શહેર બાદ હવે ગામડામાં પણ સ્કૂટરનો વધ્યો ક્રેઝ, જાણો ઓક્ટોબર મહિનામાં ક્યું સ્કૂટર સૌથી વધુ વેચાયું

ભારતીય બજારમાં સ્કૂટર્સની માંગ ધીરે ધીરે વધી રહી છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્કૂટરના ખરીદદારો વધી રહ્યા છે. અગાઉ એવું કહેવામાં આવતું હતું કે જ્યાં રસ્તા સારા છે ત્યાં સ્કૂટર્સની વધુ માંગ છે. પરંતુ હવે દેશના ખૂણે ખૂણામાં સ્કૂટર્સનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાં ડઝનેક સ્કૂટર બનાવનારી કંપનીઓ છે. પરંતુ માત્ર કેટલીક પ્રમુખ ટુ-વ્હીલર કંપનીઓ જ માર્કેટમાં રાજ કરે છે. જેમણે ગ્રાહકોનો વિશ્વાસ જીતી લીધો છે.

ઓક્ટોબર મહિનામાં ભારતમાં 5 સૌથી વધુ વેચાયેલ સ્કૂટર્સ

image source

આજે અમે તમને છેલ્લા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં ભારતમાં 5 સૌથી વધુ વેચાયેલ સ્કૂટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા બજેટમાં ફિટ બેસી જશે. ભારતમાં ટુ-વ્હિલરના ઑક્ટોબર મહિનાના વેચાણની વાત કરીએ તો પાંચ એવી સ્કૂટર છે જેનું વેચાણ અન્ય બાઈક્સ કરતા પણ વધુ થયુ છે. આ પાંચ સ્કૂટરમાં હોન્ડા એક્ટિવા, ટીવીએસ જુપીટર, સુઝુકી એક્સેસ, હોન્ડા ડિઓ અને ટીવીએસ એનટોર્કનો સમાવેશ થાય છે. મોટા શહેરોમાં પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા હોય છે તેથી બાઈકની સરખામણીએ સ્કૂટરને લોકો વધુ પસંદ કરે છે કારણ કે આ સ્કૂટરમાં ગિયર હોતા નથી તેથી બાઈકની સરખામણીએ આમાં થાક પણ ઓછો લાગે છે.

Honda Activa

image source

ભારતીય સ્કૂટર માર્કેટમાં હોન્ડા એક્ટિવા 1 નંબરનું સ્થાન ધરાવે છે. ઓક્ટોબરમાં એક્ટિવાના કુલ 2,39,570 યુનિટ વેચાયા છે. જોકે, ઓક્ટોબર 2019 ની તુલનામાં વેચાણમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં તેની (એક્સ-શોરૂમ) કિંમત 65,892 રૂપિયા છે.

TVS Jupiter

image source

અદભૂત દેખાવને કારણે ભારતીય બજારમાં TVS Jupiter ની વિશેષ પકડ છે. ઓક્ટોબર મહિનામાં TVS Jupiter ના કુલ 74,159 યુનિટ વેચાયા છે. TVS Jupiter ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વેચાયેલા સ્કૂટરમાં બીજા ક્રમે રહ્યું. આ સ્કૂટરની (એક્સ-શોરૂમ) કિંમત 63,852 રૂપિયા છે.

Suzuki Access

image source

સુઝુકી એક્સેસની સારી માંગ છે. ગયા મહિને,સુઝુકી એક્સેસ સ્કૂટર્સના કુલ 52,441 એકમો વેચાયા હતા. આ આંકડા સાથે સુઝુકી એક્સેસ ત્રીજી સૌથી વધુ વેચાણવાળી સ્કૂટર બની છે. સુઝુકી એક્સેસની એક્સ શોરૂમ કિંમત 70,500 રૂપિયા છે.

Honda Dio

image source

ઓક્ટોબર મહિનામાં વેચાણની બાબતમાં Honda Dio સ્કૂટર ચોથા ક્રમે રહી. ઓક્ટોબરમાં હોન્ડા ડીયોના કુલ 44,046 યુનિટ વેચાયા હતા. ભારતીય માર્કેટમાં Honda Dioની એક્સ શોરૂમ કિંમત 61,970 રૂપિયા છે.

TVS Ntorq

image source

ટીવીએસના વધુ એક સ્કૂટરે ગયા મહિને વેચાણની દ્રષ્ટિએ સારી વૃદ્ધિ હાંસલ કરી હતી. TVS Ntorq ના ઓક્ટોબરમાં કુલ 31,524 યુનિટ વેચ્યા હતા. ભારતમાં હાજર તે એક ખૂબ જ હાઇટેક સ્કૂટર છે. વેચાણની દ્રષ્ટિએ તેનો પાંચમો નંબર છે. આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 68,885 રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ