાનું વિચાર્યું અને અંતે હિંમત કરીને તેણે પોતાના ખેતરમાં કેસરની ખેતી કરી. ભુપેન્દ્રના આ સાહસ અનુસાર તેણે પોતાના દોઢ વિઘાના ખેતરમાં અમેરિકન કેસર વાવવા માટે 20,000 રૂપિયા ખર્ચી કેસરના અડધો કિલો બીજ ખરીદ્યા અને તે બીજને તેણે ખેતરમાં રોપી દીધા.

image soucre

ત્યારબાદ ભુપેન્દ્રએ રાત દિવસ જોયા વિના સખત રીતે મહેનત અને માવજત કરી કેસરનો ઉછેર કરવાનું શરૂ કર્યું. સમયસર નિંદામણ અને પાણી આપ્યા બાદ હવે તેનો આ કેસરનો પાક ઉગીને તૈયાર થઈ ગયો છે. માહિતી મુજબ જ્યારે આ પાકની કાપણી કરવામાં આવશે તો તેનું ફૂલ 50,000 થી દોઢ લાખ રૂપિયામાં વેંચાશે. સાથે જ કેસરના બીજ પણ 40,000 રૂપિયે કિલો વેંચી શકાશે.

image soucre

ભુપેન્દ્રની જેમ જ બીવાંર થાના ક્ષેત્રના ઘણા ખરા ખેડૂતોએ પણ હવે પોતપોતાના ખેતરોમાં કેસરની ખેતી કરવાનું મન બનાવ્યું છે અને કદાચ આગામી વર્ષે જ તેઓ પણ કેસરની ખેતી કરીને પોતાનું નસીબ અજમાવશે. અને જો તેઓ તેમાં સફળ થયા તો ખેતીવાડી ક્ષેત્રે નવા પ્રયોગો પણ કરશે જેમ કે ભુપેન્દ્રએ સાહસ કરીને કેસરની ખેતીનો પ્રયોગ કર્યો.

image soucre

રોહિત નામના અન્ય એક ખેડૂતના જણાવ્યા મુજબ મોંઘા ખાતર વગર જૈવિક વિધિથી તૈયાર થતા કેસરના પાકની ખેતીનું સકારાત્મક પરિણામ શું આવે તે આપણી સામે છે. સરકારે આ વિષય સંદર્ભે કેમ્પ લગાવવાની જરૂર છે જેથી ખેડૂતોમાં કેસરની ખેતી વિશે જાગૃતિ આવે અને ભુપેન્દ્ર જેવા ખેડૂતોએ પણ અન્ય ખેડૂતોને પોતાના અનુભવ દ્વારા આ બાબતે ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી ખેડૂતોને વધુમાં વધુ ફાયદો અને વધુમાં વધુ વળતર મળી શકે.

image soucre

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હરિયાણાના હિસાર ખાતે રહેતા બે યુવાન ખેડૂતો નવીન અને પ્રવીણે પોતાના ઘરની છત પર કેસરની ખેતી કરી સૌ કોઈને આશ્ચર્યમાં નાખી દીધા હતા. કારણ કે સામાન્ય રીતે કેસરની ખેતી કરવા માટે યોગ્ય હવામાન બધે ઉપલબ્ધ નથી હોતું. હાલમાં પણ ભારતમાં કેસરની ખેતી ફક્ત જમ્મુ અને કાશ્મીરમાં જ થાય છે. પરંતુ આ સાહસિક ખેડૂતોએ એક અનોખી પ્રક્રિયા દ્વારા કેસરનો ઉછેર કરી અંદાજે 6 થી 9 લાખ રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો હતો. લોકડાઉનના સમયગાળા દરમિયાન આ બન્ને ખેડૂતોએ એયરોફોનિક પદ્ધતિ દ્વારા કેસરનો ઉછેર કરી સફળતા મેળવી હતી. નોંધનીય છે કે હજુ સુધી આ પદ્ધતિનો ઉપયોગ ઈરાન, સ્પેન અને ચીનમાં કેસર ઉગાડવા માટે કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ