સવા સાત કરોડના આ મોટર હોમની અંદરની તસવીરો જોઈને તમારી આંખો થઇ જશે પહોળી, જુઓ તો ખરા અંદર કેવી જોરદાર સુવિધાઓ છે

લકઝરી કોચ બનાવનારી અમેરિકન કંપની ન્યુમારને મોટા અને શાનદાર મોટર હોમ બનાવવામાં નિપુણતા પ્રાપ્ત છે. ફરી એક વખત તેણે કરોડોની કિંમતનું એક મોટર હોમ તૈયાર કર્યું છે જેનું નામ 2021 King Air રાખવામાં આવ્યું છે. આ એક હરતું ફરતું આલીશાન ઘર જ છે.

image source

જેમાં શ્રેષ્ઠ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મોટર હોમની શરૂઆતી કિંમત 10 લાખ ડોલર એટલે કે અંદાજે 7.28 કરોડ રૂપિયા છે. ચાલો જાણીએ કે આ ઘરમાં એવી શું શું ખૂબીઓ છે જેના કારણે તેની આટલી તોતિંગ કિંમત છે.

image soucre

નોંધનીય છે કે ન્યુમાર 1968 થી મોબાઈલ ઘરોને કલાત્મક રીતે બનાવે છે અને આ કામમાં તેને બહોળો કહી શકાય તેટલો અનુભવ પણ મળેલો છે. રિપોર્ટ મુજબ આ કંપની 10 લાખ ડોલરથી મોંઘા મોટરહોમ બનાવવામાં જ રસ ધરાવે છે. કંપની નવા ફેન્સી મોટર હોમ માટે ત્રણ ફ્લોર પ્લાનની ઓફર કરી રહી છે. દરેક પ્લાનમાં ગ્રાહકને એકસમાન જગ્યા મળે છે વળી, તેમાં ગ્રાહક પોતાની અનુકૂળતા અને પસંદ અનુસાર સુવિધાઓ અને સ્ટોરેજ સ્પેસના લેઆઉટ પસંદ કરી શકે છે.

image source

આ મોટર હોમ અંદરથી ઘણા ભવ્ય દેખાય છે. તેના બેડરૂમ એથી પણ વધુ સુંદર છે. તેમાં મોડ્યુલર સરસામાન અને વધુ આરસમ કરવા માટે કિંગ સાઇઝનો બેડ પણ મળે છે. તેમાં આપવામાં આવતા સ્ટાઈલિશ કિચન સુપર પોલીસ ક્વાર્ટઝ કાઉન્ટરટોપ્સ અને યુરોપિયન સ્ટાઇલના કબાટ સાથે ટસ્કન મેપલ કબાટથી સજેલા છે. રોડ પરની યાત્રા દરમિયાન પસંદગીની વસ્તુઓ અને ઉપકરણો લઈ જવા માટે રસોડામાં પૂરતી જગ્યા આપવામાં આવી છે.

image source

આ મોટર હોમમાં બેડરૂમને પણ ઘણો ભવ્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આપણા ઘરમાં રહેલા બેડરૂમથી પણ વધુ સારો. તેમાં આપવામાં આવેલા કબાટ, ઇન્ટરટેનમેન્ટ સિસ્ટમ, ડેસ્ક અને સુંદર લાઇટિંગ બધું જ જોરદાર છે. આ એક એવું મોટર હોમ છે જે કપડાં, સામાન અને જરૂરી ચીજવસ્તુઓ રાખવા માટે ખાસ જગ્યા આપે છે. અસલમાં આ મોટર હોમ તેની શ્રેણીમાં એક અનોખું અને લાંબી યાત્રા માટે એક શ્રેષ્ઠ વાહન છે.

image source

સવારનો નાસ્તો કરતા સમયે ગ્રાહક પોતાના સફરનો આનંદ માણવાની સાથે ગરમ ગરમ ચા ની ચૂસકી લેવાનો યાદગાર અનુભવ આ મોટર હોમમાં લઈ શકે છે. ન્યુમાર કિંગ એયરમાં બે બે વ્યક્તિને બેસવા માટે પુલ આઉટ ટેબલ અને આરામદાયક ખુરશીઓ આપવામાં આવી છે. આ લકઝરી મોટર હોમના પાછળના ભાગે બાથરૂમ અને કપડાં ધોવાની સુવિધા, એક વોશર અને ડ્રાયર, એક મોટું શાવર અને એક ફૂલ સાઈઝ સંડાસ પણ બનાવવામાં આવ્યું છે.

image source

કિંગ એયર મોટર હોમને સ્પાર્ટન K3 ચેસીસ પર બનાવવામાં આવ્યું છે. તેમાં એક નવું પેસિવ સ્ટીયર ટેગ એક્સલનો ઉપયોગ કરાયો છે જેનાથી મોટર હોમને નાના ટર્ન રેડિયસમાં વાળી અને ફેરવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ