જલ્સા કરોને જેંતીલાલ

જાણો આખી વાર્તાઃ TVS સ્કૂટીના લીધે કેવીરીતે મળી મહિલાઓને ડ્રાઈવીંગની આઝાદી…

Tvs સ્ફૂટી પેપ પ્લસ ની એડ તો તમને યાદ જ હશે કે જેમા એક બાઇક પર બેઠેલો છોકરો સ્કુટી પર બેઠેલી અનુષ્કા શર્મા ને સીટી મારી ને ભાગી જાય છે.

આ એડ નો હેતુ એ હતો કે મહિલાઓ પણ કોઈથી ઓછી ઉતરે એવી નથી અને ત્યાર બાદ અનુષ્કા શર્માએ તે બાઇક વાળા નો પીછો કરી ને તેને સબક શીખવે છે.

image source

સ્ત્રીઓ ને ગાડી ચલાવવા ની સ્વતંત્રતા આપવામાં સૌથી મોટો હાથ tvs નો છે ત્યાર બાદ જમાનો જેમ જેમ બદલતો ગયો તેમ તેમ હવે મહિલાઓ પણ પુરુષો નીં જેમ જ સ્કુટી ચલાવતી થઈ ગયી હતી.

સવારી નું સૌથી સરળ સાધન બન્યું સ્કુટી

આજે બધી મહિલાઓ પોતાની સગવડતા મુજબ સ્કુટી ચલાવી શકે છે પછી તે નોકરી એ જવા માટે હોય કે પછી ઘરેલુ કામ માટે હોય સ્કુટી ની સૌથી મોટી ખાસિયત તો એ હતી કે સ્ત્રીઓ કોઈ પણ પોશાક માં સ્કુટી ચલાવી શકતી હતી પછી ભલે તે સાડી હોય કે સલવાર હવે પુરુષો ની જેમ જ મહિલાઓ પણ સવારી નો લુફત ઉઠાવી શકતી હતી થેન્ક્સ ટુ સ્કુટી.

image source

આજે સગવડતા અને સુરક્ષા મુજબ મહિલાઓ માટે નું સૌથી સુરક્ષિત સાધન સ્કુટી ને માનવામાં આવે છે પછી ભલે કામ પર જવા માટે હોય કે કોલેજ જવા માંટે હોય.

કોલેજ જવા વાળી છોકરીઓ અને નોકરિયાત મહિલાઓ ને લીધે સ્કુટી નું વેચાણ ખૂબ જ થતું હતું સાથે સાથે જ ઘર માટે સામાન લાવવા માટે તેમ જ બાળકો ને સ્કુલ છોડવા માટે સ્કુટી નો ઉપયોગ બહોળા પ્રમાણ માં થવા લાગ્યો હતો સામાન્ય રીતે મહિલાઓ સ્કુટી ને જ વધુ પ્રાધાન્ય આપે છે કારણકે સ્કુટી બનાવવા વાળા લોકો એ પણ મહિલાઓ ની જરૂરિયાતો નું ખાસ ધ્યાન રાખ્યું હતું જેવી કે ગેયર અને ક્લચ ની ઝંઝટ વગર સ્કુટી ને માત્ર એક્સીલરેટર સંચાલિત કરવામાં આવી જેથી મહિલાઓ તેને આસાની થી ચલાવી શકે અને પોતાનો સામાન પણ સીટ ની નીચે આવેલી જગ્યા માં આરામ થી મૂકી શકે છે જેમકે હેન્ડબેગ થઈ માંડી ને હેલ્મેટ પણ ત્યાં આસાની થી સમાઈ શકે છે.

image source

Tvs મોટર્સ લાવ્યું ક્રાંતિ

આ બધા ક્રાંતિકારી પરિવર્તનો માટે tvs અને બીજા ઘણા મોટરસાઇકલ ઉત્પાદકો નો ખૂબ જ ફાળો રહ્યો છે tvs મોટર્સ છેક 1996 થી સ્કુટી નામ ની બ્રાન્ડ થી ખાસ કરીને મહિલાઓ માટે સ્કુટી નું ઉત્પાદન કરી રહ્યું છે. સ્કુટી પોતાના સેગમેન્ટ માં સૌથી વધુ વેચાવવા વાળી સ્કૂટર બ્રાન્ડ હતી જેમ પુરુષો ની ઈચ્છા એક બાઇક અથવા તો સ્કૂટર ખરીદવાની હોય છે. તેમ જ મહિલાઓ ની ઈચ્છા પણ એક સ્કુટી ખરીદવાની હોય છે પછી ભલે તે કોઈ પણ બ્રાન્ડ ની હોય ભારત ની મહિલાઓ એ tvs ની હલકા વજન વાળી સ્કુટી ને બીજી સ્કુટી કરતા સૌથી વધુ પસંદ કરી હતી.

સ્કુટી ની પહેલી ટેસ્ટ ડ્રાઈવ ની શરૂઆત સન 1993 માં tvs કંપનીએ કરી હતી અને આજ એટલે કે 21 મી સદી માં સ્કુટી મહિલાઓ માટે ખાસ ઓળખાણ બની ગયી છે.

image source

અને મહિલાઓ ને પસંદ આવી ગયી સ્કુટી

જોકે tvs મોટરે સ્કુટી ને કોઈ પણ ખાસ પુરુષ કે સ્ત્રીને ધ્યાન માં રાખીને બનાવી ન હતી ત્યાર બાદ લોન્ચિંગ પછી ના 2 વર્ષ ના આંકડા પર થી જાણી શકાય છે. કે આ નવુ વાહન મહિલાઓ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું હતું અને સ્કુટી ને સૌથી વધુ ખરીદનાર પણ મહિલાઓ જ હતી.

image source

હવે મહિલાઓ માટે tvs ની પહેલી સ્કુટી ખુબજ સક્સેસ રહી હતી આથી 1996 મા tvs મોટરે ખાસ કરીને મહિલાઓ માટે કીક થી ચાલુ થવા વાળી સ્કુટી es ને લોન્ચ કરી આ સ્કુટી ને લોન્ચ કરતી વખતે tvs એ કાયદેસર જુગાર જ રમ્યો હતો, કારણકે તે સમયે રોડ ઉપર સૌથી વધુ વાહન ચાલકો ની સંખ્યા પુરુષો ની હતી આવા માં તેને ડર હતો કે જો મહિલાઓ આ સ્કુટી ને નહીં ખરીદે તો કંપની ને ખૂબ જ નુકસાન જશે પરંતુ પરિણામ આ કલ્પના ની વિરુદ્ધ ગયું અને મહિલાઓ આ સ્કુટી ને હાથો હાથ ખરીદવા લાગી હતી.

image source

Tvs એ આપી મહિલાઓ ને ડ્રાઇવિંગ ની ટ્રેનિંગ

Tvs ને મળેલી જંગી સફળતા બાદ tvs એ સમય સાથે સુધારા વધારા કરી ને સ્કુટી ના ઘણા મોડલો રજૂ કર્યા હતા જેમ કે 2003 માં કીક અને સેલ્ફ સ્ટાર્ટ સિસ્ટમ વાળી સ્ફૂટી પેપ ને બજાર માં ઉતારવામાં આવી હતી ત્યાર બાદ 2005 માં કીક અને સેલ્ફ સ્ટાર્ટ સિસ્ટમ વાળી સ્ફૂટી પેપ પ્લસ લોન્ચ કરવામાં આવી ત્યાર બાદ 2007 માં સ્કુટી ટીનજ અને 2009 માં સ્કુટી સ્ટ્રીક ખાસ કરી ને મહિલાઓ ને ધ્યાન માં રાખી ને લોન્ચ કરવામાં આવી હતી.

image soruce

મહિલાઓ ને સ્કુટી શીખવવા માટે તથા ખુલા રોડ પર ડ્રાઇવિંગ નો અનુભવ કરાવવા માટે tvs કંપની એ સ્કુટી ઈન્સ્ટિટ્યૂટ નામ ની ડ્રાઇવિંગ લર્નિંગ સંસ્થાઓ ખોલી હતી જ્યા 16 વર્ષ થી મોટી મહિલાઓ ને 350 રૂપિયા અઠવાડિયે સ્કુટી શીખવવામાં આવતી હતી ત્યાર બાદ tvs કંપની એ શહેરો ને ધ્યાન માં રાખી ને 1 થી 5 લાખ જેટલી વસ્તી ધરાવતા શહેરો માં પણ તેમણે પોતાના ડ્રાઇવિંગ લર્નિંગ સેન્ટરો ખોલ્યા હતા.

image soruce

99 કલર માં લોન્ચ કરવામાં આવી સ્ફૂટી

સન 2009 માં જ્યારે સ્કુટી સ્ટ્રીક લોન્ચ કરવામાં આવી હતી ત્યારે તેને ચોમાસા ની ઋતુ ને પણ ધ્યાન માં રાખી ને બનવાવા માં આવી હતી અને તેમાં ખાસ ” એન્ટી સ્લીપ ટાયર ” વાપરવામાં આવ્યા હતા કે જે ભીના રોડ રસ્તા ઓ પર પણ પોતાની પકડ બનાવી શકતા હતા.

ત્યારબાદ પેપ પલ્સ માં સુધારા વધારા કરી ને તેને 99 રંગો માં લોન્ચ કરાઈ હતી તે સમય માં પ્રીતિ ઝિન્ટા અને મનીષા લાંબા દ્વારા કરાયેલા એડવર્ટાઝમેંન્ટ તો તમે જોયા જ હશે tvs એ એક ઇલેકટ્રીક સ્કુટી નું મોડલ પણ બહાર પાડ્યું હતું જેનું નામ સ્કુટી ટીંજ હતુ.

image source

ત્યાર બાદ પિંક કલર માં એક લિમિટેડ એડિશન પણ લોંચ કરવામાં આવ્યું હતું જેમાં ચાર્જ કરવા માટે એક સોકેટ પણ આપવામાં આવ્યું હતું tvs ની ઘણી સ્કૂટી નો ઉપયોગ બોલિવુડ ની ફિલ્મો માં પણ થવા લાગયો હતો. જેમકે 2008 માં આવેલી ગઝની માં પણ અભિનેત્રી અસીને પણ સ્કૂટી પેપ પ્લસ નો ઉપયોગ કર્યો હતો.

આ પછી જેનેલિયા ડિસુઝા એ ચાન્સ પે ડાન્સ માં અને આયેશા તાકીઆ એ રવિવાર માં સ્ફુટી નો ઉપયોગ કર્યો હતો ફિલ્મો માં સ્કુટી માત્ર મહિલાઓ એ નહિ પણ 2009 માં આવેલી રોકેટ સિંહ માં રણબીર કપૂરે પણ સ્ફૂટી પેપ પલ્સ નો ઉપયોગ કર્યો હતો.

image source

33 કરોડ ગ્રાહકો અને દર વર્ષે 40 લાખ થી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી tvs કંપની ભારત ની ત્રીજા નંબર ની સૌથી મોટી મોટરસાઇકલ બનાવતી કંપની બની ગઈ હતી જેમાં મોટર સાઇકલ અને સ્કૂટર માં ઘણી બધી વેરાયટીઓ જોવા મળે છે.

આજે બજાર માં ઘણી સ્કૂટી ની બ્રાન્ડો જોવા મળે છે પણ આ ક્રાંતિકારી શોધ નો બધો શ્રેય tvs મોટર્સ ને જ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version