રાહ જોયા વગર જલદી જ આ રીતે કરો એપ્લાય, અને મેળવો SBIમાં નોકરી

એસબીઆઈ ક્લાર્ક રિક્રુટમેન્ટ ૨૦૨૦: એસબીઆઇ બેંકે ક્લાર્કની ૭૮૭૦ જેટલી વેકેન્સીઓ બહાર પાડી છે. ભારતીય સ્ટેટ બેન્ક જુનિયર એસોસિયેટ ( કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) પદોની ભરતી કરવા માટે sbi clerk notification 2020 જાહેર કર્યું છે. જેને આપ એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in in પર જઈને જોઈ શકો છો.

image source

જો આપ સ્નાતક(ગ્રેજ્યુએશન) સુધીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે તો આપ આ પદો માટે અરજી કરી શકો છો. આવેદન પત્ર ભરવાની પ્રક્રિયા ૩જી જાન્યુઆરી થી શરૂ થઈ ચૂકી છે અને આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૦ છે. આ પ્રક્રિયાનું પહેલું ચરણ એટલે પ્રિ એક્ઝામ ફેબ્રુઆરી/માર્ચ, ૨૦૨૦ માં લેવાશે. જ્યારે મેઈન એક્ઝામ ૧૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ લેવાશે.

હવે જાણીશું અરજી કરવાની સાચી રીત અને ડાયરેકટ લિંક જ્યાંથી આપ અરજી કરી શકો છો.:

image source

એસબીઆઈ બેંકે આખા દેશના બધા રાજ્યોમાં થઈને લગભગ ૮ હજાર વેકેન્સી બહાર પાડી છે. આ વેકેનસીમાં સૌથી વધારે વેકેન્સી ઉત્તર પ્રદેશમાં ૮૬૫ ભરતીઓ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ૫૧૦ ભરતીઓ છે. તેમજ છત્તીસગઢમાં ૧૯૦ ભરતીઓ , દિલ્હીમાં ૧૪૩ ભરતીઓ, રાજસ્થાનમાં ૫૦૦ ભરતીઓ, બિહારમાં ૨૩૦ ભરતીઓ અને ઝારખંડમાં ૪૫ ભરતીઓ છે. તેમજ આ ડાયરેકટ લિંક પર જઈને અરજી કરી શકો છો.

વય મર્યાદા:

image source

વયની ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૨૮ વર્ષ છે. વયની ગણતરી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી કરવામાં આવશે. અરજદારનો જન્મ ૦૨.૦૧.૧૯૯૨ પહેલા અને ૦૧.૦૧.૨૦૦૦ પછી થયેલો હોવો જોઈએ નહીં.

એસસી, એસટી વર્ગના ઉમેદવારોની વયની મહત્તમ સીમા મર્યાદા ૫ વર્ષ, ઓબીસી ઉમેદવાર માટે ૩ વર્ષ અને પીડબ્લ્યુડીના ઉમેદવારો માટે ૧૦ વર્ષની છૂટ આપવામાં આવી છે. કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરેલ વ્યક્તિઓ અરજી કરી શકે છે.

image source

ઉમેદવારોની પસંદગી પ્રિ એક્ઝામ અને મેઈન એક્ઝામ આપી દીધા પછી જ્યારે લોકલ લેંગ્વેજ ટેસ્ટના આધારે કરવામાં આવશે. પ્રિલીમ્સ એક્ઝામમાં પાસ થનાર ઉમેદવારો જ મેઈન એક્ઝામ આપી શકશે.

એસબીઆઈએ નોટિફિકેશનમાં એસબીઆઈ ક્લાર્કની પ્રિ એક્ઝામની સંભવિત તારીખ ફેબ્રુઆરી/માર્ચ, ૨૦૨૦ માં જણાવવામાં આવી છે. તેની સાથે જ એસબીઆઈએ મેઈન એક્ઝામની તારીખ ૧૯ એપ્રિલ, ૨૦૨૦ જણાવવામાં આવી છે. પ્રિ એક્ઝામના એડમિટ કાર્ડ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦થી ડાઉનલોડ કરી શકાશે. જ્યારે મેઈન એક્ઝામના એડમિટ કાર્ડ એપ્રિલના બીજા અઠવાડિયાથી ડાઉનલોડ કરી શકાશે.

image source

પગાર ધોરણ:

૧૧૭૬૫-૬૫૫/૩-૧૩૭૩૦-૮૧૫/૩-૧૬૧૭૫-૯૮૦/૨૦૦૯૫-૧૧૪૫/૭-૨૮૧૧૦-૨૧૨૦/૧-૩૦૨૩૦-૧૩૧૦/૧-૩૧૪૫૦ રૂપિયા શરૂઆતના બેઝિક પે ૧૩૦૭૫ રૂપિયા આપવામાં આવશે.

એસબીઆઈની ક્લાર્ક એક્ઝામ ઓનલાઈન થશે. જેમાં ઈંગ્લીશ, ન્યુમેરિકલ એબીલીટી, રિઝનિંગના ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવશે. આ એક્ઝામમાં ઓબ્જેક્ટિવ પ્રશ્ન અને નેગેટિવ માર્કિંગ થઈ શકે છે. પ્રત્યેક ખોટા જવાબ માટે ૦.૨૫ માર્ક કપાઈ શકે છે. આમ ચાર ખોટા જવાબના કારણે આપનો ૧ ગુણ કપાઈ શકે છે. પ્રિ એક્ઝામનો સમય ૧ કલાકનો રહેશે. પ્રિ એકઝામ પાસ કરનાર ઉમેદવારોને જ મેઈન એકઝામ માટે બોલાવવામાં આવશે. મેઈન એકઝામમાં જનરલ અવેરનેસ, ઈંગ્લીશ, ક્વોટીટીવ એપ્ટીટયુડ અને રિઝનિંગ સવાલો પૂછવામાં આવશે.

image source

આ રીતે મેરીટ બનશે.

ઉમેદવારના ફાઇનલ મેરિટમાં પ્રિ એક્ઝામના ગુણ ઉમેરવામાં આવશે નહિ. મેરીટ ફક્ત મેઈન એક્ઝામના આધારે જ બનાવવામાં આવશે. તેમાં કુલ વેકેનસીના ૫૦%(સ્ટેટ કેટેગરી મુજબ) વેટ લિસ્ટ પણ બનાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ