ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાશે આ તારીખ પછી, આ મહિનામાં લેવાશે પરીક્ષા

માતાપિતાને બાળકોના અભ્યાસ ખરાબ થયાની ચિંતા. આમ તો ગુજરાત સહિત દરેક રાજ્યમાં ઓનલાઈન અભ્યાસ ચાલી જ રહ્યો છે. તેમ છતાં વાલી અને વિદ્યાર્થીઓ બંનેને ટેન્શન વધી રહ્યું છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જેઓ આ વર્ષે બોર્ડની એટલે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે.

image source

જો કે અગાઉ જ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની ચિંતા હળવી કરવા માટે કોર્સમાં ઘટાડ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે વધુ એક મહત્વના સમાચાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને લઈને સામે આવ્યા છે. જાણવા મળ્યાનુસાર બોર્ડની પરીક્ષા માટેના ફોર્મની પ્રક્રિયા 15 જાન્યુઆરી બાદ શરુ થશે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શાળાઓ ફરીથી શરુ કરવા કહ્યું હતું. 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે નિયમો સાથે શાળા શરુ થવાની હતી પરંતુ તે પહેલા જ રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઉંચકતા રોજ નોંધાતા કેસમાં વધારો થવા લાગ્યો.

image source

રાજ્યમાં ફરી કોરોનાના કેસ વધવા લાગતાં સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ જાહેર કર્યું છે અને સાથે જ શાળા કોલેજો ખોલવાનો નિર્ણય પણ મોકૂફ રાખી દીધો છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે કે બોર્ડની પરીક્ષાઓ વિલંબ વિના નિયત સમયે લેવાય શકે. તેના માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ પણ શરુ કરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર 15 જાન્યુઆરી બાદ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાશે અને મે મહિનામાં પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે.

image source

શાળાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ડિસેમ્બર માસમાં લેવાનાર તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની તારીખ પણ હવે 15 ડિસેમ્બર બાદ જાહેર કરવામાં આવશે.

image soucre

કોરોનાના કેસમાં વધારો થતાં શિક્ષકોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ શાળાના આવવાના સમયમાં ફેરફાર કર્યો છે. હવેથી શિક્ષકો સવારે 7.30થી બપોરે 12 કલાક સુધી જ શાળામાં હાજર રહેશે. જ્યાં સુધી બાળકો માટે શાળા શરુ થશે નહીં ત્યાં સુધી શિક્ષકો માટે આ બદલાયેલો સમય જ લાગુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ