SBIના ગ્રાહકોને ફ્રીમાં મળી રહ્યો છે 2 લાખ રૂપિયાનો ફાયદો, જાણો જરૂરી ડોક્યુમેન્ટ્સ અને કેવી રીતે લેશો લાભ

SBIની તરફથી ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો ફ્રી આકસ્મિક ઈન્શ્યોરન્સ કવરનો લાભ મળી રહ્યો છે. આ સ્કીમનો ફાયદો એ લોકોને મળી શકે છે જેમની પાસે જન ધન ખાતું (Pradhan Mantri Jan Dhan Account) પહેલાથી છે.

image source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા દરેક જન ધન ખાતાધારકોને ખાસ સુવિધા આપી રહી છે. જો કે SBIની તરફથી આ ખાતા ધારકોને 2 લાખ રૂપિયાનો ફ્રી આકસ્મિક ઈન્શ્યોરન્સ કવરનો લાભ મળી શકે છે. ગ્રાહકો ધ્યાન આપે કે આ સ્કીમનો ફાયદો એ લોકોને મળી રહે છે જેમની પાસે જન ધન ખાતું છે.

આ આધાર પર નક્કી થાય છે રકમ

image source

એસબીઆઈની તરફથી ગ્રાહકોને તેમના જન ધન ખાતા ખોલાવવાના સમયના આધારે ઈન્શ્યોરન્સની રકમ નક્કી કરવામાં આવી છે. જે ગ્રાહકોના PMJDY ખાતા 28 ઓગસ્ટ 2018 સુધીમાં ખોલાયા છે તેમને માટે આપવામાં આવેલા RuPay PMJDY કાર્ડ પર 1 લાખ રૂપિયાની વીમાની રકમ મળશે. આ સિવાય આ પછીના કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો એક્સીડેન્ટલ વીમા કવર બેનિફિટ મળશે.

જાણો કોના માટે છે આ સ્કીમ

image source

પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) એક એવી યોજના છે જેના આધારે દેશના ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીય બેંકોમાં ખોલવામાં આવે છે. પીએમ જન ધન યોજનાના આધારે ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ મળે છે. તેમાં કોઈ પણ વ્યક્તિ કેવાયસી દસ્તાવેજ આપીને ઓનલાઈન કે બેંક જઈને પણ જન ધન ખાતું ખોલાવી શકે છે. તમે ઈચ્છો તો તમારા સેવિંગ એકાઉન્ટને પણ જન ધન ખાતામાં ફેરવી શકો છો. તેમાં બેંકની તરફથી રૂપે કાર્ડ આપવામાં આવે છે. આ ડેબિટ કાર્ડનો ઉપયોગકર્તા દુર્ઘટના મૃત્યુ વીમા, ખરીદ સુરક્ષા કવર અને અન્ય સહિત અનેક લાભ માટે ઉપયોગ કરી શકે છે.

કોણ છે આ સ્કીમને માટે લાભાર્થી

image source

જન ધન ખાતાધારકો રૂપે ડેબિટ કાર્ડના આધારે મળનારા દુર્ઘટના ઈન્શ્યોરન્સનો લાભ ત્યારે મેળવી શકે છે જ્યારે ઉપભોગકર્તાએ દુર્ઘટનાની તારીખથી 90 દિવસમાં ઈન્ટ્રા કે ઈન્ટર બેંક બંનેમાંથી કોઈ પણ ચેનલ પર કોઈ પણ સફળ નાણાંકીય કે બિન નાણાંકીય લેન દેન કરવાનું રહેશે. આવી સ્થિતિમાં જ રકમનું પેમેન્ટ કરી શકાશે.

જાણો કયા ડોક્યુમેન્ટ્સ રહેશે જરૂરી

  • ઈન્શ્યોરન્સ ક્લેમ ફોર્મ
  • મૃત્યુ પ્રમાણપત્રની એક કોપી
  • કાર્ડ ધારક અને નામાંકિત વ્યક્તિની આધારની કોપી

    image source
  • જો મૃત્યુ કોઈ અન્ય કારણે થયુ હોય તો રાસાયણિક વિશ્લેષણ કે એફએસએલ રિપોર્ટની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટની કોપી
  • દુર્ઘટનાનું વિવરણ આપવાની સાથે પ્રાથમિક કે પોલીસ રિપોર્ટની મૂળ કે પ્રમાણિત કોપી.
  • કાર્ડ જાહેર કરનારી બેંકની તરફથી અધિકૃતના સાઈન અને બેંક સ્ટેપ દ્વારા વિધિવત હસ્તાક્ષરિત જાહેરાતની કોપી.
  • તેમાં બેંક અધિકારીનું નામ, ઈમેલ આઈડીની સાથે સંપર્ક વિવરણ આપવામાં આવેલું હોવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong