સ્કૂલ મહોસ્તવ – કેવા મોજના એ દિવસો હતા, તમને પણ તમારા સ્કુલના દિવસો યાદ આવી જશે…

તમને ખબર છે મેં આનું નામ સ્કૂલ મહોસ્તવ કેમ આપ્યું ?? કારણ આ એક ઉત્સવ છે દરેક એવા માતા પિતા માટે કે જે પોતાના સંતાનને પેહલી વાર સ્કૂલે મુકવાના છે !!!!હજી તો નર્સરી કે કે જી માં મુકશે પણ પોતાના લાડલા કે લાડલી માટે જે તૈયારી કરે એ જુવો.

જેમ લગ્નમાં 6 મહિના પેહલા હોલ બુક કરાવો તેમ આ બાળક માટે 6 મહિના પેહલા એનું ઇન્ટરવ્યૂ થાય જોડે માતા પિતાનું ય થાય અને જાન્યુવારી માં એડમિશન થઇ જાય અને જૂન માં સ્કૂલ ચાલે હવે વારો વરરાજા તૈયાર કરવાનો એટલે એના કપડાં જે સ્કૂલ માંથી લિસ્ટ આપે ત્યાંથી અલગ અલગ વાર ના અલગ અલગ લેવાના બુક નોટ બુક બેગ અને બુટ મોજા કંપાસ જેને હમણાં બધા પાઉચ કહે છે તે લાવવાનું અને છેલ્લે નાનું નાનું પેન્સિલ રબર કલર ડ્રોઈંગ બુક પાણીની બોટલ લંચ બોક્સ અને ટાઈ આ થઇ એની તૈયારી

હવે જેમ લગ્ન ની જાન લઈ જવા જેમ વાહન કરાવું પડે તેમ આ બાળકોને લઇ જવા લાવવા વાન કે રિક્ષા કરવાની નહિ તો એની મમ્મી ને નવું વાહન લાવી આપવાનું એટલે એ બાળકોને લેવા મુકવા જાય અને બાળકના ખર્ચા સાથે ક્યારેક માં નો પણ ખર્ચ કરવો પડે જેમ લગ્નમાં મમ્મી 20.હજારની સાડી લે તેમ અહીં 50 હજાર નું એક્ટિવા કે કોઈપણ ટૂ વ્હીલર લે અને એના પણ સારા કપડાં લે કારણ લેવા મુકવા જાય ત્યારે જોઈએ ……બસ આમ ફર્ક એટલોજ છે કે આમ આપણે સગા સબંધી ને નોતરું નથી આપતા આ બધા કામ એકલા માતા પિતા એજ કરવું પડે છે.

તમે એક સામાન્ય લગ્ન કરો એટલે નાનું ફંક્શન રાખો અને એમાં જેટલો ખર્ચ થાય એટલોજ ખર્ચ આમાં થાય કહેવાનો અર્થ શિક્ષણ એટલું મોંઘુ થઇ ગયું છે. અને આ ફક્ત નાના બાળકો ની વાત નથી જે બાળકો 9 કે 10 માં આવે છે એ બાળકો ને પણ આટલોજ ખર્ચ કરવો પડે છે પર્સનલ ટયુશન ની ફી કલાસ ની ફી આને હું ઉત્સવ એટલે કહીશ કે એમાં બજારો માં પણ ખરીદી માટે ખુબજ ભીડ જોવા મળે નાના માં નાની બુક સ્ટોલ માં પણ ભારે ભીડ જોવા મળે.


માતા પિતા હાંફડા ફાફડા બની આ દુકાન નહિ તો બીજે મળશે પણ પોતાના સંતાન માટે ખરીદી કરવા આખો દિવસ બગાડે છે અને પોતાનાં બાળકો માટે બધીજ વસ્તુ ખરીદી કરે અને એના શાળા ખુલવા ના એક મહિના પેહલાં આ બધું ચાલે અને શાળા ખુલવાના દિવસે તો જાણે ઘર માં પ્રસંગ હોય એમ સવારથીજ બધા તૈયારી કરતા હોય અને એ સ્કૂલે જાય એટલે જાણે એક મોટું કામ પત્યું હોય તેવો આંનદ માતા પિતાના ચહેરા પાર જોવા મળે.


અને સાચુંજ છે આંનદ થવો જોઈએ કારણ કે એ એમના બાળકના સારા ભવિષ્ય માટે કરે છે એને સારા માં સારી સ્કૂલ માં ભણાવે પોતાની ક્ષમતા ના હોય તોપણ ગમે તેમ!! કરી દેવું કરી!! ને પણ પોતાના દીકરાની દીકરીની ફી ભરે કારણ એ સારું ભણે તો સારી નોકરી મળે અને એનું જીવન સારું જાય આ બધું એ 22 કે 25 નો થાય બધું ભણી લે ત્યાં સુધી હોય અને એનો ખર્ચ એક પ્રસંગ જેટલો હોય એટલે શાળા મહોસ્તવ રાખવામાં આવે છે.


લેખક : નયના નરેશ પટેલ

તમને તમારા બાળકના એડમીશન માટે કોઈ તકલીફ પડી હતી? ઈચ્છો તો કોમેન્ટમાં જણાવી શકો, દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ