જલ્સા કરોને જેંતીલાલ

સવારના નાસ્તામાં તમે બ્રેડનો ઉપયોગ કરો છો? શું બટાકા તમે આવી રીતે ખાવ છો? તો થઇ જાવ સાવધાન…

કેન્સર આ એક એવી બીમારી છે જે આજે કોઈને પણ થઇ શકે છે. આજે અમે તમારી માટે લાવ્યા છીએ એવી માહિતી જેનાથી તમે કેન્સરના જોખમથી બચી શકશો. હા, આજે અમે તમને જણાવીશું કે સવારે જયારે પણ તમે નાસ્તો કરો ત્યારે કઈ વસ્તુઓ ખાવાથી તમારે દૂર રહેવું જોઈએ.

બ્રેડ, ચિપ્સ અને બટાકાને વધારે ચઢવા દેવા જોઈએ નહિ. ફૂડ વૈજ્ઞાનિક પ્રમાણે આનાથી કેન્સર થવાના ચાન્સ વધી જાય છે. રીસર્ચ પરથી જાણવા મળ્યું છે કે વધારે સ્ટાર્ચ વાળો ખોરાક જયારે વધારે તાપમાન પર વધારે વાર સુધી સેકવામાં, તળવામાં કે ગ્રીલ કરવામાં આવે છે તો તેમાંથી એક્રિલામાઈડ નામનું રસાયણ નીકળે છે. અલગ અલગ ભોજનમાં આ રસાયણ હોય જ છે. જયારે ખાવાનું બનાવીએ ત્યારે તે રસાયણ છુટું પડે જ છે. પણ આ રસાયણ વધારે માત્રામાં એ જ ભોજનમાંથી વધારે છુટું પડે છે જેમાં શર્કરા વધારે હોય છે અને જે ૧૨૦ ડીગ્રી સેલ્સિયસ સુધી ચઢાવવામાં આવે, જેમ કે ચિપ્સ, બ્રેડ, સવારના નાસ્તામાં લેવાતી દાળ, બિસ્કીટ, ક્રેક્સ, કેક અને કોફી.

વાત એમ છે કે જયારે આપણે બ્રેડને ટોસ બનાવવા માટે ગ્રીલ કરીએ છીએ ત્યારે તેમાંથી વધારે માત્રામાં એક્રિલામાઈડ બને છે, ટોસ્ટ જેટલું વધારે શેકાય છે એટલું વધારે માત્રામાં આ રસાયણ બને છે. જયારે બ્રેડનો રંગ બદલાય છે ત્યારે તે માં રહેલ શર્કરા, એમીનો એસીડ અને પાણી મળીને રંગ અને એક્રિલામાઈડ બનાવે છે. આનાથી સુગંધ પણ ફેલાય છે. ફૂડ સ્ટેદર્સ એજન્સીએ ખાવાનું બનાવતા સમયે રાખવાની તકેદારીઓનું પાલન કરવું જોઈએ અને ભોજન રંગ બદલે એટલી હદ સુધી એને તળવું કે શેકવું જોઈએ નહિ.

પ્રાણીઓ સાથે કરવામાં આવેલ રીસર્ચ પ્રમાણે આ રસાયણ ડીએનએ માટે ઝેરી હોય છે અને આનાથી કેન્સર થવાના ચાન્સ વધી જાય છે. આ વાતની કોઈ ખાતરી નથી થઇ પણ વૈજ્ઞાનિકોએ માણસો માટે આને હાનીકારક ગણાવ્યું છે. એક્રિલામાઈડથી કેન્સર થવાનું જોખમ તો વધે જ છે પણ સાથે સાથે તંત્રિકા અને પ્રજજન તંત્ર માટે પણ હાનીકારક છે.

એફએસએ એ પણ ચેતવણી આવી છે કે બટાકાને ક્યારેય ફ્રીઝમાં મુકવા જોઈએ નહિ કારણ કે બટાકાને ઓછા તાપમાનમાં રાખવાથી તેમાં રહેલ શર્કરાનું પ્રમાણ વધી જાય છે, પછી જયારે આને ગેસ પર ચઢાવવામાં આવે છે ત્યારે તેમાંથી હાનીકારક એક્રિલામાઈડ નીકળે છે, જે આપણા શરીર માટે હાનીકારક છે.

Exit mobile version