જો તમે પણ ખરીદી રહ્યા હોય સેકન્ડ હેન્ડ બાઈક, તો જાણી લો આ 5 ઉપયોગી ટિપ્સ, થશે જોરદાર ફાયદો…

જો તમારે દરરોજ ઓફિસે કે અન્ય કોઈ જગ્યાએ જવા માટે બાઈકની જરૂર હોય તો સેકન્ડ હેન્ડ બાઈક ખરીદવી એક સારો વિકલ્પ છે. નવી બાઈકનું બજાર દેશમાં મોટું છે પણ સાથે જ સેકન્ડ હેન્ડ બાઈક પણ એટલા જ વેંચાય છે. પરંતુ નવી બાઈક ખરીદવી જેટલી સરળ છે એટલું જ અઘરું જૂની બાઈક ખરીદવી છે. કારણ કે જૂની બાઈક ખરીદવામાં ઘણા ખરા લોકો છેતરાઈ પણ જતા હોય છે. જો તમે પણ જૂની બાઈક ખરીદવા ઇચ્છતા હોય તો તમારા માટે આ આર્ટિકલ કામનો છે. અહીં અમે તમને એ જણાવશું કે જૂની બાઈક ખરીદતી વખતે એવી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે આપણે છેતરાઈ ન જાય.

સર્વિસ રેકોર્ડ ચેક કરો

image soucre

તમે જો સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી રહ્યા છો તો તેની ફાઇનલ ડિલ કર્યા પહેલા બાઈકની સર્વિસ હિસ્ટ્રી ચેક કરવી. તેનાથી તમને એ જાણ થશે કે બાઈકની સર્વિસ ક્યારે અને કેટલી વખત થઈ. સર્વિસ હિસ્ટ્રીથી એ પણ જાણી શકાશે કે બાઈકનું એન્જીન ઓઇલ યોગ્ય સમયે બદલાવવામાં આવ્યું છે કે કેમ ? એ સિવાય તમે બાઇકની RC બુક પણ ચેક કરો.

ઈન્સ્યોરન્સ

image socure

સેકન્ડ હેન્ડ બાઈક ખરીદતા સમયે તેનું ઇન્સ્યોરન્સ પણ ચેક કરી લેવું. જે બાઈક તમને વેંચવામાં આવી રહી છે તેનું ઇન્સ્યોરન્સ કરવામાં આવેલ છે કે નહીં. જો હોય તો ઇન્સ્યોરન્સના પેપર તમારા નામે ફેરવાઈ જશે કે કેમ તેની પણ તપાસ કરી લેવી. સાથે એ પણ જોઈ લેવું કે બાઈક વેંચવાની તારીખ સુધી બાઈકનો રોડ ટેક્સ ચૂકવાયેલો છે કે નહીં.

મિકેનિક પાસે બાઈક ચેક કરાવી લેવી

image soucre

જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ બાઈક ખરીદો ત્યારે તેની ફાઇનલ ડિલ કરતા પહેલા તેને કોઈ જાણીતા અને વિશ્વાસુ મિકેનિકને બતાવી જોવી અને તેની કિંમત વ્યાજબી છે કે કેમ તે પણ જાણી લેવું. નિષ્ણાંત મિકેનિક બાઈક સ્ટાર્ટ કરીને તેના અવાજ પરથી જ તમને જણાવી દેશે કે બાઇકમાં શું શું ખામી છે અને શું શું ઠીકઠાક છે.

ટેસ્ટ રાઈડ જરૂર લેવી

image soucre

જો તમને બાઈક ચલાવતા આવડતું હોય તો સેકન્ડ હેન્ડ બાઈક ખરીદતા પહેલા તેની રાઈડ અવશ્ય લો અને ત્યારબાદ જ સોદો ફાઇનલ કરો. બાઈકની રાઈડ કરો ત્યારે તેનું પિક અપ, ગિયર શિફ્ટીંગ, લીવર વગેરે ચેક કરો અને જો તેમાં કોઈ ખામી દેખાય તો બાઈક વેંચનારને તે અંગે જણાવો.

NOC પણ છે જરૂરી

image soucre

સેકન્ડ હેન્ડ બાઈક ખરીદતા સમયે બાઈક વેંચનાર પાસેથી તેનું NOC જરૂર લઈ લેવું. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે બાઈક પર કોઈ લોન તો ચાલુ નથી ને ? જો લોન લેવામાં આવી હોય તો એ વ્યક્તિ પાસેથી ” નો ઓબ્જેકશન સર્ટિફિકેટ ” લેવું જરૂરી છે. આ સર્ટિફિકેટ એ વાતની સાબિતી છે કે તેણે લોનની કેટલી રકમ ચુકવી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!