જલ્સા કરોને જેંતીલાલ

માતા-પિતા સાવધાન ! સુરતમાં યુવક-યુવતીઓને લાગ્યું છે કપલ બોક્સનું ઘેલુ

સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા વિશે તો તમે ખુબ શાભળ્યું હશે. પરંતુ સુરતમાં સામે આવેલા કપલ બોક્સના નવા ટ્રેન્ડે સૌની આઁખો પહોળી થઈ ગઈ છે. આ નવો ટ્રેન્ડ દરેક માતા પિતાની ચિંતા વધારનારો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા બનેલી એક ઘટના બાદ આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. તમને જણાવી દઈએ કે બે અઠવાડિયા પહેલા કતારગામની એક કિશોરીને સિંગણપોરમાં આવેલા કપલ બોક્સમાં લઈ જઈ તેમના મિત્રએ અંગત પળનો વિડિયો ઉતારી લીધા બાદ કિશોરીને કહ્યું કે, જો તારા ઘરમાં ચોરી કરી મને રૂપિયા નહી આપે તો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કરી દઈશ. ત્યાર બાદ આ અંગે પોલીસમાં એફઆરઆઈ પણ થઈ હતી.

સુરતમાં 350થી વધુ કપલ બોક્સ ચાલી રહ્યાં છે

image source

તમને જણાવી દઈએ કે સુરતમાંમાં માત્ર કતારગામ, સિંગણપોર જ નહીં પરંતુ વરાછા, કાપોદ્રા, પુણા સહિત શહેરમાં જ 350થી વધુ કપલ બોક્સ ચાલી રહ્યાં હોવાની વાત સામે આવી છે. નોંધનિય છે કે પ્રાયવસી શોધતા યુવક યુવતી માટે આ કપલ બોક્સની અંગત પળો કેટલી સુરક્ષિત છે ? તે અંગે એક વેબ પોર્ટલે સુરત શહેરના વિવિધ કપલ બોક્સમાં સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.

image source

જેમા ચોંકાવનારી વિગતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે આ દરેક કપલ બોક્સ એસીથી સજ્જ હોય છે. આ ઉપરાંત આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો પણ હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ કપલ બોક્સની અંદર ઝાંખો પ્રકાસ રહે તેવી લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. બીજી તરફ આ કપલ બોક્સની અંદર સુઈ શકાય તે માટે બેડ પણ વ્યવસ્થા હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે ઉંચા અવાજે સતત ગીત વગાડવામાં આવે છે.

એક કલાકમાં 200 રૂપિયા લેવામાં આવશે

image source

તમને જણાવી દઈએ કે સુરતના યોગી ચોક વિસ્તારના કપલ બોક્સ પહેલા માળે આવેલું છે. આ બોક્સમાં અંદરથી લોક લાગી જાય તેવી વ્યવસ્થા છે. સુવા માટે 5 ફૂટ જેટલો બેડ પણ રાખવામાં આવ્યો છે. આ કપલ બોક્સનું સંચાલન યુવતિ કરી રહી છે. આ અંગે જ્યારે તેમને એક રિપોર્ટરે ચાર્જ વિેશે પુછ્યું તો તેમણે કહ્યું કે એક કલાકમાં 200 રૂપિયા લેવામાં આવશે. જ્યારે સંચાલક યુવતીને રેડ તો નહીં પડેને ? તેમ પુછતા યુવતીએ કહ્યુ કે ના રેડ નહીં પડે. બસ છોકરીની ઉમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ અને સાથે તેમની ઉમરનો પુરાવો હોવો જોઈએ.

જાણો શું કહ્યું પોલીસ કમિશનરે

image source

તો બીજી તરફ આ કપલ બોક્સ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યુ કે, કપલ બોક્સ રાખવું એ કોઈ ગુન્હો નથી. પરંતુ તેમણે વધુમાં કહ્યું કે જો દરવાજો બંધ થાય અને લાઈટ બંધ થાય તેવી વ્યવસ્થા હોય તો તે ગેરકાયદે ગણવામાં આવે છે. જો કે તમણે એમ પણ કહ્યું કે, આવા કપલ બોક્સ વિશે મને જાણકારી નથી.

image source

આ અંગે તપાસ કરીશું અને આવા કપલ બોક્સ માટે અમે કોઈને પરમિશન આપી ન હોવાની સ્પષ્ટતા કરી હતી. તો બીજી તરફ એક જાણીતા એડવોકેટે જણાવ્યુ કે, હાલ આવા બોક્સ માટે કોઇ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી નથી. જો આવા સ્થળે કોઈ છોકરી વિરોધ કરે તો પણ બળજબરી કે બ્લેકમેઇલની ગુનાહિત પ્રવૃત્તિઓ થઇ શકે છે. તો બીજી તરફ વાલિકાના આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યુ કે, કપલ બોક્સ માટે સુરત મહાનગરપાલિકાએ હજુ સુધી કોઇને ગુમાસ્તા ધારા હેઠળ લાઇસન્સ આપ્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version