જલ્સા કરોને જેંતીલાલ

SBIના 44 કરોડ ગ્રાહકો માટે સારા સમાચાર, બેંક તમારા ઘરે રોકડા 20,000 રૂપિયા મોકલશે, જાણો કેવી રીતે?

જો તમારું પણ દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)માં ખાતું છે તો હવે તમને ઘરે બેઠા જ બેંકમાંથી રોકડ ઉપાડ અને જમા કરવાની પણ સુવિધા મળશે. આ સિવાય બેંક તમને ઘરે બેઠા બેઠા અનેક સુવિધાઓ આપી રહી છે. હાલમા આ સિવાય ભારતીય સ્ટેટ બેંકમાં ખાતા ધરાવતા ગ્રાહકો માટે ખુશખબર આવી છે. બેંક દ્વારા ગ્રાહકોને ઘણી વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. બેંકે કોરોના સંકટમાં ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ શરૂ કરી છે. આ સુવિધામાં પૈસા કાઢવાથી માડીને પે ઓર્ડર, નવી ચેકબુક, નવી ચેકબુક રિક્વિઝિશન સ્લિપથી રોકડ ઉપાડથી સંબંધિત અનેક સુવિધાઓ તમને આપવામાં આવી રહી છે.

image soucre

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં ન્યૂનતમ મર્યાદા 1000 રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000 રૂપિયા છે. કેશ વિડ્રોક પહેલાં તમારા બેંક ખાતામાં પૂરતું બેલેન્સ હોવું ફરજિયાત છે અને જો પૂરતું બેલેન્સ નહી હોય તો તેમારુ ટ્રાન્ઝેક્શન રદ કરવામાં આવશે.

SBIએ કર્યું ટ્વીટ: SBIએ તેના ઓફિશિયલ ટ્વિટરમાં લખ્યું છે કે હવે તમારી બેંક તમારા દરવાજા પર છે. ડોરસ્ટેપ બેંકિંગ માટે આજે નોંધણી કરો. વધુ વિગતો માટે તમે આ લિંક https://bank.sbi/dsb પર ક્લિક કરી શકો છો.

image source

ડોરસ્ટેપ બેંકિંગની સુવિધાઓ:

કોને નહીં મળે આ સુવિધાઓ:

image soucre

મળતી માહિતી મુજબ આ સુવિધા સંયુક્ત ખાતા, નાના ખાતા, બિન-અંગત ખાતાને આપવામાં આવશે નહીં અને જે ગ્રાહકોનું નોંધાયેલ સરનામું હોમ બ્રાંચના 5 કિ.મીની અંદર હશે તેમને આ સુવિધાનો લાભ મળશે નહી.

કેટલો ચાર્જ લેશે?

image source

ડોરસ્ટેપ બેંકિંગમા નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે રૂ. 75+ જીએસટીનો ચાર્જ લાગશે.

આ સિવાય આ સુવિધા માટે તમે આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો:

image source

કોઈ પણ બેંકની મોબાઇલ એપ્લિકેશન, વેબસાઇટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોરસ્ટેપ બેંકિંગ સેવા માટે નોંધણી કરાવી શકે છે. આ સિવાય કાર્યકારી દિવસોમાં સવારે 9થી સાંજ 4 વાગ્યાની વચ્ચે ટોલ ફ્રી નંબર 1800111103 પર કોલ કરી શકાય છે. SBI ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ વિશે વધુ વિગતો માટે ગ્રાહકો https://bank.sbi/dsb ની મુલાકાત લઈ શકે છે. ગ્રાહક તેની હોમ બ્રાંચનો સંપર્ક પણ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version