આજકાલ દગાખોરી કરનાર વ્યક્તિઓ ગ્રાહકોને નવા નવા ઉપાયોની મદદથી ફ્રોડ કરવા લાગ્યા છે. આવા પ્રકારના ફ્રોદથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank Of India) એ પોતાના ગ્રાહકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

દેશમાં સતત બેન્કિંગ ફ્રોડના કેસ વધતા જ જઈ રહ્યા છે. આજકાલ દગાખોરી કરનાર વ્યક્તિઓ નવા નવા પ્રકારના ઉપાયો અપનાવીને ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India) એ પોતાના ગ્રાહકોને એલર્ટ કરતા રહે છે. આ ક્રમમાં SBI બેંક દ્વારા એક ટ્વીટ જાહેર કરીને પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે. આ સાથે જ આવા પ્રકારની દગાખોરીથી બચવાના ઉપાયો પણ જણાવ્યા છે.
SBI દ્વારા ટ્વીટ કરીને આપી જાણકારી.
Think before you share anything online.
Please report cyber-crimes on https://t.co/d3aWRrftOA or to the local police authorities.#StaySafe #StayVigilant #CyberCrime #BankingFraud #CyberFraud #OnlineScam #OnlineSafety pic.twitter.com/QhGlkGlZ4E
— State Bank of India (@TheOfficialSBI) March 25, 2021
SBI બેંકએ પોતાના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા અને ડેબિટ કાર્ડની સુવિધાને સક્રિય કરવા માટે કોઈપણ SMS, એપ કે પછી મોબાઈલ નંબર પર પોતાની પર્સનલ ડીટેલ, આધાર કાર્ડ નંબર અને ઈ- કેવાયસી ડીટેલ શેર ના કરે. SBI બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગ્રાહકોને બેંક સાથે સંબંધિત કોઈપણ સેવાની જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર કે પછી વેબસાઈટ નો ઉપયોગ કરવો જોઈએ.

SBI બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફ્રોડ ગ્રાહકોને ફેક ઈ- મેલ્સ, SMS, લિંક મોકલી રહ્યા છે. આવી રીતે ભ્રામક અને નકલી મેસેજના ઉશ્કેરણીમાં આવવું નહી. આ પ્રકારની ઘટના થાય તો આપે તરત જ બેંક અને લોકલ પોલીસને સૂચિત કરી દેવા.
ટોલ ફ્રી નંબર પર ફોન કરો.

એસબીઆઈના કસ્ટમર્સ કેર નંબર પણ આપવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની જાણકારી મેળવવા માટે કસ્ટમર કેર નંબર્સ ૧૮૦૦- ૧૧- ૨૨૧૧, ૧૮૦૦- ૪૨૫- ૩૮૦૦ કે પછી ૦૮૦- ૨૬૫૯૯૯૯૦ પર સંપર્ક કરીને બેંક સાથે સંબંધિત કોઈપણ જાણકારી મેળવી શકો છો.
બેન્કિંગ સર્વિસ માટે અધિકારીક પોર્ટલનો ઉપયોગ કરો.

SBI બેંક ઓનલાઈન બેન્કિંગની સર્વિસનો ઉપયોગ કરનાર ગ્રાહકોને બેંકના અધિકારીક પોર્ટલ દ્વારા બેન્કિંગ સર્વિસનો લાભ લઈ શકે છે. SBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અધિકારીક પોર્ટલ દ્વારા જ કોઈપણ બેન્કિંગ સેવાઓનો લાભ લેવો. આમ નહી કરવાથી આપ બેન્કિંગ ફ્રોડનો શિકાર થઈ શકો છો.
સાઈબર ક્રાઈમ પોર્ટલ પર કેવી રીતે નોંધાવશો આપની ફરિયાદ.

આ બીજા વિકલ્પ દ્વારા ફરિયાદ નોંધાવવા માટે આપને પોતાના રાજ્યનું નામ, લોગિન આઈડી, મોબાઈલ નંબર અને OTP નાખવાનો રહેશે. જો આપ નવા યુઝર છો તો આપને સૌથી પહેલા આ પોર્ટલ પર સૌથી પહેલા પોતાને રજીસ્ટર કરવામાં રહેશે. નવા યુઝર તરીકે પણ રજીસ્ટર કરાવવા માટે આપને પોતાનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. ત્યાર બાદ આપના મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP લખીને સબમિટ કરી દીધા બાદ રજીસ્ટ્રેશનનું કામ પૂરું થઈ જશે. ત્યાર બાદ આપ પોતાની ફરિયાદ નોંધાવી શકશો. આ કામ ફક્ત કેટલાક મીનીટોમાં જ પૂરું થઈ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,