જલ્સા કરોને જેંતીલાલ

સ્કેલ્પમાં લગાવો આ જડીબૂટ્ટી, વાળ ખરતા થઇ જશે બંધ અને સો ટકા દેખાશે રિઝલ્ટ

મિત્રો, પ્રવર્તમાન સમયમા સ્ત્રી હોય કે પુરૂષ બધા જ લોકોને વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓ સતાવતી જ હોય છે. અનેકવિધ પ્રકારની પ્રોડક્ટ્સ વાપર્યા પછી પણ તેનાથી આપણને ફાયદો થતો નથી. જો તમારે તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે સારા અને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે, જે તમને વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. આજે આ લેખમા આપણે અમુક ઘરગથ્થુ નુસ્ખાઓ માહિતી મેળવીશુ, જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળ ખરવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

એલોવેરા અને મધ :

image source

આ બંને વસ્તુઓ ફક્ત આપણી ત્વચા માટે જ નહિ પરંતુ, વાળ માટે પણ વરદાન સમાન સાબિત થાય છે. આ વસ્તુઓમા વિટામિન, સેલેનિયમ અને અનેકવિધ પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે વાળ લાંબા, સ્વસ્થ અને મજબૂત બનાવે છે. જો તમે એલોવેરામા એકસમાન માત્રામા મધ મિક્સ કરીને તેની પેસ્ટ વાળમા ૩૦ મિનિટ લગાવી અને ત્યારબાદ વાળ પાણીથી ધોઈ લો તો તમારા વાળ એકદમ સ્વસ્થ બની શકે.

ડુંગળી :

image source

જો તમે પણ ખરતા વાળ અને ટાલની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તેના માટે ડુંગળીનો રસ ખૂબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. એમા પણ ખાસ કરીને સફેદ ડુંગળીનો રસ ખુબ જ વધારે ગુણકારી સાબિત થાય છે. જો તમને ડુંગળીના રસની ગંધ તીવ્ર લાગતી હોય તો તમે તેમાં કોકોનટ ઓઈલ અથવા લીંબુનો રસ ઉમેરી તેને મિક્સ કરી તમારા સ્કેલ્પ પર લગાવો તમારા વાળ ખરતા તુરંત બંધ થઈ જાય છે.

ગાજર :

image source

આપણે સૌ જાણીએ છીએ કે, ઠંડીની ઋતુમા વાળ ખરવાની સમસ્યા એકાએક વધી જાય છે. એવામા જો તમે આ ઋતુમા ગાજરનુ ભરપૂર માત્રામા સેવન કરો અથવા ગાજરનો રસ કાઢીને તેને અઠવાડિયામા બે વાર સ્કેલ્પમાં લગાવશો તો તે તમારા ખરતા વાળની સમસ્યાને તુરંત દૂર કરશે. તેમા સમાવિષ્ટ બાયોટીન તમારા વાળને શાઈની બનાવે છે અને હેરફોલ સામે રક્ષણ મેળવશો.

લસૂન :

image source

આ વસ્તુમા એલિસિન નામનુ પોષક તત્વ સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળની સમસ્યાઓ પર દેશી ઔષધી તરીકે કાર્ય કરે છે. આ સિવાય જો તમારા વાળ વધારે ખરતા હોય તો અઠવાડિયામા બે વાર બે ચમચી લસૂનના રસમા એક ચમચી કોકોનટ ઓઈલ મિક્સ કરીને તેને વાળના મૂળમાં લગાવો અને એક કલાક પછી તમારા વાળ વોશ કરી લો તો તમારી વાળ ખરવાની સમસ્યા તુરંત દૂર થઇ જશે અને તમારા વાળ કાળા અને મજબુત બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version