આગમન: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું લેન્ડિંગ, બ્રિજ પર ટ્રાફિક જામ, જોવા માટે લોકો ચડ્યા ધાબે

એશિયાના સૌથી લાંબા રોપ-વેનું લોકાર્પણ થઈ ચુક્યું છે અને હવે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થવાનો છે. આ પ્રોજેક્ટ છે રીવરફ્રંટ સી-પ્લેન. અમદાવાદના રીવરફ્રંટથી કેવડિયા સુધીના સી-પ્લેન પ્રોજેક્ટનો પ્રારંભ 31 ઓક્ટોબરે થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ શરુ થવાથી પ્રવાસીઓ રિવરફ્રંટથી સીધા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચી શકે છે. આ હવાઈ સફર લોકોને અલગ જ આનંદનો અનુભવ કરાવશે અને સાથે જ આ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કરી દેશે.

કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનાર સી-પ્લેન પ્રોજેક્ટ માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ 31 ઓક્ટોબરે શરુ થવા જઈ રહ્યો છે ત્યારે આજે જસી-પ્લેન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના માટે માલદિવ્સના માલેથી સી- પ્લેન અમદાવાદ આવવા સવારે રવાના થયું હતું. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઉતર્યું હતું ત્યારબાદ આ પ્લેન ગોવા, કેવડિયા થઈ અને અમદાવાદ આવી પહોંચ્યું હતું. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે. ત્યાં સુધીમાં આ પ્લેનનું ટ્રાયલ કરવામાં આવશે.

સી પ્લેન ટેસ્ટિંગ માટે અમદાવાદ આવી પહોંચ્યું હતું. આ સી-પ્લેનમાં સૌથી પહેલા ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદથી સી-પ્લેનનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યાનુસાર 31 ઓક્ટોબર સુધીમાં અનેકવાર પ્લેનનું ટેસ્ટીંગ નિષ્ણાંતોની હાજરીમાં કરવામાં આવશે. ટ્રાયલ દરમિયાન તેમાં 12 લોકોને બેસાડવામાં આવશે.

આ સાથે જ શહેરમાં વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારીઓ પણ શરુ કરવામાં આવી છે. શહેરમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે. આ સિવાય રિવરફ્રંટ ખાતે પણ સુરક્ષા બંદોબસ્તને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી.

First time in ahmedabad of the Sea-plane on Sabarmati Riverfront 😃😃

The first trial runs of Sea-plane in Ahmedabad…

Posted by IndiaGhoomo on Monday, 26 October 2020

 

આ સીપ્લેન માટે અત્યાર સુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી-પ્લેન સર્વિસનું ભાડું 4,800 નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોજ 4 ફ્લાઈટ અહીંથી ટેકઓફ થાય તેવી યોજના છે. સી-પ્લેનમાં 2 પાઇલટ, 2 ઓનબોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.

વડાપ્રધાન મોદીનો શું છે કાર્યક્રમ

30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી કેવડિયા આવશે ત્યારબાદથી અનેકવિધ કાર્યક્રમોનું લોકાર્પણ તેઓ કરશે જેમાં પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન, ફેરી બોટનું ઉદ્ધઘાટન,

image source

ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેકટર્સ ગાર્ડન અને એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરશે. 30 ઓક્ટોબરે તેઓ રાત્રિરોકાણ કેવડિયામાં કરશે. તેઓ 31 ઓક્ટોબરના રોજ તેઓ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે, સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા કરશે, સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ કરશે, સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે કેવડિયાથી કરશે, સવારે 9 કલાક પછી આઈએએસ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે, ત્યારબાદ સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ