માથામાં થતી ફોલ્લીઓથી લઇને આ અનેક સમસ્યાઓને દૂર કરવા અજમાવો આ ઉપાય

માથામાં થતી ફોલ્લીઓ અને તેની બળતરાથી પરેશાન છો? આ રહ્યા સરળ ઉપાય, હવે માથું ખંજવાળીને હેરાન ન થશો…

image source

આપણને ઘણીવાર માથામાં ખરજ આવવી, બળતરા થવી કે ફોતરી વળવી જેવી મુશ્કેલીઓ થાય છે. ત્યારે એવે સમયે શું ઇલાજ કરવો, એજ ખ્યાલ નથી આવતો હોતો.

કારણ કે તેની પાછળ મૂળ શું કરણ છે તેની જ માહિતી આપણે કાઢી નથી શકતાં હોતાં. જો તેનો ઇલાજ કરવા માટે આપ કોઈ કારણ શોધવા વિચારો છો તો આજે અમે તમારા માટે કેટલીક ઉપયોગી માહિતી લાવ્યા છીએ.

image source

જે આવી તકલીફ શા માટે થાય છે અને તેના શું ઉપાય છે તે જણાવીશું, માથાની સ્કાલ્પ ઉપરની ચામડી પર થતા ખીલનું કારણ શું છે? જાણો…

સ્કાલ્પ ઉપરની ચામડીમાં થતા ખીલને ફોલિક્યુલિટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ સમસ્યાને હળવીથી ગંભીર સુધીની હોઈ શકે છે.

image source

જ્યારે શરીરની પ્રાકૃતિક તેની અંદરનું કુદરતી મોઈશ્ચરાઈઝ ઓછું થઈ જાય અથવા ત્વચાના મૃત કોષોને લીધે છિદ્રો ભરાય જાય છે ત્યારે આપણી ત્વચામાં પિમ્પલ્સ થાય છે.

સ્કાલ્પ ઉપરની ચામડી ખીલ બીજા કારણોસર પણ થાય છે, સિવાય કે તે તમારા વાળની સાથે અથવા તેનાથી આગળ તમારા માથાની ચામડી પર દેખાય છે.

image source

જો વાળ નિયમિત અને સારી રીતે ન ધોવાય, ચુસ્ત રીતે હેલ્મેટ પહેરાય અને માથાની ચામડી પર વાળમાં વપરાતા પ્રોડક્ટસ સારી ક્વોલીટીના ન હોય તો સ્કાલ્પ ઉપરની ચામડી ઉપર ખીલ થવાના કેટલાક કારણોમાંથી એક હોઈ શકે છે.

સ્કાલ્પ ઉપરની ચામડી રુક્ષ થઈ જવાથી, માથાના પાછળના ભાગની ત્વચા ઘસાઈ જવાથી, ફોલ્લીઓ થવાથી તે ખરજવા જેવા કે ખોડા જેવા રૂપમાં વિકસી શકે છે.

image source

પરસેવાથી થતા કે મેલા માથામાં થતા બેક્ટેરિયાને કારણે સ્કાલ્પના છિદ્રો ખુલી જાય છે અને તેમાં ફંગસ થવાથી બળતરા થાય છે અને ખરજ આવે છે.

માથાની ચામડીની ખીલને કેવી રીતે અટકાવી શકાય?

સ્કાલ્પ ઉપરની ચામડી ખીલ થવાની શક્યતા ખૂબ સામાન્ય છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમારા સ્કાલ્પ ઉપરની ચામડીને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા અને તમારા વાળને સારી રીતે ધોવાથી તમે તેને ક્યારેય વાળ સાથેની તકલીફો થશે નહીં.

image source

જેમ તમે ક્યારેય મેકઅપ કરેલા ચહેરાને ધોયા વિના સૂઈ નથી જતા, તેવી જ રીતે, તમારે તમારા વાળના કોઈપણ હેર પેક, ક્રિમ કે સ્પ્રે નાખેલ હોય તો એમને એમ માથામાં રહેવા દઈને સૂઈ ન રહેવું જોઈએ.

જો તમે કોઈ પ્રકારનું જેલ કે હેર સ્પ્રે વગેરેનો ઉપયોગ કરો છો, તો તમે ઘરે પહોંચ્યા પછી ઝડપથી તેને ધોઈને કોરા કરો.

image source

નિયમિતપણે તમારા કાંસકાઓ, હેરબ્રશ, ટોપીઓ અને ઓશીકાંનું કવર ધોઈ લેવાનું રાખવું જોઈએ. જેથી કરીને વાળમાં કોઈપણ પ્રકારનો મેલ કે ચેપ ન રહે.

ભલે ખીલ થવાના, કારણો મોટે ભાગે એક સમાન હોય છે. પરંતુ એક ખાસ બીજું કારણ એ પણ છે કે જે તમારા નિયંત્રણમાં છે તે છે તમારો આહાર.

image source

તમે જ્યારે પણ અને જે પણ ખાવ છો તેનાથી તમારા શરીરના સ્વાથ્ય પર અસર થતી હોય છે. આરોગ્યપ્રદ આહાર લેવાથી ખીલ થતા નથી, કેટલાક ખોરાક તેને પ્રસરાવી શકે છે, જેમ કે વધુ પડતા ડેરી પ્રોડક્ટ્સ અથવા ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખોરાક જેમાં મીઠાઈઓ અને અન્ય ખોરાકનો સમાવેશ થાય છે જે તમારા બ્લડ સુગર લેવલને વધારી દઈ શકે છે.

માથાની ચામડીની ખીલની સારવાર કેવી રીતે કરવી?

image source

ત્વચાને લગતા રોગમાં દેખાતા લક્ષણોમાં તમને ગંદકી અને ધૂળ સાફ કરવામાં અને વાળના છિદ્રોને ખોલવા માટે મદદ માટે ઔષધિય શેમ્પૂ વાપરી શકો છો. શેમ્પૂમાં નીચેના ઘટકો માથાની ચામડીની ખીલ સાફ કરવામાં મદદ કરે છે

સેલિસિલિક એસિડ

image source

તે ત્વચાના મૃત કોષોને છુટકારો મેળવવામાં મદદ કરે છે.

ટ્રી ટી ઓઈલ

image source

આ સ્કાલ્પ ઉપરની ચામડીમાંથી બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.

ગ્લાયકોલિક એસિડ

image source

તે સ્કાલ્પ ઉપરની ચામડી એક્સફોલિએટિંગ અને મૃત ત્વચા કોષો, બેક્ટેરિયાને સાફ કરવામાં મદદ કરે છે.

કેટોકોનાઝોલ

image source

આ સ્કાલ્પ ઉપરની ચામડીને ફુગ મુક્ત રાખે છે અને માથાની ચામડીને સુધારે છે.

સિક્લોપાઇરોક્સ

image source

તે એક એન્ટિફંગલ દવા છે જે તેના વિકાસને અટકાવીને સ્કાલ્પ ઉપરની ચામડીના ફૂગથી મુક્ત રાખવામાં મદદ કરે છે. તે મોટાભાગના એન્ટી-ડેંડ્રફ શેમ્પૂનો મુખ્ય ઘટક છે.

બેન્ઝોયલ પેરોક્સાઇડ

image source

જોકે બેન્ઝાયલ પેરોક્સાઇડ ખીલ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરી શકે છે અને આ પ્રકારના શેમ્પૂમાં ઔષધીય ગુણો પણ હોઈ શકે છે.

આ પ્રકારના શેમ્પૂમાં રહેલ તત્વોનો ઉપયોગ તમને હળવા સ્કાલ્પ ઉપરની ચામડીની ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે પરંતુ જો તે ગંભીર રીતે તેમજ વારંવાર આવી મુશ્કેલીઓ આવે છે અને વાળ ખરવા અને બળતરા પેદા કરવા જેવી તકલીફો દેખાય છે તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

image source

સ્કાલ્પ ઉપરની ચામડીની ખીલની તકલીફને મટાડવા માટેની સંભવિત દવાઓમાં એન્ટિબાયોટિક્સ, સ્ટીરોઇડ ક્રિમ અથવા ઇન્જેક્શન, ઓરલ એન્ટિબાયોટિક્સ, એન્ટિહિસ્ટામાઇન્સ કે જે એલર્જીક સારવાર માટેના ઉપચાર માટે ઉપયોગી છે તેવી દવાઓ લઈ શકાય છે.

અથવા તો, ફોટોથેરાપી, શારીરિક નિષ્કર્ષણ દ્વારા છિદ્રોને સાફ કરવા અથવા આઇસોટ્રેટીનોઇન તે ફક્ત તીવ્ર ખીલની સારવાર માટે વપરાતા વિટામિન એનો શામેલ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ