પહેલી ડીલીવરી પછી બીજી વાર પ્રેગનન્સી રાખવા જો નહિં રાખો ઓછામાં ઓછો આટલા વર્ષનો સમય, તો થઇ શકે છે અનેક મુશ્કેલી

પહેલી ડીલીવરી પછી બે બાળક વચ્ચે ઓછામાં ઓછો કેટલા વર્ષનો સમયગાળો જરૂરી છે? પરણીત યુગલે આ જરૂર વાંચવું..

લગભગ કોઇ સ્ત્રીને બે બાળકો વચ્ચે કેટલા વર્ષોનો સમયગાળો રાખવો જોઈએ, એ વાતની ખબર હોતી નથી. ઘણીવાર હજી પહેલા બાળકનો જન્મ થયો હોય અને બીજા દિવસે જ ઘરના લોકો બીજા બાળક વિષે ચર્ચા શરુ કરી દે છે. તો બીજી બાજુ માતા- પિતા વર્ષો સુધી એના વિશે વિચારવા માંગતા નથી. બીજું બાળક જોઈએ છે કે નહિ, એ ખરેખર તો માતા-પિતા નો જ નિર્ણય હોય છે. પરંતુ ઘણીવાર મહિલાઓને ખબર જ નથી હોતી કે તેઓ બીજી વાર ગર્ભવતી થઇ ગઇ હોય છે.

image source

સૌથી મોટો સવાલ યુગલ માટે એ હોય છે કે ખરેખર બે બાળકોની વચ્ચે કેટલા વર્ષનું અંતર એટલે કે ઉંમર નો ગાળો હોવો જોઇએ? કોઈ એવી સ્ત્રી જેને હાલમાં જ બાળક આવ્યું હોય, એનું શરીર બીજી પ્રેગનેન્સી માટે ફરીથી તૈયાર હોઇ શકે છે? બંને બાળકોની સારસંભાળ, એને મળતું પોષણ અને માંના શરીરના પ્રમાણમાં બે બાળકોની વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? જો તમારા મનમાં પણ આ પ્રકારનો સવાલ ઉઠતો હોય, તો ચાલો આજે તમને જણાવી દઈએ કે ખરેખર એનો સાચો જવાબ શું આવે.

image source

સામાન્ય રીતે સ્ત્રીઓ ૩૦ની ઉંમરમાં પહેલા બાળક ને જન્મ આપે છે. તેઓને એટલી આઝાદી નથી મળતી કે તે એમના ૨ બાળકોની વચ્ચે ધાર્યા મૂજબ ઉંમર નો ગાળો રાખી શકે, કારણ કે એના માટે એની વધતી ઉંમર ફર્ટિલિટી સાથે જોડાયેલ સમસ્યા થઇ શકે છે. સ્વાસ્થ્યની નજરે જોઇએ તો જ્યાં સુધી કોઈ સ્ત્રી એક પ્રેગનેન્સી અને ડીલીવરીથી પૂરી રીતે સ્વસ્થ ન થઇ જાય, ત્યાં સુધી એને બીજા બાળક વિશે બિલકુલ પણ ન વિચારવું જોઈએ. કેમકે તે ગાળામાં તમારા શરીરમાં આયર્ન અથવા હિમોગ્લોબીનની ઉણપ હોય છે.

image source

ઘણાં પ્રયોગોમાં આ વાત સાબિત થઇ ચુકી છે કે જો પહેલી ડીલીવરીના ૬ મહિનામાં સ્ત્રી બીજી વાર પ્રેગનેન્ટ થાય,તો એ બાળકનું જન્મ સમયે વજન ઓછું હોય અથવા તો પ્રીમેચ્યોર ડીલીવરીનું જોખમ વધી શકે છે.

image source

તો સામન્ય રીતે ૨ પ્રેગનેન્સી વચ્ચે ૧૮ થી ૨૩ મહિનાનો એટલે કે દોઢ થી ૨ વર્ષનો ગાળો હોવો ખુબ જ જરૂરી છે.સ્ત્રીના શરીરને પ્રેગનેન્સી અને ડીલીવરી પછી ફરીથી સાજુ થઈને એમની શક્તિ પાછી મેળવવામાં એટલો સમય તો જોઇએ જ.

image source

આ ઉપરાંત ૨ બાળકોની વચ્ચે અંતર રાખવું એ એટલા માટે પણ જરૂરી છે, જેથી તમે બંને બાળકોને સંપૂર્ણ રીતે સાચવી શકો અને બરાબર બાળકોનું ધ્યાન રાખવામાં સમય આપી શકો. જો ૨ બાળકોની વચ્ચે ઉંમરનું અંતર વધારે હશે, તો તમે બંને બાળકોના શરૂઆતી વર્ષોમાં એના પર પૂરતું ધ્યાન આપી શકશો અને બાળકો માટે થતાં ખર્ચાઓ પણ સારી રીતે આયોજન કરીને ઉપાડી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ