ખોટી રીતે ઉઠવા-બેસવાથી બગડી જાય છે શરીરનું પોશ્ચર, આજે જ જાણી લો તમે પણ આની સાચી રીત

મિત્રો, આજના સમયે બોડીનો શેપ ખરાબ થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે. દાખલા તરીકે, લાંબા સમય સુધી ખુરશી પર બેસવુ, ખોટી રીતે ચાલવુ, બાઇક અથવા સાયકલ ચલાવવાની ખોટી રીત અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે પરંતુ, હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, એ કેવી રીતે જાણવુ કે, તમારી બોડીનો શેપ યોગ્ય છે કે નહીં?

image source

આપણી આસપાસનો સમય અને દુનિયા જેટલા ઝડપથી બદલાઈ રહી છે તેટલી જ ઝડપથી માનવશરીર બીમારીઓ ઉદ્ભવવા માટેનુ કારણ બની શકે છે. જો તમે તમારી આસપાસ ધ્યાનથી જોશો તો તમને યોગ્ય શરીર ધરાવતા અનેકવિધ લોકો તમારી આસપાસ જોવા મળશે. શું તમે જાણો છો કે, ખોટી રીતે બેસવાની આદત તમારા બોડી શેપને વિચિત્ર તો બનાવે જ છે સાથે-સાથે તમારા લોહીના પરિભ્રમણને પણ અસર કરે છે.

image source

મીડિયા રિપોર્ટ્સમા એવુ કહેવામાં આવ્યું છે કે, જ્યારે બોડી શેપ યોગ્ય ના હોય ત્યારે વધુ પડતો થાક, લોઅર બેક પેન અને શરીરની અન્ય સમસ્યાઓ ઊભી થાય છે. તમારા બોડીના શેપને અમુક સમયના અંતરે ચકાસવુ ખુબ જ અગત્યનુ છે. જો કે, કમર અને ગળામા દુ:ખાવા માટેના અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે જેમકે, વધતી ઉંમર, ઓશીકા અથવા નકામા ગાદલાનો ઉપયોગ કરવો.

image source

હવે જો તમને લાગે કે રાતોરાત તમારી બોડીનો શેપ ખરાબ છે, તો ચાલો તમને જણાવી દઈએ કે તમે ખોટા છો. હકીકતમા આવું ત્યારે જ થાય છે જ્યારે તમે લાંબા સમયથી અમુક ભૂલો કરી રહ્યા છો. જો તમે પણ કમરના દુ:ખાવા અથવા ગળામા જકડનની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો સમજો કે, તે શરીરના ખરાબ શેપને કારણે છે.

image source

તમારો બોડી શેપ કેટલો યોગ્ય છે? તમે તેને દિવાલમાંથી જોઈ શકો છો. આ માટે તમારે પહેલા દિવાલ તરફ પીઠ બતાવીને ઉભા રહેવું જોઈએ. જો તમારુ બોડી શેપ યોગ્ગ્ય હશે તો ગરદન અને પીઠ દિવાલથી બે ઇંચ દૂર રહેશે. આ ઉપરાંત તમારુ માથુ અને ખભા દિવાલને અડકેલા હશે. હવે જો તમારી બોડીનો શેપ યોગ્ય નહિ હોય તો તમારે તમારી દિનચર્યા બદલવી પડશે.

image source

જો તમે પણ આખો દિવસ ખુરશી પર કામ કરતા હોવ તો તમને ઘણીવાર કમરમાં દુ:ખાવો થાય છે અને તમે તેના માટે બામનો ઉપયોગ કરો છો. જો તમે ખુરશી પર યોગ્ય રીતે બેઠા હોવ અને તમને પીડા થાય તો તેનો અર્થ એ છે કે, તમારા સ્નાયુઓ અને શરીરની પેશીઓએ અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તે આપણા બોડીના શેપને પણ બગાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત