સવારે સૌથી પહેલાં પાણીમાં ઘોળીને સંચળ પાઉડર પીવાની ટેવ રાખશો તો કદી નથી પડો બીમાર…

સવારે સૌથી પહેલાં પાણીમાં ઘોળીને સંચળ પાઉડર પીવાની ટેવ રાખશો તો કદી નથી પડો બીમાર, જાણી લો તેના બીજા અક્સીર ફાયદા… જરૂર અજમાવી જુઓ… સોલ વોટર, સંચળ નાખેલ પાણીને અપાયું છે ખાસ નામ… ગેસ, એ.સી.ડી.ટી. અને કબજિયાત મટાડવાના ૮૦ જેટલા ફાયદાકારક તત્વો તેમાં છે.

સંચળ એક એવું કુદરતી ખનીજ તત્વ છે જેને તમે દરરોજ તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. તે તમારા શરીરના સ્વાસ્થ્ય માટે એટલું તો ગુણકારી છે કે તમને જાણીને નવાઈ લાગશે. ઝડપથી દોડતી જીવનશૈલીમાં આપણે ટેક્નોલોજીને લઈને એટલા બધા તેની ઉપર આધિન થઈ ગયાં છીએ કે ફોન અને લેપટોપમાંથી બહાર નથી નીકળી શકતાં. ચાલવા જવું, કસરત – વ્યાયામ કે યોગાસનો કરવાનો નિયમિત સમય નથી ફાળવી શકતાં. પરિણામે બેઠાળુ જીવન થઈ જાય છે. જેથી પેટને લઈને પાચન સમસ્યાઓ સાથે મુત્રાશય, જઠર, આંતરડાં અને હ્રદયની તકલીફો વધવા લાગે છે.

આપણે ખૂબ ખરચ કરીને સારવાર પણ કરાવીએ છીએ છતાં બધું જ વ્યર્થ! એ વખતે કોઈ એવી જડીબુટ્ટી કે જેથી તમારી તમામ સમસ્યાઓ એક ચપટીમાં દૂર થઈ જાય. તો આપને જણાવી દઈએ કે એવી છે એવી એક દવા… જે અનેક તકલીફોમાં રામબાણ ઇલાજના રૂપમાં ઉપયોગી છે અને તેને તમે માત્ર દવા તરીકે જ નહીં પણ તમારા ભોજનમાં ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે.

સંચળને પાણીમાં ગોળીને પીવાથી મળે છે ગુણકારી લાભ…

સંચળમાં એટલા બધા કુદરતી રીતે ખનીજ દ્રવ્યો મળી રહે છે તેથી તે એક ખાસ પ્રકારના ટોનિકના રૂપમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. સવારે નરણે કોઠે એટલે બ્રશ પણ કર્યા વગર સાદા એક ગ્લાસ પાણીમાં એક ચપટી સંચળ ગોળીને પી જવાથી અનેક લાભ થાય છે. આવો જોઈએ તેના ફાયદા…

– જેમને પણ સવારે કુદરતી હાજત જવામાં તકલીફ રહે છે તેમને માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક છે.

– જેમને કબજિયાત અને અનિયમિત રીતે મળત્યાગની તકલીફ છે તેમણે આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. પેટ સાફ રાખવામાં જરૂર લાભ થશે.

– એ.સી.ડી.ટી. અને ગેસની તકલીફમાં આ ઉપાય એકદમ અકસીર છે. જો ગરમ પાણી સાથે સંચળ પીવામાં આવે તો સાવ ઓછા સમયમાં ગેસ છૂટી જાય છે.

– જેમને રાતે ઊંઘ નથી આવતી કે અનિંદ્રાની તકલીફ છે તેમને માટે પણ સવારે પાણીમાં સંચળ મીલાવીને પીવાથી લાભ મળે છે. આખો દિવસ સ્ફુર્તિ રહે છે અને રાતે નિરાંતની નીંદર પણ આવી જાય છે.

સંચળ કેમ છે આટલું બધું ગુણકારી જાણો છો?

સંચળને ડોક્ટર્સ પણ લેવાની મનાઈ નથી કરતા. ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદના અનેક જડીબુટ્ટીઓમાં જેમ આપણે હિંગ, મરી કે લવિંગને મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ સંચળનું પણ છે. તેનાથી અનેક લાભ થાય છે. વળી, સંચળનો સ્વાદ નમક જેવો જ ખારો અને ચટપટો છે જેથી તે રસોઈમાં પણ એટલો જ ઉપયોગી છે. કોઈપણ પ્રકારના ચાટમાં સંચળ ભભરાવવાથી તેનો સ્વાદ વધી જાય છે. અને સામે જો તળેલું કે તીખું ખાઈને પેટની ખરાબી થાય તો પણ વાનગીમાં સંચળ હોય તો તેનાથી રાહત મળે છે. તેથી તે બંને રીતે એકદમ ઉપયોગી છે.

સંચળમાં કેવા છે ગુણકારી તત્વો, જાણો…

સંચળ એ હિમાલયના પહાડી વિસ્તારોની ખાણોમાંથી ખાસ કરીને ઉપ્લબ્ધ છે. તે આછા ગુલાબી અને ગ્રે રંગના કણીદાર પત્થરો જેવા હોય છે. સામાન્ય રીતે એ એવા પત્થરીલા જ મળે છે પરંતુ તેને રસોઈના ઉપયોગમાં લેવામાં સરળતા રહે તે માટે એને પીસીને તેનો પાઉડર બનાવી રાખવામાં આવે છે. સંચળમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાય સ્લ્ફેટ, આયર્ન સલ્ફેટ અને હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા અનેક ખનીજ તત્વો છે. જે શરીરના વિવિધ વિટામિન અને મિનરલની ઉણપમાં ઉપયોગી થઈ શકે છે.

જાણો કઈ કઈ તકલીફોમાં સંચળ છે અતિશય ઉપયોગી…

સંચળ નિયમિત રીતે તમારા ભોજનમાં લઈ શકો છો તેનાથી કોઈ નુક્સાન નથી થતું. હા, વધુ પડતું પ્રમાણ પણ ખાવું ન જોઈએ, એમાં બે મત નથી. આવો જાણીએ કઈ કઈ તકલીફોમાં સંચળ આવી શકે છે, દવાની જેમ કામ…

ડાયાબિટીઝ – શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ સુધારીને ચયાપચયની ક્રિયાને સામાન્ય કરવામાં મદદરૂપ છે. તેથી તે સુગર લેવલ મેંન્ટેઈન કરવામાં દવા જેવું કામ કરે છે.

આંખનું નૂર – જેમને આંખની બળતરા કે થાકની ફરિયાદ હોય તેમણે પણ સંચળવાળું પાણી કે ભોજનમાં સંચળ લેવું જોઈએ. તેમાં રહેલ ખનીજ તત્વો આંખોને માટે પણ ફાયદાકારક છે.

લોહી શુદ્ધ કરવા – જેમને માટે નમક વર્જ્ય છે, તેમણે મીઠાને બદલે સંચળનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લોહી શુદ્ધ થાય છે કારણ કે તેમાં લોહતત્વનું સારું એવું પ્રમાણ આવેલું હોય છે

ત્વચાની શુદ્ધિ – જેમ શરીરમાં લોહીની શુદ્ધિ થાય છે, તેજ રીતે ત્વચામાં ચમક આવે છે. ચામડી ફિક્કી પડતી જણાય અને શરીરમાં વિટામિન્સની ઉણપ જણાય ત્યારે સંચળવાળું પાણી પી શકાય છે.

પેટની તકલીફો – ગેસ, એ.સી.ડી.ટી અને અજીર્ણની ફરિયાદ હોય ત્યારે પાચનતંત્રને સુધારવા માટે તે અક્સીર ઇલાજ છે. ગરમ પાણીમાં ડોળીને કે પછી અજમા સાથે ચમચી ભરીને ફાકી જવાથી પેટમાં રાહત રહે છે.

શેમાં શેમાં વાપરી શકાય સંચળ…

આ વાંચીને તમને જરૂર ભૂખ લાવી આવશે કેમ કે દરેક પ્રકારના તળેલા કે બાફેલા મસાલેદાર ચાટ, પકોડી, ભજિયા, રોટલી, પરોઠા કે શાકમાં તમે સંચળને ઉપરથી છાંટી શકો છો. છાશમાં, દહીંમાં કે લીંબુ પાણીમાં મીલાવીને પણ સંચળ ખૂબ લાભદાયી છે. સંચળને ફ્રુટ ડીશમાં ભભરાવીને કે પછી કાચા સલાડમાં લીંબુ સાથે છાંટીને પણ ઉપયોગમાં લઈ શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ