સાયન્સ ઓફ સ્મેલ: લીંબુની સ્મેલ આપે છે તાજગી, તો સામે વેનીલાની સ્થૂળતા, જાણો વિગતવાર…

મિત્રો, હાલ એક સંશોધનમા એવી વાત જાણવા મળી છે કે, લીંબુંની સુગંધ એ આપણને એક અલગ જ તાજગીનો અનુભવ કરાવે છે જ્યારે વેનીલાની સુગંધ એ આપણને સ્થૂળતાનો અનુભવ કરાવે છે તથા તમારુ વજન વધારે છે. આ દાવો ઈંગ્લેન્ડની સુસેક્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમા કર્યો છે.

image source

આ સુસેક્સ સુનિવર્સિટીના પી.એચ.ડી. સ્કોલર ગિયાડા બ્રિઆંઝા જણાવે છે કે, અમારુ સંશોધન એવુ જણાવે છે કે, સુગંધ એ આપણા શરીરમા એક એવી તરંગ વહેતી કરે છે કે, જે વસ્તુઓને મેહસૂસ કરવાની રીત અને લાગણીઓને સદંતર પરિવર્તિત કરી નાખે છે.

image source

પ્રોફેસર એવુ જણાવે છે કે, સુગંધનો ઉપયોગ કરીને બોડી પરસેપ્શન ડિસઓર્ડરની ખુબ જ સરળતાથી સારવાર કરી શકાય છે. ઘણા લોકો પોતાના શરીર વિશે નકારાત્મક વિચારો ધરાવતા હોય છે. સુગંધની મદદથી તમે તમારા આ વિચારને સરળતાથી પરિવર્તિત કરી શકો છો. સુગંધની મદદથી તમે વધારે વજન ધરાવતા લોકોના નકારાત્મક વિચારોને પણ સરળતાથી પરિવર્તિત કરી શકો છો.

image source

આ સુસેક્સ યુનિવર્સિટીના પ્રોફેસર મારિયાના ઓબ્રિસ્ટ જણાવે છે કે, જ્યારે લીંબુ અથવા અન્ય વસ્તુની સુગંધ નાકમાંથી પસાર થાય છે તો આપણા શરીર પ્રત્યેના સંપૂર્ણ વિચાર બદલાઈ જાય છે. આજે અમે તમને આ લેખમા અમે તમને લીંબુના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે જણાવીશુ.

લાભ :

image soucre

લીંબુમા અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તેના નિયમિત સેવનથી ત્વચાની કરચલીની સમસ્યા થશે અને કેન્સરની સમસ્યાથી મુક્તિ મળશે. જો તમે લીંબુપાણીનુ નિયમિત સેવન કરો તો વિટામિન-સી ની ઊણપ દૂર થાય છે. તે ત્વચા પર કરચલી ઘટાડે છે અને વધતી જતી ઉંમરની અસર ઓછી કરે છે.

image source

લીંબુંમા પુષ્કળ માત્રામા ફ્લેવેનોઈડ્સ , ફિનોલિક એસિડ અને ઘણા એવા ઓઈલ્સ સમાવિષ્ટ હોય છે, જે શરીરની કોશિકાઓને ડેમેજ કરનારા ફ્રી રેડિકલ્સની સમસ્યામાંથી મુક્તિ આપે છે. લીંબુ પાણી એ પીવાથી ઈમ્યુનિટી વધે છે અને અનેકવિધ પ્રકારની ઋતુગત બીમારી દૂર થાય છે.

image source

તેમા સમાવિષ્ટ એન્ટિઓક્સીડેન્ટ્સ બોન, લિવર, બ્રેસ્ટ, કોલોન અને સ્ટમક કેન્સરની સમસ્યા સામે તમને રક્ષણ અપાવે છે. આ ઉપરાંત તેમા એક વિશેષ પ્રકારનુ કેમિકલ પણ જોવા મળે છે, જે તમારા મગજની કોશિકાઓને ઝેરી તત્વો સામે સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત તેના નિયમિત સેવનથી અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન્સ ડિસીઝનુ જોખમ પણ ખુબ જ ઓછુ રહે છે.

image source

આ સિવાય લીંબુના નિયમિત સેવનથી તમને આંખ સાથે સંકળાયેલી સમસ્યાઓમા પણ રાહત મળે છે. તેમા સમાવિષ્ટ વિટામીન-એ અને કેલ્શિયમ તમારી આંખોની દ્રષ્ટિને તેજ બનાવે છે. આ સિવાય જો તમે હૃદય સાથે સંકળાયેલી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તેના માટે પણ લીંબુનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ