વિશ્વના સૌથી હેપીએસ્ટ વ્યક્તિએ શરે કર્યા ખુશ રહેવાના રહસ્ય

ગુગલ કરશો તો હેપીએસ્ટ વ્યક્તિ તરીકે આમનું નામ આવશે

જો તમે ગુગલમાં લખશો કે વિશ્વનો સૌથી હેપી વ્યક્તિ કોણ છે તો જવાબમાં ગેટ્સ-અંબાણી કે કોઈ રાજકીય નેતા નહીં પરંતુ તિબેટમાં વસતા 69 વર્ષના એક દાદાનું નામ આવશે. મેથ્યુ રિકાર્ડ નામના આ વ્યક્તિને દુનિયાભરના વૈજ્ઞાનિકોએ સૌથી વધુ હેપિએસ્ટ માણસ તરીકે જાહેર કર્યા છે.

12 વર્ષ સુધી વૈજ્ઞાનિકોએ કર્યો તેમનો અભ્યાસ

12 વર્ષ સુધી મેથ્યુના બ્રેઇનનો અભ્યાસ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ તેને આ બિરૂદ આપ્યું છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે મેથ્યુ મેડિટેશન કરે છે ત્યારે તેનું મગજ એટલા હાઈલેવલના ગામા કિરણો છોડે છે કે તે અંગે ન્યુરોસાયન્સમાં ક્યારેય કંઈજ લખાયું નથી. આ કારણે જ આનંદીત રેહવાની તેની ક્ષમતામાં વધારો થાય છે અને નેગેટિવિટી અંગે તેનું વલણ ઘટે છે.

આખો દિવસ કરે છે મેડિટેશન

મેથ્યુએ કહ્યું કે ક્યારેક તે બોર થયા વગર આખો દિવસ મેડિટેશન કરે છે. જોકે હેપિએસ્ટ પર્સન ઓફ વર્લ્ડના ટાઇટલ અંગે તે કહે છે કે હા તે મોટે ભાગે આનંદીત રહે છે પરંતુ આ ટાઇટલ મોટું છે. તેમજ હેપી રહેવા માટે તેણે કેટલીક ટીપ્સ પણ આપી હતી.

હું હું અને બસ હું વિશે વિચારવાનું મુકો

હંમેશા તમારા વિશે જ વિચારવું, શું કરવાથી તમને ફાયદો થશે અને આરામા મળશે આવા વિચારથી અંતે તમે દુઃખી જ થશો. મેથ્યું ઉમેરે છે કે આ કોઈ નૈતિક્તાની વાત નથી. પરંતુ આખા દિવસ પોતાના વિશે જ વિચારવાથી મોટા ભાગની દુનિયા તમને તમારી દુશ્મન લાગશે. જો તમારે ખરેખર હેપીએસ્ટ પર્સન બનવું હોય તો તમારે પરમાર્થી બનવું જોઈએ. આ રીતે તમે ખુશ થશો એટલું જ નહીં બીજા લોકોને પણ તમે આનંદીત બનાવશો.

તમારા મગજને મેરેથોન ટ્રેનિંગની જેમ ટ્રેઇન્ડ કરો

મેથ્યુનું માનવું છે કે દરેક વ્યક્તિમાં પોતાના મગજને વધુને વધુ ઉન્નત સ્તરે લઈ જવાની ક્ષમતા હોય જ છે. કેમ કે દરેક વ્યક્તિમાં સારાપનો કેટલોક અંશ રહેલો હોય છે. માટે મેન્ટલ ટ્રેનિંગ દ્વારા આપણે આપણા મગજને હેપીનેસના એક લેવલથી નેક્સ્ટ લેવલ સુધી લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ.

દરરોજ 15 મિનિટ માટે હેપી થોટ અંગે વિચારો

દરરોજ 10થી 15 મિનિટ માટે તમારી જાતને હેપી વિચારોથી ભરી દો. કેમ કે જ્યારે પણ આપણે હેપી હોઈએ છીએ આપણી સાથે ઘટના પણ એટલી જ સુંદર ઘટે છે અને આ ચેન આગળ વધતી જ રહે છે. એક બાદ એખ હેપી ઘટના ઘટતી રહે છે.

સાભાર – આઈ એમ ગુજરાત

સંકલન : દીપેન પટેલ

તમને શું લાગે છે ? આ જ હોઈ શકે ખુશ રહેવાના રહસ્યો ? તમે કેમ ખુશ રહો છો ?

ટીપ્પણી