દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના કરોડો ગ્રાહકો માટે એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટમાં સાયબર ગુનેગારોથી બચવા માટેની બેંક દ્વારા તેનાં ગ્રાહકોને સલાહ અપાઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ટ્વિટર પર જાહેર કરાયેલ એક ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે તેમને ઘણાં એવાં રિપોર્ટસ મળ્યાં છે જેમાં કેટલાક સાયબર ગુનેગારો ફિક્સડ ડિપોઝિટ (એફડી) બનાવવાના નામે ગ્રાહકોની વ્યક્તિગત માહિતી ચોરી કરે છે.

આ વિશે વિગતે વાત કરતાં બેંકે જણાવ્યું છે ગ્રાહકો તેમનાં બેંકના એકાઉન્ટ નંબર કે અન્ય વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ. એસબીઆઇએ ગ્રાહકોને વિનંતી કરતાં કહ્યું છે કે આ રીતે છેતરપિંડી કરનારાં લોકો તમને તે બેંક તરફથી વાત કરી રહ્યાં છે અથવા તો એ બેંકના માણસ છે તેવો દાવો કરશે અને તમારી માહિતી જાણી લેશે. ત્યારબાદ તે તમારાં એકાઉન્ટમાં જમા બેલેન્સને ટ્રાન્સફર કરી લેશે. આથી ગ્રાહકોને આાવાં સ્કેમર્સની વાતોમાં ન ફસાવાની સલાહ અપાઈ છે.

આ મુદ્દે બેંકનું સ્પષ્ટ કહેવું છે કે એસબીઆઇ ક્યારેય ફોન પર પાસવર્ડ, ઓટીપી, સીવીવી કાર્ડ નંબર જેવી વ્યક્તિગત માહિતી માંગતી નથી. ગ્રાહકોના ખાતામાં ઓનલાઇન ફિક્સ ડિપોઝિટ જમા કરવા જેવી બાબતે બેંક ગ્રાહકોને ક્યારેય કહેતી નથી જે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આ રીતે છેતરપિંડી કરનારાઓથી બચવાનો આ જ રસ્તો છે. સ્ટેટ બેંકે કહ્યું હતું કે બેંકને કેટલીક માહિતી મળી છે જેમાં આ રીતે લોકોને ફસાવીને તેમની માહિતી પહેલાં જાણી લેવામાં આવે છે અને ત્યાબાદ તેમનાં એકાઉન્ટને લૂંટી લેવામાં આવે છે.
We urge our customers not to share their banking details with anyone. Don’t fall for scammers impersonating as SBI, we never ask for personal details like Password/OTP/CVV/Card Number over the phone.
Be alert. Be safe.#CyberCrime #CyberSafety #OnlineFraud #BankFraud #Scam pic.twitter.com/0Td4cp54VE
— State Bank of India (@TheOfficialSBI) April 5, 2021
બેંકે તેના તમામ ગ્રાહકોને સલાહ આપી છે કે પાસવર્ડ્સ, કાર્ડ નંબર, સીવીવી વગેરે જેવી વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર ન કરવી.બેંકે કહ્યું કે તે ગ્રાહકો પાસેથી ફોન, ઇમેઇલ અથવા એસએમએસ દ્વારા આવી માહિતી કદી માંગતી નથી. આથી જો કોઈ તમને બેંકના નામે માહિતી માંગે તો તમારે તે સમજી જવું જોઈએ. એક રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) એ હોમ લોન પરના વ્યાજ દરમાં 6.95 ટકા વધારવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ બેંક દ્વારા હોમ લોનના આ નવા વધારેલા દર 1 એપ્રિલ, 2021થી લાગુ થઈ ગયા છે. બેંકે કરેલા સુધારાની સાથે 6.7 ટકા નીચાના વ્યાજ દરની મર્યાદા 31 માર્ચે પૂરી થઈ ગઈ છે. આ સાથે બેંક દ્વારા આપયેલી માહિતી પરથી જાણવા મળ્યું હતું કે 75 લાખ રૂપિયાથી 5 કરોડ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 6.75 ટકા હતો અને 75 લાખ રૂપિયા સુધીની લોન માટે તમારે 6.70 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!