સવારે જો થોડું પણ મોડું ઉઠાય તો ઘણા કામ અટકી જતા હોય છે, તો જાણો સવારે વહેલા કેવીરીતે ઉઠશો…

આજે ઘણાબધા લોકોને સવારે વેહલા ઉઠવામાં તકલીફ પડે છે. રાત્રે તો નક્કી કર્યું હોય છે કે કાલે સવારે તો કઈ પણ થાય વેહલા ઉઠવું જ છે, અને પછી ખબર નઈ શું થાય છે ને સવારમાં કે ઉઠાતુજ નથી અરે એલાર્મ વાગે છે બધી ખબર હોય છે પણ બંધ કરીને પાછુ સુઈ જવાય છે. તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે કેમ તમારાથી વેહલા ઉઠાતું નથી અને વેહલા ઉઠવા માટે તમારે શું કરવું જોઈએ.

૧. રાત્રે મોડા સુધી જાગવું એ એક ખુબજ મહત્વનું કારણ છે વેહલા ના ઉઠવા પાછળનું. રાત્રે તમે મોડા સુધી ટીવી જોવો, મુવી જોવો, ક્રિકેટ મેચ જોવો, મોબાઈલ મન્ત્રો (એમાં ગેમ રમો, લોકો સાથે વાતો કરો એ બધું આવી ગયું) આને લીધે પણ તમારાથી વેહલા ઉઠાતું નથી.

૨. માણસને જયારે કોઈ વાતનું કે કોઈ કામનું ટેનશન હોય તો પણ તે અનિન્દ્રા નો ભોગ બને છે.

૩. અમુકવાર ખુબજ વર્કલોડના કારણે તમારે રાત્રે જાગીને તે કામ પૂરું કરવું પડે છે અને રાત્રે મોડા સુધી કામ કરવાના લીધે તમે સવારે વેહલા ઉઠી શકતા નથી.

તો હવે અમે તમને જણાવીશું કે વેહલા ઉઠવા માટે તમારે શું કરવું જોઈએ અને તેનાથી તમને શું લાભ થશે.

૧. પેહલા તો વેહલા સુવાની આદત પાડો. તમે તમારા જે પણ કાર્યો છે એ બધા કાર્યોને સમયસર પુરા કરો તમે રાત્રે જેટલા વેહલા સુઈ જશો એટલા વેહલા તમે ઉઠી પણ શકશો. રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ નો ટાઇમ સુવા માટે ખુબ સારો રેહશે.

૨. તમે એલાર્મ મોબાઈલમાં મુકો પણ રાત્રે તમારા ફોનને તમારાથી થોડો દુર રાખો અને એને મોબાઈલ એવી રીતે મુકો કે જયારે રીંગ વાગે ત્યારે તમને સંભળાય અને તમારે તે બંધ કરવા માટે ઉઠવું પડે એવી જગ્યા એ મુકો. તમે જ્યાં સુધી એને બંધ કારશો ત્યાં સુધીમાં તમારી ઊંઘ ઉડી જશે. આજકાલ તો એવી એપ્લીકેશન પણ આવે છે જેમાં તમે એક ગણિતનો દાખલો ગણીને જવાબ ના આપો ત્યાંસુધી એલાર્મ વાગતું જ રહે અને જ્યાં સુધીમાં તમે દાખલો ગણો છો ત્યાં સુધીમાં તમારી ઊંઘ ઉડી જશે.

૩. એલાર્મ તમારે જેટલા વાગે ઉઠવું હોય એના અડધો કલાક પેહલાનું સેટ કરીને મુકો. (કારણ કે ૧૫ મિનીટ સુધી તો તમને એલાર્મ વાગે છે એવી ખબર પડશે અને ૧૦ મિનીટ લેશો તમે તેને બંધ કરવા માટે.)

૪. હવે સવાલ થાય સવારે વેહલા ઉઠીને કરવાનું શું ? તો મિત્રો તમે તેના માટે રાત્રેજ પ્લાન બનાવી લો અને લીસ્ટ તૈયાર કરીદો કે સવારે ઉઠીને શું કરવાનું, સવારે ઉઠીને તમે થોડી કસરત કરી શકો, ચાલવા જઈ શકો, કોઈ સારું પુસ્તક પણ વાંચી શકો. માટે તમારા દિવસ દરમિયાન જે પણ કામ કરવાના હોય એનું લીસ્ટ રાત્રે જ બનાવી લો. એટલે સવારે ઉઠીને શું કરવાનું છે એ સવાલ જ મગજમાં ના આવે.

હવે વેહલા ઉઠવાના ફાયદા જોઈએ.

સવારમાં વાતાવરણ ખુબ સારું અને પોસિટીવ ઉર્જા વાળું હોય છે માટે જો તમે તમારું ટેન્સન વાળું કામ સવારમાં કરશો તો શાંત મને તમને વિચારવાનો સમય મળશે અને તેનું સોલ્યુસન પણ મળી જશે.

સવારના સમયમાં શાંતિ વધારે હોય છે. જો વિદ્યાર્થીઓ સવારે વેહલા ઉઠીને વાંચન કરે તો તેઓ જે વાંચે છે એ પણ તેમને સારી રીતે યાદ રહી જશે. એનાથી યાદશક્તિમાં પણ ફરક પડે છે. કેટલાય કવિઓ અને લેખકો પોતાનું લખાણ આવા પ્રભાતના સમયેજ કરતા હોય છે.

તમે કોઈ પણ ફેમસ વ્યક્તિને જોઇલો પછી એ બરાક ઓબામા હોય, નરેન્દ્ર મોદી હોય, કે કોઈ પણ હોય તેઓ હંમેશા સવારમાં વેહલા ઉઠે છે. સવારમાં વેહલા ઉઠીને તમે ધ્યાન અને યોગા પણ કરી શકો છો એના લીધે પણ તમારા શરીરમાં સારી ઉર્જાનો સંચાર થશે. સવારમાં જયારે તમે વેહલા ઉઠ્સો અને જેમ જેમ તમારા બધા કર્યો પૂર્ણ થશે ત્યારે તમારું મન પ્રફુલ્લિત રેહશે.

મિત્રો કોઈપણ વસ્તુને તમારે આદત બનાવી હોય તો એકપણ દિવસ છોડ્યા વગર તે કામ કે વસ્તુ ને તમે સતત ૨૧ દિવસ સુધી કરશો તો તમને ૨૨ દિવસે તે વસ્તુ કે કામ કરવાની આદત થઇ જશે અને એકવાર તમને આદત પડી ગઈ પછી કઈ કરવાનું થતું નથી. બધું અપોઅપ જ થઇ જશે એક વાર વેહલા ઉઠવાની આદત પડી જશે ત્યારે તમારે મોબાઈલમાં એલાર્મ મુકવાની પણ જરૂરત નહિ પડે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ