જલ્સા કરોને જેંતીલાલ

ધોરણ 9-11ના વિદ્યાર્થીઓ માટે 26 જુલાઈથી ખાસ નિયમો સાથે શરૂ થશે શાળાઓ

અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે હવે રાજ્યો દ્વારા શાળાઓ શરૂ કરવાને લઈને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે અને અત્યારની જેમ ઓનલાઈન ક્લાસ પણ ચાલુ જ રખાશે. જે વિદ્યાર્થીઓ શાળામાં આવવા ઈચ્છે છે તેઓએ પોતાના વાલીની સાઈન વાળું સંમતિ પત્રક જમા કરાવવાનું રહેશે. શાળાઓ શરૂ કરવાને લઈને લેવાયેલા નિર્ણયમાં કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાનું પણ ફરજિયાત રહેશે. જાણો શું હશે નવી વ્યવસ્થા.

image soucre

ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે સોમવારથી જ એટલે કે 26 જુલાઈથી રાજ્યમાં ધો. 9-11ની શાળાઓ શરૂ કરાશે. અહીં ઓફલાઈન શિક્ષણમાં 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરવામાં આવશે.

શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં રહે

image soucre

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે કે ઓફલાઈન શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ શાળાએ આવવા ઈચ્છે છે તેઓ વાલીના સંમતિપત્રક સાથે આવી શકશે. 50 ટકા ક્ષમતા સાથે જ વર્ગો શરૂ કરાશે. આ સાથે હાજરીને ગણવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં આગામી 26 જુલાઇ-2021થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઓફલાઈન શાળામાં કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન-SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોણ કોણ રહ્યું હતું હાજર

image soucre

ગઈકાલે યોજાયેલી કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version