જો સાંજના સમયે આ કામ કરવાનું ટાળશો તો ઘરમાં રહેશે મહાલક્ષ્મીનો વાસ અને થશે ઉદ્ધાર

દેવી લક્ષ્મીને ચલાય માન એટલે કે ફરતા ગણવામાં આવે છે. એક જગ્યાએ સ્થિર રહેવું એ તેમનો સ્વભાવ નથી. તેમને સ્થિર રાખવા માટે જરૂરી છે કે તેમને પ્રસન્ન રાખવા. જો તે એક વખત નારાજ થઈને જતા રહેશે તો તમે તેમને જલ્દી પરત લાવી શકશો નહીં.

image source

આજે અમે આપને એવી કેટલીક વાતો જણાવી રહ્યા છીએ જેનાથી તમે દેવી લક્ષ્મીને ઘરમાં સ્થિર રાખી શકો છો અને તેમને ઝડપથી પ્રસન્ન રાખી શકો છો. આ માટે તમારે કંઈ ખાસ કરવાનું નથી પણ નાની ભૂલોને સુધારી લેવાની છે.

image source

દરેક ઘરમાં સાફ સફાઈ માટે સાવરણીનો ઉપયોગ કરાય છે. તેનાથી ઘરમાં પવિત્રતા અને સ્વચ્છતા વધે છે. આ સાથે સૌથી પ્રસન્નતા પણ છવાયેલી રહે છે. ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. આ કારણે જ દિવાળીમાં પૂજનમાં પણ લોકઉપયારમાં સાવરણીનો ઉપયોગ કરાય છે.

image source

ઘરમાં સવારે કચરો વાળવો એ સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે અને સાંજના સમયે કચરો વાળવો એ નકારાત્મક માનવામાં આવે છે. આ સાથે સાંજે ક્યારેય ઘરમાં કચરો ન વાળો. આમ કરવાથી લક્ષ્મીજી અપ્રસન્ન રહે છે અને ઘરમાં નેગેટિવિટીની સાથે અધોગતિ આવે છે. જે ઘરમાં સાંજે કચરો વાળવામાં આવે છે તે ઘરમાં ક્યારેય લક્ષ્મીજીનો વાસ રહેતો નથી.

image source

ક્યારેય ઘરમાં સાવરણીને ખુલ્લામાં ન રાખો, તેને ઊભી પણ ન રાખો. ખુલ્લામાં સાવરણી રાખવાથી લક્ષ્મીજી ટકતા નછી અને સાથે સાવરણીનો પ્રયોગ સ્વચ્છ અને છૂપાવેલા સ્થાને કરવામાં આવે તે જરૂરી છે.

image source

ઊભી સાવરણી રાખવાની ભૂલ ક્યારેય ન કરશો. આમ કરવાથી ઘરમાં સતત કંકાસની સ્થિતિ બની રહે છે. આ સાથે ધ્યાન રાખો કે સાવરણીને સીંક કે રેશા ફેલાયેલા ન રહેચા હોય. તેને સારી રીતે બાંધીને રાખો.

image source

પ્રાચીન માન્યતાઓ અનુસાર સાંજે સાવરણીના ઉપયોગની અનેક વાતો કહેવામાં આવી છે. સાંજે અંધારામાં સફાઈ સારી રીચે થઈ શકતી નથી અને કોઈ ખામની વસ્તુ અંઘારામાં ઘરની બહાર જતી રહેવાની શક્યતા પણ રહે છે. આ બાબતોથી બચવા ઘરમાં અંધારું થયા બાદ કચરો વાળવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

image source

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો નકારાત્મક ઉર્જાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ઘરના મુખ્ય દ્વારની પાસે સાંજના સમયે ઘીનો દીવો કરો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ ઝડપથી થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. ભૂલથી પણ તેલનો દીવો કરવો નહીં.

image source

કહેવાય છે કે મુખ્ય દ્વાર પર સૂરજ ઢળ્યા બાદ ધીનો દીવો કરવાથી લક્ષ્મી માતાના આર્શિવાદ બની રહે છે. સાંજના સમયે દેવી લક્ષ્મી ફરવા નીકળે છે અને દરેક ઘર પર પોતાના આર્શિવાદ બનાવી રાખે છે. આ સમયે પૂજા અર્ચનાનુ વિશેષ ફળ પણ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ